હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત

PM મોદીએ મને માફ કરી; પ્રધાનમંત્રીને અપશબ્દ કહેનારી છોકરીનો નવો વીડિયો આવ્યો સામે

Posted 1 month ago with 27 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: પીએમ મોદીએ મને માફ કરી તો હું રડવા લાગી હતી, કારણ કે જે માણસ વિશે મેં આટલા ખરાબ અપશબ્દો કહ્યા હતા, તેમણે જ મને માફ કરી દીધી

PM મોદીએ મને માફ કરી; પ્રધાનમંત્રીને અપશબ્દ કહેનારી છોકરીનો નવો વીડિયો આવ્યો સામે
1/1

PM મોદીએ મને માફ કરી; પ્રધાનમંત્રીને અપશબ્દ કહેનારી છોકરીનો નવો વીડિયો આવ્યો સામે 

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આપત્તિજનક ટિપ્પણી કરનારી 15 વર્ષની છોકરીનો એક નવો વિડીયો સામે આવ્યો છે. આ નવા વિડીયોમાં તે કહેતી સંભળાઈ રહી છે કે, 'હું ખૂબ ખુશ છું' કે પીએમ મોદીએ મને માફ કરી દીધી. આ મારા માટે ખૂબ મોટી વાત છે.

વિડીયોમાં છોકરી આગળ કહે છે કે એક રીતે આ મને બીજું જીવન મળ્યું છે. મેં એટલી મોટી ભૂલ કરી હતી કે મેં બિલકુલ પણ વિચાર્યું નહોતું કે મને માફી મળશે. એક ક્ષણ માટે મને લાગ્યું હતું કે જાણે કે મારું સર્વસ્વ પૂરું થઈ ગયું છે. પરંતુ પીએમ મોદીએ મને તુરંત માફ કરી દીધી.

તેણે જણાવ્યું કે પીએમ મોદીએ મને માફ કરી તો હું રડવા લાગી હતી, કારણ કે જે માણસ વિશે મેં આટલા ખરાબ અપશબ્દો કહ્યા હતા, તેમણે જ મને માફ કરી દીધી. તેણે એ પણ કહ્યું કે મેં ખૂબ ખરાબ શબ્દો કહ્યા હતા, મને માફ કરી દેવી એ મારા માટે ખૂબ મોટી વાત છે.

સમગ્ર દેશના લોકો પાસે માંગી હતી માફી

આ પહેલાં પણ છોકરીએ એક વિડીયો જાહેર કર્યો હતો. આ વિડીયોમાં તે સમગ્ર દેશના લોકો પાસે માફી માંગતી જોવા મળી રહી હતી. તેણે આ વિડીયોમાં કહ્યું હતું કે 'હું ખૂબ શરમ અનુભવી રહી છું', હું નજર ઊંચી કરીને વાત પણ નથી કરી શકતી. સાથે જ તેણે પોતાની ઉંમરનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે 'હું માત્ર 15 વર્ષની છું', કારણ કે નોઇડા પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઇઆર (FIR)માં તેની ઉંમર 25 વર્ષ બતાવવામાં આવી હતી. ખાસ વાત એ છે કે છોકરીને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે સમગ્ર દેશ સામે હાથ જોડીને માફી માંગી છે.

CJPના પ્રદર્શનમાં કહ્યા હતા અપશબ્દો

પોલીસના જણાવ્યા અનુસાર, 23 જુલાઈ 2026ના રોજ દિલ્હીના જંતર-મંતર પર થયેલા કૉકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન દરમિયાન છોકરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અશોભનીય અને અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ ઘટનાની ફરિયાદ ગાઝિયાબાદના ઈંદિરાપુરમના નિવાસી સુપ્રીમ કોર્ટના વકીલ સ્મૃતિ સિંહે દિલ્હીમાં નોંધાવી હતી, જેના આધારે નોઈડા પોલીસે કાર્યવાહી શરૂ કરી.

ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે યુવતીના આ કૃત્યથી વડાપ્રધાનના બંધારણીય પદની ગરિમાને ઠેસ પહોંચી છે. આ નિવેદન જાણી જોઇને વિદ્વેષ ફેલાવવા, સાંપ્રદાયિક કે સામાજિક તણાવ ઊભો કરવા અને લોક શાંતિનો ભંગ કરવાના હેતુથી આપવામાં આવ્યું હતું.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

કચ્છ જિલ્લામાં ૪૮ કલાકમાં મોસમનો ૨૭ ટકા વરસાદ ખાબકતાં સરેરાશ ૫૬ ટકાને પાર કારાઘોઘા ડેમ છલકાયો

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

કચ્છ જિલ્લામાં ૪૮ કલાકમાં મોસમનો ૨૭ ટકા વરસાદ ખાબકતાં સરેરાશ ૫૬ ટકાને પાર કારાઘોઘા ડેમ છલકાયો

ધર્મ, ઇતિહાસ

મહાન ઋષિઓ અને આપણાં પ્રતાપી પૂર્વજોનું સ્મરણ કરવાનો દિવસ એટલે ઋષિપાંચમ.

ગુજરાત, સામાજીક, રમત-ગમત

વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળામાં આ વર્ષે પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ‘ગ્રામીણ ઓલિમ્પિક’નું આયોજન