હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV

સિરીઝ રિવ્યૂ: પંચાયત સિઝન 3, રાજકારણ અને ભાવના(લાગણી)ના તાણાવાણામાં મુખ્ય ભૂમિકામાં રહેલા રાજકારણ સામે ભાવનાઓ મેદાન મારી જાય છે

Posted 2 years ago with 82 views

Story by Ranmesh | 4 mins read

સમાચાર સારાંશ: દિપક કુમાર મિશ્રાની આ સિરીઝના આગળના બંને સિઝનની જેમ જ આ સિઝનની ખાસિયત પણ એ છે કે તે ગામડાના વાતાવરણ, બોલી અને સંસ્કૃતિને ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે પણ આ વખતે સિઝન ૩માં રાજકારણનો સમાવેશ પણ થતો જોવા મળે છે જે નવા દર્શકોને આકર્ષી રહ્યો છે.

સિરીઝ રિવ્યૂ: પંચાયત સિઝન 3, રાજકારણ અને ભાવના(લાગણી)ના તાણાવાણામાં મુખ્ય ભૂમિકામાં રહેલા રાજકારણ સામે ભાવનાઓ મેદાન મારી જાય છે
1/1

ભારતીય વેબ સિરીઝની દુનિયામાં, એમેઝોન પ્રાઇમ 'પંચાયત' એક એવી સિરીઝ છે જેણે તેની સાદગી અને લાગણીશીલ કથા સાથે દર્શકોના હૃદયમાં ખાસ સ્થાન મેળવ્યું છે. પંચાયત સિઝન ૩ પણ તેની પૂર્વની બે સીઝનની જેમ જ દર્શકોને ફુલેરા ગામની સરળ અને સંવેદનશીલ વાર્તાઓ સાથે જોડે છે. નવા દર્શકોને જોડવાના આશયથી સિઝન ૩માં રાજકારણનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ક્યારેક લાગે છે કે રાજકારણ જ મુખ્ય પત્ર બની ગયું છે પરંતુ વાર્તાની સરળતા અને પાત્રોની જીવંતતાના કારણે આગળની સિઝનની જેમ છેલ્લે તો ભાવનાઓની જ જીત થાય છે. ઉપરાંત આ સિઝનમાં પ્રધાન જીની ચાલાકીઓ અને એમએલએ ચંદ્રકિશોર સિંહના પગલા દર્શકો માટે હવે શું થશે તેનું રહસ્ય સુંદર રીતે ઊભું કરે છે. 

ફુલેરા ગામના સચિવ તરીકે જિતેન્દ્રકુમારના પાછા ફરવાની ઘટના સાથે શરૂ થતી આ સિઝન, પ્રધાન જી અને મંજુ દેવી દ્વારા પીએમ આવાસ યોજના હેઠળ એક વૃદ્ધ મહિલાને ખોટી રીતે ફ્લેટ ફાળવવાની વાર્તા સાથે આગળ વધે છે જેના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાય છે. આ સિઝનમાં સ્થાનિક એમએલએ અને પ્રધાન જીની દુશ્મની પણ ચરમસીમાએ પહોંચે છે અને રાજકીય પ્રતિસ્પર્ધા, ફુલેરા અને વિધાયક વચ્ચેની ટક્કર જેવી પરિસ્થિતિ સર્જાય છે જે દરક્ષકોને મનોરંજન પૂરું પડે છે. તેમજ જિતેન્દ્રકુમાર અને  રિંકીની ધીમી ગતિની પ્રેમકથા અને પ્રહલાદની દુઃખદ સ્થિતિ પણ આ સિઝનની વાર્તાનો ભાગ છે. મુખ્ય પાત્રોની સાથે આ સિઝનમાં અન્ય પાત્રોને પણ પૂરતું મહત્વ આપવામાં આવ્યું છે, જેમ કે ભૂષણ, તેની પત્ની ક્રાંતિ દેવી, પ્રહ્લાદ, બિનોદ, ચંદ્રકાંત સિંહ, સ્થાનિક એમએલએ વગેરે. ભુષણ અને બિનોદની જોડીની મિસ્ટ્રી અને બિનોદની સરળ પણ સીધી વાતો આ સીઝનની વિશેષતા છે. ભુષણ અને બિનોદની જોડી મિમ્સથી તો આપ સૌ કોઈ  પરિચિત હશે જ...  

દિપક કુમાર મિશ્રાની આ સિરીઝ તેના આગળના બંને ભાગની જેમ જ ગામડાના વાતાવરણ, બોલી અને સંસ્કૃતિને ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે, જે દર્શકોને બંધાયેલા રાખે છે. જીતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા અને રઘુબીર યાદવ જેવા કલાકારોની અદ્ભુત અભિનય કુશળતા સિરીઝને લોકપ્રિય બનાવે છે. તો બીજી બાજુ ફૈઝલ મલિક દ્વારા ભજવાયેલું પ્રહલાદનું પાત્ર અને ચંદન રોય દ્વારા ભજવાયેલું વિકાસનું પાત્ર પણ ઉત્કૃષ્ટ છે, જે સિરીઝને વધુ રસપ્રદ બનાવે છે. સંવિકા દ્વારા રિંકીના પાત્રને અને દુર્ગેશ કુમાર દ્વારા ભૂષણના પાત્રને પણ યાદગાર બનાવવામાં આવ્યું છે. 

પંચાયત સિઝન 3 એ એક સરળ છતાં સુંદર વેબ સિરીઝ છે જે તેના પાત્રનું ગાઢ અને સજીવ ચિત્રણ, તેમજ પંચાયત ચૂંટણીની આસપાસની ઘટનાઓ અને પાત્રોના સંબંધોની વાર્તાને લઈને તમને પોતાની સાથે જોડી રાખશે. આ સિરીઝ ભારતીય વેબ સિરીઝની દુનિયામાં એક સાદગીનું ઉત્તમ ઉદાહરણ છે અને તેની ત્રીજી સિઝન પણ તેની ગુણવત્તા જાળવી રાખે છે. જો તમે હજુ સુધી પંચાયત સિરીઝ જોઈ નથી, તો હું તમને આ સિરીઝ ચોક્કસ જોવાનું કહું છું.

કવરફોટો: ગૂગલસર્ચ 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.