હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ગુજરાત, રાજનૈતિક

PMએ કહ્યું કેમ છો બધા મજામાં ?PMમોદીની ગુજરાતને 8,000 કરોડના વિકાસકાર્યોની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે

Posted 1 year ago with 134 views

Story by Team Samachar Sathe | 5 mins read

સમાચાર સારાંશ: દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલનું વર્ચુઅલ ઉદઘાટન કર્યું

PMએ કહ્યું કેમ છો બધા મજામાં ?PMમોદીની ગુજરાતને 8,000 કરોડના વિકાસકાર્યોની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે
1/4
PMએ કહ્યું કેમ છો બધા મજામાં ?PMમોદીની ગુજરાતને 8,000 કરોડના વિકાસકાર્યોની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે
2/4
PMએ કહ્યું કેમ છો બધા મજામાં ?PMમોદીની ગુજરાતને 8,000 કરોડના વિકાસકાર્યોની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે
3/4
PMએ કહ્યું કેમ છો બધા મજામાં ?PMમોદીની ગુજરાતને 8,000 કરોડના વિકાસકાર્યોની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે
4/4

PMએ કહ્યું કેમ છો બધા મજામાં ?PMમોદીની ગુજરાતને 8,000 કરોડના વિકાસકાર્યોની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે

દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલનું વર્ચુઅલ ઉદઘાટન કર્યું

PMએ કહ્યું કેમ છો બધા મજામાં ?PMમોદીની ગુજરાતને 8,000 કરોડના વિકાસકાર્યોની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે

પીએમએ કહ્યું તમે આશીર્વાદ આપવા માટે આવ્યા તે મારું સૌભાગ્ય

PM મોદીએ ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે ત્યારે તબક્કાવાર એક પછી લોકાર્પણના કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ હવે GMDC ગ્રાઉન્ડ ખાતે સન્માન સમારોહમાં પહોંચ્યા હતા . જીએમડીસીમાં ખુલ્લી જીપમાં બેસીને વડાપ્રધાને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને સ્ટેજ સુધી પહોંચ્યા હતા. 

આ દરમિયાન તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ સાથે હતા. આ દરમિયાન લોકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. જીએમડીસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સન્માન યોજવામાં આવ્યું હતું. 

પીએમ મોદીએ અમદાવાદના જીએમડીસી ખાતેથી બટન દબાવીને ગુજરાતને 8,000 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી. સિંગલ વિંડો આઇએફસીએ સિસ્ટમ લોન્ચ કરી હતી. ત્યારબાદ વડાપ્રધાને પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને આવાસ યોજનાના મકાનોની ચાવી આપી હતી. 

દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલનું વર્ચુઅલ ઉદઘાટન કર્યું હતું. બીજી તરફ રેલવેએ વંદે મેટ્રોનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કરી દીધું છે. દેશની આ પહેલી નમો ભારત રેપિડ રેલ ભુજથી અમદાવાદની વચ્ચે દોડશે. આ ટ્રેન પાંચ કલાક અને 45 મિનિટમાં અમદાવાદ અને ભુજ વચ્ચેનું અંતર કાપશે, જેની વચ્ચે નવ સ્ટેશન પર આ ટ્રેન રોકાશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસના કાર્યો દેશવાસીઓ અને ગુજરાતીઓને શુભેચ્છા પાઠવી છે. ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતમાં પહેલી અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઇ છે. જેમાં આપણે ઘણાં સ્વજનોને ગુમાવ્યા છે. ત્રીજીવાર પ્રધાનમંત્રીના રૂપમાં શપથ લીધા બાદ પહેલીવાર ગુજરાત આવ્યો છે, ગુજરાત મારી જન્મભૂમિ છે. ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે. તમે લોકોએ હંમેશા મારી ઉપર તમારો પ્રેમ વરસાવ્યો છે. પુત્ર જ્યારે પોતાના ઘરે આવે છે, ઘરે આવીને જ્યારે સ્વજનોના આશીર્વાદ લે છે ત્યારે તેને નવી ઉર્જા મળે છે. તેનો ઉત્સાહ અને જોશ વધી જાય છે. આટલી મોટી સંખ્યામાં તમે આશીર્વાદ આપવા માટે આવ્યા તે મારું સૌભાગ્ય છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સૂર્ય ઊર્જાનું મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાત ગ્રીન હાઇડ્રોજન હબ બને તે માટે ઊર્જા સંગ્રહ માટે રાજ્યમાં 50 જગ્યા નક્કી કરવામાં આવી છે. તે અંતર્ગત ભારત આગામી સમયમાં 31 હજાર મેગા વોટ ઊર્જાનું ઉત્પાદન કરશે. ગુજરાતની ધરતી પર શ્વેત ક્રાંતિનો ઉદય થયો હતો. હવે ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે, જેણે ભારતમાં પહેલી સોલાર પોલિસી ઘડી. દેશમાં સૂર્ય ઊર્જાની વાત પણ નહોતી થતી, ત્યારે ગુજરાતમાં સેંકડો સોલર પ્લાન્ટ લાગી ચૂક્યા હતા. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત દરમિયાન સોમવારે સવારે સૌ પ્રથમ સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરની મુલાકાત લીધી હતી. બાદમાં તેમણે મહાત્મા મંદિરમાં રિ-ઈન્વેસ્ટ સમિટનું ઉદઘાટન કર્યું હતું. 

એક પછી એક કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેમણે ગાંધીનગર સેક્ટર-1માં મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ગાંધીનગરના સેક્ટર-1 સ્ટેશનથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2ના 20.8 કિલોમીટરની લંબાઈ ધરાવતા કોરિડોરનું ઉદ્દઘાટન કરી લીલીઝંડી આપી હતી. આ દરમિયાન તેમણે સેક્ટર 1ના મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરી હતી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.