હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ભાવનગર જિલ્લામાં આ દ્રશ્ય જોઇ રહેલા લોકોએ કરી ચીસાચીસ ,પાણીના વહેણમાં કાર તણાઈ વાંચો ક્યાં થઇ મેઘમહેર રાજ્યના 90 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે .

Posted 2 years ago with 44 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ઉપરવાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા નદીમાં ભારે પુર આવતા કોઝવે પરથી પાણી વહી રહ્યા છે.

ભાવનગર જિલ્લામાં આ દ્રશ્ય જોઇ રહેલા લોકોએ કરી ચીસાચીસ ,પાણીના વહેણમાં કાર તણાઈ વાંચો ક્યાં થઇ મેઘમહેર રાજ્યના 90 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે .
1/1

ભાવનગર જિલ્લામાં આ દ્રશ્ય જોઇ રહેલા લોકોએ કરી ચીસાચીસ ,પાણીના વહેણમાં કાર તણાઈ વાંચો ક્યાં થઇ મેઘમહેર 

કોઝવે પરથી પસાર થતા પાણીમાં કાર તણાઇ

ઘોઘા તાલુકામાં મોરચંદ ગામ પાસે પાણીના વહેણમાં કાર તણાઈ 

કારમાં સવાર બે વ્યક્તિઓનો આબાદ બચાવ

ભાવનગરમાં ઘોઘા તાલુકામાં મોરચંદ ગામ પાસે કોઝવે પરથી પસાર થતા પાણીમાં કાર તણાઇ હતી. જેને પગલે દ્રશ્ય જોઇ રહેલા લોકોએ ચીસાચીસ કરી મુકી હતી. મળતી માહિતી પ્રમાણે કારમાં સવાર બે લોકોએ ધસમસતા પ્રવાહ વચ્ચેથી કાર પસાર કરવાની કોશિશ કરી હતી. પરંતુ કોઝવે પરથી ભારે પ્રવાહ વહેતો હતો . પાણીના વહેણમાં કાર તણાઈ હતી. 

જોકે કારમાં સવાર બંને લોકોએ સમય સુચકતા વાપરી ઉતરી જતા આબાદ બચાવ થયો. ગામલોકો દ્વારા પાણીન વહેણમાં તણાયેલી કારને પણ સલામત રેસ્ક્યુ કરી લેવામાં આવી છે. ઉપરવાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા નદીમાં ભારે પુર આવતા કોઝવે પરથી પાણી વહી રહ્યા છે. 

રાજ્યમાં મેઘરાજા મહેરબાન છે ત્યારે ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 90 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે . સુરત સીટી અને ગ્રામ્ય બન્નેમાં આજે વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો હતો.. સુરતના કામરેજમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આણંદના બોરસદમાં આજે મેઘરાજા મન મુકીને વરસ્યા હતા અને 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ઉપલેટામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અમરેલી જિલ્લાના ખાંભામાં લગભગ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. નવસારી જિલ્લાના જલાલપોરમાં અંદાજે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

રાજકોટમાં ફરી થઈ મેઘરાજાની મહેર 

રાજકોટમાં ધોધમાર વરસાદ ખાબક્યો  

રાજકોટમાં બે દિવસના વરાપ બાદ મેઘરાજાની પધરામણી 

શહેરીજનોને ઉકળાટમાંથી થયો આંશિક છુટકારો

રાજકોટમાં આજે મેઘરાજાએ ફરી એક વાર પધરામણી કરીને શહેરીજનોને ગરમી અને બફારામાંથી મુક્તિ અપાવી હતી શહેર સહીત આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ ખાબક્યો હતો. વરસાદ વરસતા રાજકોટ શહેરમાં ગરમીથી છુટકારો મેળવ્યો હતો. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે, ઉત્તરથી લઇને દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 

હવામાન વિભાગે પણ ગુજરાતમાં આગામી અઠવાડિયે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજે મેઘરાજા મહેરબાન છે ત્યારે ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 90 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે .

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન