હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ગુજરાતનું ગૌરવ ચિત્રકાર રાજેન્દ્ર પી. દિન્ડોરકર સંસ્કાર વિભૂષણ એવોર્ડ,માનપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત

Posted 1 year ago with 67 views

Story by Team Samachar Sathe | 7 mins read

સમાચાર સારાંશ: ગુજરાતની સમૃદ્ધ અને વૈવિધ્યસભર કલા-સંસ્કૃતિને ઉજાગર અને ઉજવણી કરવા માટે સંસ્કાર ભારતી - ગુજરાત પ્રાંત દ્વારા "મારી ગુણવંતી ગુજરાત સંસ્કારોત્સવ-૨૦૨૪નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ગુજરાતનું ગૌરવ ચિત્રકાર રાજેન્દ્ર પી. દિન્ડોરકર સંસ્કાર વિભૂષણ એવોર્ડ,માનપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત
1/4
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ગુજરાતનું ગૌરવ ચિત્રકાર રાજેન્દ્ર પી. દિન્ડોરકર સંસ્કાર વિભૂષણ એવોર્ડ,માનપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત
2/4
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ગુજરાતનું ગૌરવ ચિત્રકાર રાજેન્દ્ર પી. દિન્ડોરકર સંસ્કાર વિભૂષણ એવોર્ડ,માનપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત
3/4
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ગુજરાતનું ગૌરવ ચિત્રકાર રાજેન્દ્ર પી. દિન્ડોરકર સંસ્કાર વિભૂષણ એવોર્ડ,માનપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત
4/4

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ગુજરાતનું ગૌરવ ચિત્રકાર રાજેન્દ્ર પી. દિન્ડોરકર સંસ્કાર વિભૂષણ એવોર્ડ,માનપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત 

ગુજરાતની સમૃદ્ધ અને વૈવિધ્યસભર કલા-સંસ્કૃતિને ઉજાગર અને ઉજવણી કરવા માટે સંસ્કાર ભારતી - ગુજરાત પ્રાંત દ્વારા "મારી ગુણવંતી ગુજરાત સંસ્કારોત્સવ-૨૦૨૪નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ગુજરાતનું ગૌરવ ચિત્રકાર રાજેન્દ્ર પી. દિન્ડોરકર સંસ્કાર વિભૂષણ એવોર્ડ,માનપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત

ગુજરાતના અન્ય કલાકારોની હરોળમાં વડોદરાથી મારું નામ એક કલા સાધક તરીકે પસંદ કરવામાં આવેલ છે, તે જાણ્યા પછી મારી ઘણા વર્ષોથી મહેનત અને સાધના સફળ થયાનો તથા વડોદરાનો વતની તરીકે ખૂબ જ ગર્વ અનુભવેલ હતું અને તેમાંય ખાસ આપણાં ગુજરાતના રાજ્યના રાજ્યપાલશ્રીના વરદ હસ્તે મળતા વડોદરાનું નામ ઉજાગર કરવાનો મને ખૂબ જ આનંદ થયેલ હતો.

Painter Rajendra P. by the boon of Governor Acharya Devvratji. Honored with Dindorkar Sanskar Vibhushan Award

ઉલ્લેખનીય છે કે રાજેન્દ્ર પી. દિન્ડોરકર ચિત્રકલા સાથે વિસરાતી જતી કલા રંગોળી કલાને પણ જીવન સાથે અવિભાજ્ય અંગ બનાવી કલાની સાધના કરેલ છે નાનપણથી જ કલામાં રચ્યાં પચ્યા રહેવાથી આજ સુધીમાં ઘણાં એવાં રંગોળી ચિત્રોના પ્રદર્શનો કર્યા છે, જેમાં 1985 થી "સ્વસ્તિક રંગોળી કલાકાર ગ્રુપ" નામનો ગ્રુપ તૈયાર કર્યું જેમાં દેશ-વિદેશમાં પ્રદર્શન કરતા અમારો ગ્રુપ આંતરરાષ્ટ્રીય ગ્રુપ તરીકે ઓળખાવવા લાગ્યું .

તેઓ પ્રયોગાત્મક રીતે ઘણા અવનવા રંગોળી કલાકૃતિઓ બનાવો છે .જેમાં પાણી ઉપર રંગોળી પાણી નીચે રંગોળી પાણીની વચ્ચો વચ રંગોળી, અદ્રશ રંગોળી, કાચ ઉપર રંગોળી, મુવિન્ગ રંગોળી, થ્રીડી રંગોળી અને અનેક રંગોળીઓનો કલાત્મક પ્રદર્શન કરી લોકોના દિલ જીત્યા છે સાથોસાથ આ રંગોળી કલામાં પણ ઘણાં વિદ્યાર્થીઓને પણ તૈયાર કરી નવું જનરેશન સમાજને આપેલ છે  

