હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV

પ્રથમ બે સિઝનો સાથે દર્શકોના હૃદયમાં ખાસ સ્થાન બનાવ્યા બાદ મનોરંજન સાથે સંદેશો આપવા આવી રહી છે એમેઝોન પ્રાઇમ પંચાયત સિઝન 3,

Posted 2 years ago with 117 views

Story by Ranmesh | 3 mins read

સમાચાર સારાંશ: પંચાયતની પ્રથમ બે સિઝનની જેમ ફુલેરા ગામની સરળ અને સજીવ જીવનશૈલી દર્શાવવા પંચાયત ત્રીજી સિઝન સાથે પાછી આવી રહી છે, જાણો કયા અને ક્યારે?

 પ્રથમ બે સિઝનો સાથે દર્શકોના હૃદયમાં ખાસ સ્થાન બનાવ્યા બાદ મનોરંજન સાથે સંદેશો આપવા આવી રહી છે એમેઝોન પ્રાઇમ પંચાયત સિઝન 3,
1/1

પંચાયત, એક એવી વેબ સિરીઝ જેણે તેના પ્રથમ બે સિઝનો સાથે દર્શકોના હૃદયમાં ખાસ સ્થાન બનાવ્યું છે અને પોતાનો એક ખાસ પ્રકારનો ફેન બેઝ ઊભો કર્યો છે, હવે તેની ત્રીજી સિઝન સાથે પાછી આવી રહી છે. જીતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, રઘુબીર યાદવ, ફૈઝલ મલિક, ચંદન રોય અને સાન્વિકા જેવા કલાકારો સાથે, આ સિરીઝ એક યુવાન શહેરી વ્યક્તિની કથા કહે છે જે નોકરીની શોધમાં ગ્રામીણ જીવનને અનુભવે છે. આ સિરીઝનું નિર્માણ વાઇરલ ફીવર દ્વારા થયું છે અને દીપક કુમાર મિશ્રાએ નિર્દેશન આપ્યું છે, જ્યારે ચંદન કુમારે વાર્તા લખી છે. આ સિરીઝ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં પણ ડબ કરવામાં આવી છે, જેથી વિશ્વના 240 દેશો અને પ્રદેશોમાં દર્શકો તેને માણી શકે.

આ સિરીઝની ત્રીજી સિઝન 'પંચાયત સિઝન 3' તારીખ 28 મે, 2024ના રોજ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થવાની છે. જેમાં પણ પંચાયતની પ્રથમ બે સિઝનની જેમ ફુલેરા ગામની સરળ અને સજીવ જીવનશૈલી દર્શાવવામાં આવશે, જ્યાં અભિષેક ત્રિપાઠી (જિતેન્દ્ર કુમાર) એક પંચાયત સચિવ તરીકે નોકરી કરે છે અને મનગમતી નોકરીના અભાવે ગ્રામીણ ભારતમાં પંચાયત સચિવની નોકરી કરે છે. પ્રથમ સિઝનમાં, અભિષેક ગામના જીવનને અનુકૂળ થવાની કોશિશ કરે છે, જ્યારે બીજા સિઝનમાં તે ગામની રાજનીતિ અને વિકાસમાં વધુ રસ લે છે. હવે જોઈએ કે પંચાયત સિઝન 3 માં વાર્તા કેવી રીતે આગળ વધે છે અને ગ્રામીણ રાજનીતી, અભિષેક ત્રિપાઠીની પ્રેમ-કથા કે કોઈ અન્ય વિષય સાથે આગળ વધે છે. 

પંચાયત સિઝન 3 ની આગામી રિલીઝ માટે દર્શકોમાં ઉત્સુકતા છે અને આશા છે કે આગળની બને સિઝનની જેમ પંચાયત સિઝન 3 ના પાત્રો પણ દર્શકોને હસાવશે, રડાવશે અને વિચારવા મજબૂર કરશે, સાથે સાથે આગળની સિઝનની જેમ જ ગ્રામીણ જીવનની સુંદરતા અને સંઘર્ષને દર્શાવશે અને નવા અને જૂના દર્શકોને સમાન રીતે આકર્ષિત કરશે અને તેમને ફુલેરા ગામની યાત્રા કરાવશે. 

તૈયાર રહો મનોરંજન સાથે સંદેશો આપવા આવી રહી છે એમેઝોન પ્રાઇમ ઉપર પંચાયત સિઝન 3.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન