સમાચાર સારાંશ: સ્ફૂર્તિ 10’ સિરીઝ પરના આર્ટ શૉમાં ભારતની પ્રાચીન અને સમૃદ્ધ કલા પિંછવાઈ અને મિનિએચર આર્ટ પ્રસ્તુત કરવામાં આવી
અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમાં પિછવાઈ કલાનું પ્રદર્શન યોજાયું છે .
સ્ફૂર્તિ 10’ સિરીઝ પરના આર્ટ શૉમાં ભારતની પ્રાચીન અને સમૃદ્ધ કલા પિંછવાઈ અને મિનિએચર આર્ટ ડિસપ્લે કરાઈ છે. આ આર્ટ એક્ઝિબિશનમાં 12 જેટલા આર્ટિસ્ટે પોતાના આર્ટ વર્ક રજૂ કર્યા છે.

"પિછવાઈ: ભગવાન શ્રીનાથજીની લીલાઓને કંડારતી અદભૂત કલા"
અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમાં પ્રદર્શન યોજાયું
પિછવાઈ નાથદ્વારાની 400 વર્ષ જૂની પરંપરાગત કલા છે
ભગવાન કૃષ્ણની ધાર્મિક વાર્તાઓ ચિત્રકલામાં રજુ કરાઈ
પુષ્ટિમાર્ગીય ભક્તિ સંપ્રદાયના હિન્દુ મંદિરોમાં જોવા મળે છે
ભગવાન શ્રીનાથજીના વિવિધ સ્વરૂપો પિછવાઈ કલામાં જોવા મળે
આ પ્રદર્શનમાં ઉદયપુરના અરવિંદ શર્મા સહિત ફાલ્ગુની દલાલ, હેમાક્ષી શાહ, હેતલ શાહ, લક્ષિતા ચોક્સીવાલા, મિનલ શાહ, મોનિકા કડીવાલા, નેહા પટેલ, રૂચિતા પટેલ, સંગીતા શાહ અને સ્વાતિ પરીખ જેવા પ્રતિભાશાળી કલાકારોએ કૃતિઓ પ્રદર્શિત કરી છે.
આર્ટ શૉ અંગે વાત કરતાં ક્યુરેટર વિનય પંડ્યાએ જણાવ્યું કે, ‘પિંછવાઈ અને મિનિએચર કલા સદીઓ જૂની પરંપરા છે. આ કલામાં સુતરાઉ કાપડ પર વનસ્પતીજન્ય કુદરતી રંગોનો ઉપયોગ કરીને અદભૂત ચિત્રો તૈયાર કરવામાં આવે છે. આ પ્રદર્શનમાં મુખ્યત્વે રાધા-કૃષ્ણ અને શ્રીનાથજીના જીવનના વિવિધ પ્રસંગોને જીવંત કરવામાં આવ્યા છે. કલાકારોએ મહેલ, ઝરૂખા, બગીચા, તળાવ, કમળ, ગાય, ચંદ્ર, મોર જેવા તત્ત્વો બનાવ્યાં છે.
જેને કાપડ પર વિવિધ કલાકારો દ્વારા કંડારવામાં આવે છે જેને "પિછવાઈ" તરીકે ઓળખવામાં આવે છે.આ એક પ્રકારની ચિત્રકલા છે જેનો ઉદભવ રાજસ્થાનના નાથદ્વારામાં થયેલ છે.નાથદ્વારાના સ્થાનિક કલાકારોએ ભગવાન કૃષ્ણની ધાર્મિક વાર્તાઓ અને કથાઓમાંથી પ્રેરણા લીધી,જેના કારણે પિછવાઈ ચિત્રોનો જન્મ થયો.“પિછવાઈ”નો શાબ્દિક અર્થ થાય છે 'જે પાછળથી લટકે છે' સંસ્કૃત શબ્દોમાંથી "પિછ"નો અર્થ થાય છે પીઠ અને "વાઈ" એટલે લટકાવવું. પિછવાઈ સામાન્ય રીતે પુષ્ટિમાર્ગીય ભક્તિ સંપ્રદાયના હિન્દુ મંદિરોમાં શ્રીનાથજીની મૂર્તિની પાછળ લટકાવવામાં આવે છે, જે કૃષ્ણના સ્થાનિક સ્વરૂપ અને તેમની લીલાઓનું દર્શન કરાવે છે.પેઇન્ટિંગમાં ઓર્ગેનિક કલર તેમજ અન્ય જુદા-જુદા પ્લાન્ટના પાંદડાના રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ચિત્રોમાં સનાતન ધર્મ એટલે કે વૈષ્ણવ સંપ્રદાયના ભગવાન શ્રીનાથજીના વિવિધ રૂપો જેવા કે શ્રીનાથજીની બાલ્ય અવસ્થા જેમાં તેમને નવડાવવા, ખવડાવવા, પારણે ઝુલાવવા જેવી લીલાઓને સુંદર રીતે કંડારવામાં આવે છે.
ચિત્રકારોનું કહેવું છે કે આ ચિત્રોનું પ્રોફેશનલ માર્કેટિંગ કરી પ્રદર્શન હાઉસમાં મૂકી તેનું યોગ્ય કોમર્શિયલાઈઝ કરવામાં આવે તો આ સેક્ટરને ડેવલપ કરીશું તો રેવન્યુ વધશે તેમજ વેલ્યુ એડેડ પ્રોડક્ટ બનશે અને રોજગારલક્ષી સેક્ટર બની શકે છે સાથે-સાથે સનાતન ધર્મનો પ્રચાર પણ થઇ શકે અને લોકો સુધી તેની સમજ પણ પહોંચી શકે તેમ છે. સરકારે આ કલા સંસ્કૃતિ તેમજ કલાકારોને પ્રોત્સાહન મળે તે માટે દેશમાં માર્કેટિંગ સેન્ટરો તેમજ આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શન જેવા કાર્યક્રમોનું આયોજન કરી તેમની આ કલાને વેચાણ અર્થે મૂકી તેમને પ્રોત્સાહિત કરી આ સેક્ટરને શક્ય તમામ મદદ કરવી જોઈએ.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



