હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક

સુરતમાં પાટીદારોની મોડી રાત્રે યોજાઈ સભા : ખેડૂત તથા તેમના પરિવાર પર થયેલા નિંદનીય હુમલા સામે એકજૂટ થવાની અત્યંત મહત્વની મીટિંગ યોજાઈ

Posted 6 months ago with 70 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: તાજેતરમાં ભાવનગરના દેવળીયા ગામમાં ખેડૂત વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો થયો હતો તેમજ જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી.

સુરતમાં પાટીદારોની મોડી રાત્રે યોજાઈ સભા :  ખેડૂત તથા તેમના પરિવાર પર થયેલા નિંદનીય હુમલા સામે એકજૂટ થવાની અત્યંત મહત્વની મીટિંગ યોજાઈ
1/1

સુરતમાં પાટીદારોની મોડી રાત્રે યોજાઈ સભા :  ખેડૂત તથા તેમના પરિવાર પર થયેલા નિંદનીય હુમલા સામે એકજૂટ થવાની અત્યંત મહત્વની મીટિંગ યોજાઈ

સુરતઃ શહેરમાં સૌરાષ્ટ્રવાસીઓની મોટી સંખ્યા છે. સુરતને કર્મભૂમિ બનાવીને રહેતા પાટીદારો વતનને ભૂલતા નથી. તાજેતરમાં ભાવનગરના દેવળીયા ગામમાં ખેડૂત વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો થયો હતો તેમજ જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. 

આ ઘટનાને લઈ પાટીદારો સુરતમાં એકત્ર થયા હતા. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળીયા ગામે પાટીદાર સમાજના વડીલ ખેડૂત તથા તેમના પરિવાર પર થયેલા નિંદનીય હુમલા સામે એકજૂટ થવાની અત્યંત મહત્વની મીટિંગ યોજાઈ હતી. જેમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયા, વિજય માંગુકિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

પાટીદારોના કહેવા પ્રમાણે,  ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામની અંદર એક ખેડૂત પરિવાર ઉપર હિચકારો હુમલો થયો હતો. એ ખેડૂત પરિવાર ઉપર હિચકારો હુમલો થવાનું કારણ કે એ અસામાજિક તત્ત્વોને ત્યાં એ પ્લોટ પચાવી પાડવો હતો, એ જમીન પચાવી પાડવી હતી, એ જગ્યા ખાલી પડેલી પચાવી પાડવી હતી કે અમારા માતાજીનો મઢ બનાવવો છે એટલે અમને તારે જમીન આપવી પડશે અને જો તું જમીન નહીં આપે તો 25 વર્ષ સુધી જો જેલમાં જવું પડશે ને તો એ પણ અમે તૈયાર છીએ. આવું કહી અને એ પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે. એટલું જ નહીં પરંતુ જ્યારે પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે ત્યારે એમના ધર્મપત્નીને ગળું દબાવી અને બે લાફા પણ મારવામાં આવે છે. ત્યાંથી એ અસામાજિક અને લુખ્ખાઓને સંતોષ નથી થતો.

ઉલ્લેખનીય છે કે, શહેરના મોટા વરાછા, કામરેજ, કાપોદ્રા, વરાછા, અમરોલી, પુણા, સરથાણા, અડાજણ, વેસુ, કતારગામ વિસ્તારમાં સૌરાષ્ટ્રવાસીઓની મોટી સંખ્યા છે. આ વિસ્તારના લોકો મીટિંગમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.