હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, વેપાર

મહારાષ્ટ્રમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થયું ડિઝલ પરનો ટેક્સ 24 ટકાથી ઘટાડીને 21 ટકા અને પેટ્રોલ પરનો ટેક્સ 26 ટકાથી ઘટાડી 25 ટકા કરવામાં આવશે

Posted 2 years ago with 118 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: મહારાષ્ટ્રની સરકારે મોંઘવારીના મોરચે લડી રહેલી પ્રજાને મોટી રાહત આપી

મહારાષ્ટ્રમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થયું ડિઝલ પરનો ટેક્સ 24 ટકાથી ઘટાડીને 21 ટકા અને પેટ્રોલ પરનો ટેક્સ 26 ટકાથી ઘટાડી 25 ટકા કરવામાં આવશે
1/2
મહારાષ્ટ્રમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થયું ડિઝલ પરનો ટેક્સ 24 ટકાથી ઘટાડીને 21 ટકા અને પેટ્રોલ પરનો ટેક્સ 26 ટકાથી ઘટાડી 25 ટકા કરવામાં આવશે
2/2

મહારાષ્ટ્રમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થયું ડિઝલ પરનો ટેક્સ 24 ટકાથી ઘટાડીને 21 ટકા અને પેટ્રોલ પરનો ટેક્સ 26 ટકાથી ઘટાડી 25 ટકા કરવામાં આવશે

મહારાષ્ટ્રની સરકારે મોંઘવારીના મોરચે લડી રહેલી પ્રજાને મોટી રાહત આપી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું છે કે, મુંબઈ રીઝનમાં ડિઝલ પરનો ટેક્સ 24 ટકાથી ઘટાડીને 21 ટકા અને પેટ્રોલ પરનો ટેક્સ 26 ટકાથી ઘટાડી 25 ટકા કરવામાં આવશે. આનો અમલ થયા બાદ પ્રતિ લિટર ડિઝલની કિંમતમાં બે રૂપિયાનો ઘટાડો અને પ્રતિ લિટર પેટ્રોલની કિંમતમાં 65 પૈસાનો ઘટાડો થશે.મુંબઈમાં પેટ્રોલ-ડિઝલની વર્તમાન કિંમત (Petrol Diesel Rates)ની વાત કરીએ તો, અહીં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા છે અને ડિઝલની કિંમત 92.15 રૂપિયા છે. 

નવી રાહત મળ્યા બાદ પેટ્રોલનો ભાવ 103.66 રૂપિયા અને ડિઝલનો ભાવ 90.08 રૂપિયા પર થઈ જશે.મહારાષ્ટ્ર સરકારે એક કલ્યાણકારી યોજના અંગે પણ મહત્વની જાહેરાત કરી છે. આ અંગે નાણાં મંત્રીએ કહ્યું કે, ‘પાંચ સભ્યોના પાત્ર પરિવારને મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના (Mukhyamantri Annapurna Yojana) હેઠળ દર વર્ષે ત્રણ રસોઈ ગેસ સિલિન્ડર (Cooking Gas Cylinder) ફ્રી અપાશે.’ ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રી અજિત પવારે (Ajit Pawar) શુક્રવારે વિધાનસભામાં રાજ્યનું વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં મહિલાઓને માસિક રૂ.1500 આપવાની યોજના જાહેર કરાઈ છે. 

આ ભથ્થું 21થી 60 વર્ષની વયની મહિલાઓને મળશે.રાજ્યમાં નાણાં મંત્રાલયનો કાર્યભાર સંભાળી રહેલા અજિત પવારે બજેટ ભાષણમાં કહ્યું કે, “રાજ્યમાં જુલાઈ મહિનામાં ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિન યોજના (Mukhyamantri Majhi Ladki Bahin Yojana)’ શરૂ કરાશે અને આ યોજના માટે વાર્ષિક 46 હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવાશે.” આ ઉપરાંત પવારે રાજ્યના 44 લાખ ખેડૂતોના વીજ બિલના લેણાં માફ કરવાની પણ જાહેરાત કરી હતી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન