હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
દુનિયા, ભારત, ટેકનોલોજી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝ વડોદરા વિમાની મથકથી ટાટાએરક્રાફ્ટના કાર્યક્રમ સ્થળ સુધી ખુલ્લી જીપમાં ભવ્ય રોડ શો યોજાયો

Posted 1 year ago with 44 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: બંને પ્રધાનમંત્રી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેટલીક જગ્યાએ તો ભારતીય સંસ્કૃતિ મુજબ બોલ નગારા ત્રાસા તેમજ ગરબા નું આયોજન કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝ વડોદરા વિમાની મથકથી ટાટાએરક્રાફ્ટના કાર્યક્રમ સ્થળ સુધી ખુલ્લી જીપમાં ભવ્ય રોડ શો યોજાયો
1/2
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝ વડોદરા વિમાની મથકથી ટાટાએરક્રાફ્ટના કાર્યક્રમ સ્થળ સુધી ખુલ્લી જીપમાં ભવ્ય રોડ શો યોજાયો
2/2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝ વડોદરા વિમાની મથકથી ટાટાએરક્રાફ્ટના કાર્યક્રમ સ્થળ સુધી ખુલ્લી જીપમાં ભવ્ય રોડ શો યોજાયો 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝ વડોદરા વિમાની મથકથી ટાટાએરક્રાફ્ટના કાર્યક્રમ સ્થળ સુધી ખુલ્લી જીપમાં રોડ શો કરવામાં આવ્યો હતો.(PM Modi and Spain PM Road Show in Vadodara) તેઓનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરામાં ટાટા એરક્રાફ્ટના ઉદ્ઘાટન પૂર્વે વડોદરા એરપોર્ટ વિમાની મથકથી કાર્યક્રમના સ્થળ સુધી બંને પ્રધાનમંત્રી ખુલ્લી જીપમાં રોડ શો કર્યો હતો, 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝ વડોદરા વિમાની મથકથી ટાટાએરક્રાફ્ટના કાર્યક્રમ સ્થળ સુધી ખુલ્લી જીપમાં ભવ્ય રોડ શો યોજાયો

આ દરમિયાન રસ્તામાં ઠેર ઠેર બંને પ્રધાનમંત્રી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેટલીક જગ્યાએ તો ભારતીય સંસ્કૃતિ મુજબ બોલ નગારા ત્રાસા તેમજ ગરબા નું આયોજન કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (28 ઓક્ટોબરે) વડોદરામાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસ ખાતે C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરશે.C295 એરક્રાફ્ટ એક લશ્કરી વિમાન છે, જેનું ઉત્પાદન ભારતના એરોસ્પેસ ઉદ્યોગને મજબૂત બનાવશે અને દેશને આત્મનિર્ભરતાની દિશામાં લઈ જશે. 

24 સપ્ટેમ્બર, 2021ના રોજ ભારતીય સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના (IAF) માટે 56 C295 મીડિયમ ટેક્ટિકલ લિફ્ટ એરક્રાફ્ટની ખરીદી માટે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ, સ્પેન સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. 

આ કરાર અનુસાર, ટાટા એડવાન્સ સિસ્ટમ્સ (TASL, TCS સાથે ટાટા કન્સોર્ટિયમમાં લીડ તરીકે કામ કરે છે) MoD/IAF માટે એક ભારતીય એરક્રાફ્ટ કોન્ટ્રાક્ટર (IAC) છે અને તે ભારતમાં 56 એરક્રાફ્ટમાંથી 40નું નિર્માણ અને વિતરણ કરશે. પ્રથમ 16 એરક્રાફ્ટ સ્પેનમાં એરબસ દ્વારા બનાવવામાં આવશે અને ફ્લાય-અવે તરીકે IAFને સપ્લાય કરવામાં આવશે. આમાંથી પહેલા 6 એરક્રાફ્ટ IAFને સોંપી દેવામાં આવ્યા છે.મળતી માહિતી અનુસાર પેડ્રો સાન્સેઝ અને તેમના પત્નીને શાહી ભોજનમાં ખાસ કરીને ચટાકેદાર ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે. 

ભોજનમાં સ્ટાર્ટરમાં મિક્સ ફ્રુટ સલાડ, વેજ સલાડ, સ્પાઈસી કર્ડ (મસાલા દહીં)જેવી વાનગીઓ મેઇન કોર્સમાં ઢોકળા, હાંડવી, ભજીયા, કચોરી, પુરી-રોટલી, ખીચડી-કઢી, રિંગણ-વટાણનું શાક, ટીંડોળા-કાજુનુ શાક, ભીંડીના રવૈયા, છાસ અને વિવિધ પ્રકારની ચટણીઓ પીરસવામાં આવશે. મીઠાઈમાં મગનીદાળનો હલવો, પુરણપોળી, બાસુંદી, રબડી પીરસવામાં આવશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.