સમાચાર સારાંશ: ભારતીય જનતા પાર્ટીમાં નવા જૂનીના એંધાણ
જૂનાગઢ માળીયા હાટીના તાલુકામાં પાટીદાર સમાજ નારાજ તાલુકાભરના પાટીદાર સમાજના આગેવાનોની ખોરાસા ગીર ખાતે બેઠક મળી ભારતીય જનતા પાર્ટીમાં નવા જૂનીના એંધાણ
માળીયા હાટીના તાલુકા માં પાટીદાર સમાજ નું ખાસુ પ્રભુત્વ છે ત્યારે માળીયા હાટીના તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અનિલ ભાઈ લાડાણીના પત્ની નયના બેન લાડાણીને સ્થાન આપવામાં આવ્યું હતું જ્યારે થોડા સમય બાદ તાલુકા પંચાયતના સભ્યો દ્વારા પ્રમુખ સામે અવિશ્વાસ રજૂ કર્યો હતો જ્યારે બાદમાં થોડા જ દિવસોમાં આ અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચી લેવામાં આવી હતી
ત્યાર બાદ ભાજપ પક્ષ સાથે જોડાયેલા પ્રમુખને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યું હતું અને કારણ આપ્યું કે તમે ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ માં કામગીરી કરી છે જ્યારે હવે તાલુકા પંચાયતના પ્રમુખ પદેથી રાજીનામુ આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યાનું પ્રમુખ પતિ અનિલભાઈ લાડાણી દ્વારા જણાવાયું છે જ્યારે અનિલ ભાઈ લાડાણી દ્વારા જણાવાયું છે કે અમારો સમાજ કાયમ માટે પક્ષ સાથે છે અને પક્ષને વફાદાર પણ છે પણ કોઈ કારણ વગર અમને લોકોને સાઈડ લાઇન કરવામાં આવી રહ્યા છે
અને જે બાબતે સમાજમાં મોટી નારાજગી છે જેથી આજે ખોરાસા ગીર ગામે સમાજ ના આગેવાનોની મોટી બેઠક મળી હતી
જ્યારે માળીયા હાટીના પાટીદાર સમાજના મેનેજીંગ ટ્રસ્ટી અને પાટીદાર સમાજ ના આગેવાન મગન ભાઈ લાડાણી દ્વારા જણાવાયું છે કે ગયા વખત ધારાસભ્યની ચૂંટણીમાં અમે સારી એવી લીડ આપી હતી તેમજ સાંસદ ચૂંટણીમાં એના કરતાં મોટી લીડ આપી છે જ્યારે જે લોકો ખરેખર પાર્ટી વિરુદ્ધ કામ કર્યું એમને સજા મળવી જોઈએ ન કે નિર્દોષ વ્યક્તિ ને ત્યારે પાર્ટી દ્વારા નિષ્પક્ષ રીતે કામ કરવામાં આવે તેવી અમારી માગ છે
બાઈટ :- મગનભાઈ લાડાણી (મેનેજીંગ ટ્રસ્ટી અને સામાજિક આગેવાન -- માળીયા હાટીના)
બાઈટ :- અનિલભાઈ લાડાણી
(તાલુકા પંચાયત માળીયા હાટીના પ્રમુખ પતિ)
જ્યારે પાટીદાર સમાજના આગેવાનોની બેઠકમાં એક ગણગણાટ વધુ જોવા મળ્યો હતો જેમાં પાટીદાર સમાજે ભારતીય જનતા પક્ષ ને મોટું યોગદાન આપ્યું છતાં પાર્ટી દ્વારા ક્યાંય ને ક્યાંય પાટીદાર સમાજ ને અન્યાય થતો હોય અને માળીયા હાટીના તાલુકા ના પાટીદાર સમાજ ને સાઈડ લાઇન કરવામાં આવતો હોય જ્યારે આ બાબત ને લઈ અને હવે માળીયા હાટીના તાલુકા પાટીદાર સમાજ રાજકીય લેવલે કૈક નવા જૂની કરે તેવા એંધાણ દેખાય રહ્યા છે
ત્યારે બીજી તરફ પાટીદાર સમાજમાં મોટે ભાગે નારાજગી જોવા મળી રહી છે ત્યારે આજે ખોરાસા ગીર ગામે મળેલી બેઠકમાં સમાજ ને આગેવાનો દ્વારા સંબોધવામાં આવ્યા હતા ત્યારે હવે માળીયા હાટીના તાલુકા માં રાજકીય માહોલ ગરમાઈ તેવા એંધાણ સાથે નાવજુની ના એંધાણ વર્તાઈ રહિયા છે
જ્યારે બીજી તરફ પાર્ટી દ્વારા જે લેટર આપવામાં આવ્યો છે અને જેમાં પક્ષ વિરુદ્ધ ચૂંટણી દરમિયાન કામ કર્યા નો ઉલ્લેખ છે ત્યારે તે લેટર 25.04.24 નો છે ત્યારે આ લેટર ની તારીખ તરફ ડોક્યુ કરીયેતો એ તારીખ દરમિયાન આચાર સહિત હોય ત્યારે ચૂંટણી યોજવામાં પણ નહોતી આવી ત્યારે આ બાબતે પટેલ સમાજ ના આગેવાનોમાં તેમના સમાજ વિરુદ્ધ કિન્નખોરી થતી હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે આવી ઘણી બાબતો ને લઈ ને પાટીદાર સમાજ માં ભારે નારાજગી જોવામાં આવી રહી છે ત્યારે આવનારા દિવસોમાં કૈક નવા જૂની થશે એ નક્કી છે
રિપોર્ટ :- પરેશ વાઢીયા -જૂનાગઢ
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



