હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ટેકનોલોજી

પાટણ સાયન્સ સેન્ટર ૬૯૩ કામકાજના દિવસોમાં દસ લાખથી વધુ મુલાકાતીઓનું સ્વાગત કરીને આજે નવી સિદ્ધિ હાંસલ કરી છે મનોરંજન થકી સાયન્ટિફિક શિક્ષણ

Posted 2 years ago with 439 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: સાયન્સ સેન્ટર આવનાર મુલાકતીઓને મનોરંજન થકી સાયન્ટિફિક શિક્ષણ આપે છે

પાટણ સાયન્સ સેન્ટર ૬૯૩ કામકાજના દિવસોમાં દસ લાખથી વધુ મુલાકાતીઓનું સ્વાગત કરીને આજે નવી સિદ્ધિ હાંસલ કરી છે  મનોરંજન થકી સાયન્ટિફિક શિક્ષણ
1/1

પાટણ સાયન્સ સેન્ટર ૬૯૩ કામકાજના દિવસોમાં દસ લાખથી વધુ મુલાકાતીઓનું સ્વાગત કરીને આજે નવી સિદ્ધિ હાંસલ કરી છે 

પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર જેનું લોકાર્પણ ૧ મે ૨૦૨૨ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. 

પાટણ સાયન્સ સેન્ટર ૬૯૩ કામકાજના દિવસોમાં દસ લાખથી વધુ મુલાકાતીઓનું સ્વાગત કરીને આજે નવી સિદ્ધિ હાંસલ કરી છે  મનોરંજન થકી સાયન્ટિફિક શિક્ષણ

આજે 9 જૂન ૨૦૨૪ ના રોજ ફક્ત 693 કામકાજના દિવસોમાં દસ લાખથી વધુ મુલાકાતીઓનું સ્વાગત કરીને આજે નવી સિદ્ધિ હાંસલ કર્યું છે. લોકાર્પણ થી લઈને અત્યાર સુધીમાં ૨૦૦૦ થી વધુ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું જેમ કે સાયન્ટિફિક વર્કશોપ, સાયન્ટિફિક-શો, જાગૃતિ કાર્યક્રમ, ટ્રેનિંગ પ્રોગ્રામ, વૈજ્ઞાનિક દિન ની ઉજવણી વગેરે નો સમાવેશ થાય છે. જેમાં ૫ લાખ થી વધુ સહભાગીઓ આ સાયન્ટિફિક પ્રવૃતિઓનો લાભ લઇ ચુક્યા છે.

સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીનો સ્પષ્ટ સંદેશ છે કે સાયન્સ સેન્ટર આવનાર મુલાકતીઓને મનોરંજન થકી સાયન્ટિફિક શિક્ષણ આપે છે જેમાં ડાયનોસોર ગેલેરી પૃથ્વીના ભૂતકાળના જીવનની સમજમાં વધારો કરે છે, માનવ વિજ્ઞાન ગેલેરી માનવની ઉત્પત્તિ થી લઇ માનવ શરીર સાથે જોડાયેલા દરેક ભાગ વિશે માહિતી આપે છે, નોબેલ પ્રાઈઝ કેમેસ્ટ્રી ગેલેરી મહાન વૈજ્ઞાનિકો અને તેમની શોધો વિશે વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક બનવા માટે પ્રોત્સાહિત કરે છે.

હાઇડ્રોપોનીક્સ ગેલેરી લોકોને આધુનિક ખેતી વિશે જાગૃત કરે છે અને ઓપ્ટિક્સ ગેલેરી પ્રકાશના સિદ્ધાંતોને પ્રકાશિત કરે છે. તો “આવો અમારી સાથે જોડાઓ અને સાયન્સ ને કઈક નવી રીતે જાણીને ભારત દેશ ને આત્મનિર્ભર બનાવામાં તમારું યોગદાન આપો.” સાયન્સ સેન્ટર આ નવી સિદ્ધિ હાંસલ કરવા બાદલ બધાજ મુલાકતીઓ, હિતધારકો અને શુભચિંતકોનો આભાર વ્યક્ત કરે છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.