હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, ધર્મ

સુરતમાં છઠ પર ઘરે જવા મુસાફરોએ રેલવે સ્ટેશન બહાર લગાવી દોઢ કિલોમીટર લાંબી લાઇન મુસાફરોને સુરક્ષિત ટ્રેનમાં બેસાડવામાં સુરક્ષા જવાનોને પરસેવો વળી ગયો

Posted 1 year ago with 29 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: છઠ પૂજાને લઈને માદરે વતન જવા માટે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પરપ્રાંતિયો મોટી સંખ્યામાં ઉમટ્યા

સુરતમાં છઠ પર ઘરે જવા મુસાફરોએ રેલવે સ્ટેશન બહાર લગાવી દોઢ કિલોમીટર લાંબી લાઇન મુસાફરોને સુરક્ષિત ટ્રેનમાં બેસાડવામાં સુરક્ષા જવાનોને પરસેવો વળી ગયો
1/1

સુરતમાં છઠ પર ઘરે જવા મુસાફરોએ રેલવે સ્ટેશન બહાર લગાવી દોઢ કિલોમીટર લાંબી લાઇન, હૈયેહૈયું દળાય તેવી ભીડ, જૂઓ Video 

Chhath Puja News: સુરતમાં (surat ) મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ,(uttrpradesh બિહારથી (bihar)શ્રમિકો રોજીરોટી રળવા આવે છે. છઠના (chhath puja) અવસર પર તેઓ વતન પરત ફરે છે. આ કારણે દિવાળીના (diwali) તહેવાર પર સુરતથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં (trains) ભીડ જોવા મળી રહી છે. મધરાતથી જ લોકો ટ્રેન પકડવા સ્ટેશન પહોંચી રહ્યા છે. રાત્રે 8 વાગ્યાથી લોકો ટિકિટ (railway ticket) માટે લાઇન લગાવી રહ્યા છે

દોઢ કિલોમીટર લાંબી લાઇન

મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા પોલીસ તૈનાત કરવી પડી રહી છે. ઉધના સ્ટેશનની (Udhna railway station) બહાર સડક પર મુસાફરોની લાંબી (long queue of passengers) લાઇનો છે. ઉધના સ્ટેશનની બહાર મુસાફરોની આશરે દોઢ કિલોમીટર લાંબી લાઇન લાગી છે. જેમાં નાના બાળકોથી લઈ મહિલા, વૃદ્ધો પણ નજરે પડી રહ્યા છે. ભીટ એટલી છે કે ઘણી મહિલાઓ બેભાન થઈ ગઈ હતી. ઘણા લોકોના પર્સ ચોરાયા છે. 

મુસાફરોને સુરક્ષિત ટ્રેનમાં બેસાડવામાં સુરક્ષા જવાનોને પરસેવો વળી ગયો છે. મુસાફરોની ભીડને નિયંત્રિત કરવ માટે પોલીસ જવાન હળવો લાઠીચાર્જ પણ કરી રહ્યા છે. મુસાફરોની સુરક્ષામાં તૈનાત પોલીસ ઈન્સ્પેક્ટર એસ એન દેસાઈનું કહેવું છે કે અમે સાંજે 5 વાગ્યાથી સુરક્ષામાં તૈનાત છીએ. અમારી સાથે મહિલા પોલીસ સહત આશરે 100 જવાનો પણ ડ્યૂટી પર છે. અમારો હેતુ ભીડને કંટ્રોલ કરવાનો અને ભાગદોડ ન થાય તથા તમામ મુસાફરોને ટ્રેનમાં સુરક્ષિત બેસાડવાનો છે.

છઠ પૂજાને લઈને માદરે વતન જવા માટે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પરપ્રાંતિયો મોટી સંખ્યામાં ઉમટ્યા છે. ટ્રેનમાં બેસવા માટે રેલવે સ્ટેશન પર લાંબી લાઈનો લાગી છે. છઠ પૂજા માટે ઉત્તર ભારત એટલે કે ઉત્તરપ્રદેશ, બિહાર જવા માટે ભારે ભીડ ઉમટી રહી છે. આ રાજ્યોમાં છઠ પૂજાનું વિશેષ મહત્ત્વ છે. અહીં સુરત, વલસાડ, અંકલેશ્વર, ભરૂચ, બારડોલી, નવસારીથી મુસાફરો આવ્યા છે. બીજી તરફ, ભારે ભીડને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.