સમાચાર સારાંશ: પ્રસિદ્ધ ચિત્રકારોમાં ગુજરાત કક્ષાએ એક નામ તરુણ કોઠારી
ચિત્રકાર તરુણ કોઠારીનું અમદાવાદમાં યોજાશે કૃતિ - પ્રકૃતિ ચિત્ર પ્રદર્શન 50 પક્ષીનાં ચિત્રોનો આ પ્રિ-વ્યુ શો યોજાશે સાથે 303 ચિત્રોની બુક્લેટ પણ ગેલેરીમાં જોવા મળશે પ્રદર્શન જોવાનો કલાપ્રેમીઓને મળશે લાવ્હો
પ્રસિદ્ધ ચિત્રકારોમાં ગુજરાત કક્ષાએ એક નામ તરુણ કોઠારી ભાવનગરનાં આ ચિત્રકાર બી.એસ.સી અને ડિપ્લોમા ઈન જર્નાલિઝમ ની ડીગ્રી મેળવ્યા પછી પોતાની કેરિયર તરીકે કલા ને પસંદ કરે,પોતાની રીતે સાધના કરે,ને ક્લાજગત એ નોંધ લેવી પડે તે રીતે કારકિર્દી બનાવે તેમણે ૪૭ વર્ષની કલાયાત્રા દરમિયાન, ૧૨ - વ્યક્તિગત ચિત્ર પ્રદર્શન, ૪૨ - સમૂહ ચિત્ર પ્રદર્શન, ૧ - આંતરરાષ્ટ્રીય શો, ૪ - નેશનલ એવોર્ડ, ૧ - આંતર રાષ્ટ્રીય એવોર્ડ, ઉપરાંત ૮૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓને કલાનું શિક્ષણ આપી તૈયાર કર્યા છે.

કોવિડ - ૨૦૧૯ ,નાં દિવસો માં ૩૦૩ - આંતર રાષ્ટ્રીય પક્ષી નાં ચિત્રોનુ સર્જન કર્યું,જે માટે ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડનો એવોર્ડ મળ્યો,તેની વેબસાઇટ પર નોંધ લેવામાં આવી, આટલા વર્ષો કલાનું શિક્ષણ આપવા માટે ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડ તરફથી "એકસલેન્સ એવોર્ડ" પણ મળ્યો છે
કૃતિ - પ્રકૃતિ ( માઈલ-સ્ટોન ૩૦૩),૩૦૩ દિવસ માં ૩૦૩ આંતરરાષ્ટ્રીય પક્ષીની ક્લાકૃતીઓનું સર્જન,અને પ્રદર્શનનાં પ્રારભે એક કલાચાહક દ્વારા બધાજ ચિત્રો ખરીદી લીધા હોઈ તેવી અભૂતપૂર્વ ઘટના,ગુજરાત ના કલાજગતમાં ઇતિહાસ કંડારનાર એક માત્ર ચિત્રકાર તરુણ કોઠારી જ છે તેમનું ચિત્ર પ્રદર્શ લલિતકલા અકાદમી,ગુજરાત રાજ્યની સ્પોન્સરશીપથી રાજ્ય બહાર નુ આગામી ચિત્ર પ્રદર્શન, ગુરુકુળ આર્ટ ગેલેરી,કાનપુર ,(ઉત્તર પ્રદેશ) ખાતે તારીખ ૯ નવેમ્બર થી ૧૪ નવેમ્બર,૨૦૨૪, દરમિયાન યોજાશે અને પ્રિ-વ્યુ શો, આગામી તારીખ ૧૪ ઓગસ્ટ થી ,૧૬ ઓગસ્ટ દરમિયાન રવિશંકર રાવળ કલા ભવન,ગેલેરી B -2, પ્રથમ માળ ,એલિસબ્રીજ,અમદાવાદ ખાતે , સમય : ૧૧:૦૦ થી ૭:૦૦ દરમિયાન યોજાશે
"કૃતિ - પ્રકૃતિ" - ૨ નો પ્રારંભ તારીખ ૧૪ ઓગસ્ટ સાંજે ૫:૦૦ ક. ચિત્રકાર વિજયભાઈ શ્રીમાળી ( એમીનેન્ટ આર્ટિસ્ટ), ચિત્રકાર કુલીનભાઈ પટેલ ( ઇન્ટિરિયર ડિઝાઇનર,આર્ટિસ્ટ, ફાઉન્ડર - આર્ટ ડેસ્ટીનેશન ) ચિત્રકાર દિલીપભાઈ દવે ( કાર્ટૂનિસ્ટ - ચિત્રકાર ) જીગરભાઇ પંડ્યા ( મુંબઈ સમાચાર - સબ એડિટર, રિપોર્ટર) ની વિશેષ ઉપસ્થિતિમાં થશે.
ચિત્રકાર તરુણ કોઠારીએ આ અવસરે કલાપ્રેમીઓને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