આ અંગે વધુ વિગતો આપતા સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના પ્રચાર મંત્રી મનીષભાઈ પારેખે જણાવ્યું હતું કે, "મહોત્સવનું મુખ્ય આકર્ષણ સંસ્કાર સન્માન ૨૦૨૪ અને સંસ્કાર વિભૂષણ માનપત્ર અર્પણ કરવામાં આવ્યા , જેમાં ગુજરાત રાજ્યના ત્રીસ જિલ્લાના વિવિધ ક્ષેત્રના ત્રીસ શ્રેષ્ઠ કલાકારોને સન્માનિત કરવામાં આવશે. આ કલાકારોને માનપત્ર,સ્મૃતિ ચિન્હ અને રોકડ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવશે .આ ઉત્સવ પહેલી સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ સાંજે સાડા ચાર કલાકે, ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, કર્ણાવતી ખાતે યોજાયો 

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા . ગુજ્રરાત સરકારના પૂર્વ મુખ્ય સચિવ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરી,સંસ્કાર ભારતીના અખિલ ભારતીય કોષાધ્યક્ષ સુભાષચંદ અગ્રવાલ, સંગીત નાટક અકાદમી, ન્યુ દિલ્હી ઉપાધ્યક્ષ જોરાવરસિંહજી જાદવ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પશ્ચિમ ક્ષેત્રના સહકાર્યવાહ યશવંતભાઇ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા 

આ સન્માન સમારંભમાં કર્ણાવતીમાંથી મેઘાણી સાહિત્ય માટે પિનાકી મેઘાણી, ભાવનગરમાંથી લોકસંગીત માટે અરવિંદ બારોટ, જામનગરમાંથી સાહિત્ય માટે લેફટનન્ટ ડો. સતીશચંદ્ર વ્યાસ 'શબ્દ', પોરબંદરમાંથી લોકસંગીત માટે લલિતાબેન ઘોડાદ્રા, 

સુરેન્દ્રનગરમાંથી ચિત્રકલા માટે લક્ષ્મણભાઈ લામ્પડા, જુનાગઢમાંથી લોકવાદ્ય માટે મીર હાજી કાસમ રાઠોડ, દેવભૂમિ દ્વારકામાંથી લોકસાહિત્ય માટે જીતુભાઈ દ્વારકાવાળા, આણંદમાંથી સાહિત્ય માટે અશોકપુરી ગોસ્વામી, વડોદરામાંથી ભૂઅલંકરણ માટે રાજેન્દ્ર પુરુષોત્તમ દિન્ડોરકર, બોટાદમાંથી આખ્યાન માટે હરદેવગીરી પ્રભાતગીરી ગોસ્વામી, અમરેલીમાંથી સાહિત્ય માટે સ્નેહી પરમાર, ગીર સોમનાથમાંથી લોકવાદ્ય માટે નથુભાઈ કાનજીભાઈ મકવાણા, રાજકોટમાંથી સાહિત્ય માટે અનુપમ દોશી, કચ્છમાંથી કચ્છી લોકસંગીત માટે ભારમલ સંજોટ, મોરબીમાંથી ભવાઈ માટે પ્રાણલાલ પૈજા, મહેસાણામાંથી અસાઈત સાહિત્ય માટે ડો. વિનાયક રાવલ, ભરૂચમાંથી સંગીતકલા માટે ડો. જાનકી મીઠાઈવાલા, સુરતમાંથી નાટયકલા માટે પંકજ વિભાકર પાઠકજી, ખેડામાંથી લોકસંગીત માટે ભારતીબેન વ્યાસ, પંચમહાલમાંથી નૃત્યકલા માટે ભરત બારૈયા, વલસાડમાંથી નાટ્યકલા માટે સતિષચન્દ્ર અમૃતલાલ દેસાઈ, તાપીમાંથી સાહિત્ય માટે ડો. દક્ષાબેન બળવંતરાય વ્યાસ, નવસારીમાંથી લોકકલા અને સાહિત્ય માટે ડો. સ્વાતી ધ્રુવ નાયક, બનાસકાંઠામાંથી સાહિત્ય માટે દીપકભાઈ જોષી, પાટણમાંથી લોકવાદ્ય માટે શંકરભાઈ કાળાભાઈ બારોટ, ગાંધીનગરમાંથી પ્રાચીનકલા માટે વિષ્ણુસિંહ ચાવડા, દાહોદમાંથી ચિત્રકલા માટે કિશોરકુમાર રાજહંસ, ડાંગમાંથી લોકકલા માટે શિવાજીભાઈ કાપરૂભાઈ ભોયે, સાબરકાંઠામાંથી સાહિત્ય માટે વિજયકુમાર રાવલ 'અર્ટોરા' અને અરવલ્લીમાંથી ભવાઈ માટે કમલેશભાઈ નાયક ને "સંસ્કાર સન્માન-૨૦૨૪" એવમ્ "સંસ્કાર વિભૂષણ" માનપત્રથી સન્માન કરવામાં આવ્યા .આ કાર્યક્રમ માટે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો 

આ કાર્યક્રમની સફળતા માટે સંસ્કારોત્સવ ૨૦૨૪ના સંયોજક રમણીક ઝાપડિયા, સંસ્કારભારતી, ગુજરાત પ્રાંત અધ્યક્ષ અભેસિંહજી રાઠોડ, મહામંત્રી જયદીપસિંહ રાજપૂત, કોષાધ્યક્ષ જગદીશભાઈ જોશી, પ્રસાદ દશપુત્રે,કમલેશ ઉદાસી,નવલભાઈ આંબલીયા સહિતના જહેમત ઉઠાવી હતી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.