હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, રાજનૈતિક

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં ગ્રામ પંચાયતોના સરપંચોના એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદન

Posted 2 years ago with 209 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: રિપોર્ટ :- પરેશ વાઢીયા (જૂનાગઢ) સરપંચો દ્વારા જણાવાયું હતું કે દરેક મંજુર થયેલ કામમાં એસ્ટીમેટ માં જણાવ્યા મુજબ કામ કરવા માટે માલ ની ખરીદી કરવામા આવે છે ત્યારે અમે તે માલ પર જી.એસ.ટી. ચુકવીએ છે

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં ગ્રામ પંચાયતોના સરપંચોના એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદન
1/3
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં ગ્રામ પંચાયતોના સરપંચોના એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદન
2/3
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં ગ્રામ પંચાયતોના સરપંચોના એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદન
3/3

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં ગ્રામ પંચાયતોના સરપંચોના એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદન

માળીયા તાલુકાના ગામડાના સરપંચોએ આજે સરપંચ એસોસિએશન દ્વારા એસોસિએશનના પ્રમુખ  કિશોરભાઈ દયાતરની આગેવાની માં તાલુકા વિકાસ અધિકારી  મિલન પવારને રૂબરૂ મળી આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે માળીયા હાટીના તાલુકામાં અત્યાર સુધી જે કોઈ વિકાસના કામો થતા તે કામોના બીલમા જી.એસ.ટી. લગાવ્યા વગર એટલે કે જી.એસ.ટી.ની રકમ કાપ્યા વગર જ થયેલ કામોના બીલ મંજુર કરવામાં આવતા હતા

બાઈટ :- ભયલું ભાઈ સોલંકી

સરપંચ અમરાપુર ગ્રામ પંચાયત

પરંતુ ગત તા:૧૪/૦૩/૨૦૨૪ પછીથી તમામ કામોના બીલમાં ૧૮ % લેખે જી.એસ.ટી.ની રકમ બાદ કરવામાં આવે છે અને પછી થયેલ કામોના બીલ મંજુર કરવામા આવે છે. જેની સામે માળીયા હાટીના તાલુકાના તમામ ગામ ના સરપંચશ્રીઓ એ વિરોધ દર્શાવ્યો હતો

સરપંચો દ્વારા જણાવાયું હતું કે દરેક મંજુર થયેલ કામમાં એસ્ટીમેટ માં જણાવ્યા મુજબ કામ કરવા માટે માલ ની ખરીદી કરવામા આવે છે ત્યારે અમે તે માલ પર જી.એસ.ટી. ચુકવીએ છે, તેમ છતા કરવામાં આવેલ કામના બીલ તાલુકામાં મંજુર કરતી વખતે ફરીથી બીલના ૧૮ % લેખે થતી રકમ માંથી ફરી વખત જી.એસ.ટી. વસુલ કરવા માટે બીલમાથી કપાત કરવામા આવે છે, એટલે કે કોઈપણ કામ માટે ૨(બે) વખત જી.એસ.ટી. વસુલ કરવામાં આવે છે. કોઈપણ કામમા ર(બે) વખત જી.એસ.ટી. વસુલ કરવા માટે સરકારશ્રીની કોઈ જોગવાઈ કે યોજના નથી, તેમ છતા માળીયા હાટીના તાલુકામા તા: ૧૪/૦૩/૨૦૨૪ પછી થી કામ માટે ખરીદ કરેલ માલ પર ૧૮% જી.એસ. ટી. ચુકવવા છતા બીલમાથી પણ જી.એસ.ટી.ની રકમ સીધી જ કાપવામાં આવે છે.

ત્યારે દરેક કામમા ૨(બે) વખત જી.એસ.ટી. ની રકમ ભરપાઈ કરવાથી થતા કામની લાગત વધારે આવે છે, જેનાથી કામ નબળા થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી, જેનાથી વિકાસ ના કર્યો યોગ્ય ન થતા ગામડા ની પ્રજાને અમો ગામના પદાધીકારીઓ પ્રત્યે અસંતોષ થાય છે.જેથી આવા નિયમો રદ કરવામાં આવે તેવી માંગ કરી હતી

રિપોર્ટ :- પરેશ વાઢીયા (જૂનાગઢ)

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન