હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV

વેબ સિરીઝ 'પંચાયત'ના ચાહકો માટે આનંદના સમાચાર, સિરીઝની ચોથી અને પાંચમી સિઝન માટે કામ શરૂ થઈ ગયું છે તેવું સિરીઝના દિગ્દર્શક દીપક કુમાર મિશ્રાએ જાહેર કર્યું છે

Posted 2 years ago with 29 views

Story by Ranmesh | 2 mins read

સમાચાર સારાંશ: પ્રખ્યાત વેબ સિરીઝ 'પંચાયત'ના ચાહકો માટે આનંદના સમાચાર છે. દિગ્દર્શક દીપક કુમાર મિશ્રાએ જાહેર કર્યું છે કે સિરીઝની ચોથી અને પાંચમી સિઝન માટે કામ શરૂ થઈ ગયું છે

વેબ સિરીઝ 'પંચાયત'ના ચાહકો માટે આનંદના સમાચાર,  સિરીઝની ચોથી અને પાંચમી સિઝન માટે કામ શરૂ થઈ ગયું છે તેવું સિરીઝના દિગ્દર્શક દીપક કુમાર મિશ્રાએ જાહેર કર્યું છે
1/1

પંચાયત સિરીઝની ચોથી અને પાંચમી સિઝન માટે દિગ્દર્શક દીપક કુમાર મિશ્રાએ કહ્યું છે કે સિરીઝની ચોથી અને પાંચમી સિઝન માટે કામ શરૂ થઈ ગયું છે અને તેમણે કહ્યું છે કે ચોથી અને પાંચમી સિઝન માટે 'અમારી પાસે સ્પષ્ટ વિચાર છે'. મિશ્રાએ કહ્યું કે, 'અમે ચોથી સિઝન માટે લેખન કાર્ય શરૂ કરી દીધું છે. અમારા માટે, સામાન્ય રીતે બે સિઝન વચ્ચે કોઈ વિરામ નથી. ત્રીજી સિઝન પૂરી થઈ ગઈ છે અને અમે ચોથી સિઝનના ત્રણ થી ચાર એપિસોડ લખી ચૂક્યા છીએ. અમે ચોથી અને પાંચમી સિઝન બનાવવા વિચારી રહ્યા છીએ. ચોથી સિઝન માટે અમારી પાસે સ્પષ્ટ વિચાર છે, અને પાંચમી સિઝન માટે વધુ વ્યાપક વિચાર છે'.

'પંચાયત' સિરીઝની શરૂઆત 2020માં થઈ હતી અને તેની પ્રથમ બે સિઝને દર્શકોનો ઘણો પ્રેમ અને પ્રશંસા મેળી હતી, અને હવે આવતી કાલથી ત્રીજી સિઝને પણ લોકો સમક્ષ જઇ રહી છે. આ સિરીઝ એક એન્જીનીયરિંગ સ્નાતક અભિષેક ત્રિપાઠી પર આધારિત છે, જે ઉત્તર પ્રદેશના એક કાલ્પનિક દૂરસ્થ ગામ ફુલેરામાં પંચાયત કચેરીના સચિવની નોકરી સ્વીકારે છે. સાદગીપૂર્ણ વાર્તા અને હાસ્યપ્રદ પ્રસ્તુતિ સાથેની આ વાર્તા શહેરી જીવનથી દૂર ગામડાંના જીવનની એક ઝલક દેખાડે છે જેણે ભારતીય વેબ શોની દુનિયામાં એક અલગ ઓળખ બનાવી છે અને શ્રેણીની બીજી સીઝનને તો 30 મિલિયનથી વધુ લોકોએ જોઈ હતી અને તેના કારણે સિરીઝે IMDB પર 8.9 ની ઉચ્ચ રેટિંગ મેળવી હતી. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન