હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, રાજનૈતિક

ગુજરાતમાં ત્રણદિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીએ તેમની સરકારના ત્રીજા કાર્યકાળની કરી વાત ગુજરાતની ધરતી પર શ્વેત ક્રાંતિનો ઉદય થયો હતો

Posted 1 year ago with 50 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: સૌર ઊર્જાનું મહત્ત્વ સમજાવતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ‘2030 સુધી રિન્યુએબલ એનર્જી પાર પાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે

ગુજરાતમાં ત્રણદિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીએ તેમની સરકારના ત્રીજા કાર્યકાળની કરી વાત ગુજરાતની ધરતી પર શ્વેત ક્રાંતિનો ઉદય થયો હતો
1/1

ગુજરાતમાં ત્રણદિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીએ તેમની સરકારના ત્રીજા કાર્યકાળની કરી વાત ગુજરાતની ધરતી પર શ્વેત ક્રાંતિનો ઉદય થયો હતો

PM Narendra Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સૂર્ય ઊર્જાનું મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાત ગ્રીન હાઇડ્રોજન હબ બને તે માટે ઊર્જા સંગ્રહ માટે રાજ્યમાં 50 જગ્યા નક્કી કરવામાં આવી છે. તે અંતર્ગત ભારત આગામી સમયમાં 31 હજાર મેગા વોટ ઊર્જાનું ઉત્પાદન કરશે. 

ગુજરાતમાં ત્રણદિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીએ તેમની સરકારના ત્રીજા કાર્યકાળની કરી વાત ગુજરાતની ધરતી પર શ્વેત ક્રાંતિનો ઉદય થયો હતો

ગુજરાતની ધરતી પર શ્વેત ક્રાંતિનો ઉદય થયો હતો. હવે ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે, જેણે ભારતમાં પહેલી સોલાર પોલિસી ઘડી. દેશમાં સૂર્ય ઊર્જાની વાત પણ નહોતી થતી, ત્યારે ગુજરાતમાં સેંકડો સોલર પ્લાન્ટ લાગી ચૂક્યા હતા. 

સૌર ઊર્જાનું મહત્ત્વ સમજાવતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ‘2030 સુધી રિન્યુએબલ એનર્જી પાર પાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. પીએમ સૂર્ય ઘર વીજળી યોજનાનો અભ્યાસ કરવો જોઇએ. આ યોજના થકી ભારતનું દરેક ઘર પાવર પ્રોડ્યુસર બનવા જઇ રહ્યું છે. 3 લાખથી વધુ ઘરમાં આ યોજના થકી સોલાર ઇન્સ્ટોલેશનનું કામ પૂરૂં થઇ ગયું છે. એક નાનકડો પરિવાર સરેરાશ 250 યુનિટની વીજળીની ખપત કરે છે, જે હવે 25 હજાર રૂપિયા બચત કરશે. ગ્રીન જોબની તકો ઘણી ઝડપથી વધશે, વેન્ડરોની જરૂર પડશે. આ યોજના થકી 20 લાખ રોજગારીનું સર્જન થશે.

આ યોજના થકી બચતનું મહત્ત્વ સમજાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ઘરમાં દીકરીનો જન્મ થાય, ત્યારે આ રકમ પીએફ ખાતામાં મૂકી શકાશે. દીકરી 20 વર્ષની થાય ત્યારે આ નાની રકમ રૂ. 10-12 લાખ જેટલી થઇ ગઇ હશે અને દીકરીના ભવિષ્ય માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.’

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ તેમની સરકારના ત્રીજા કાર્યકાળની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘60 વર્ષ પછી પહેલીવાર કોઈ સરકાર ત્રીજી વાર ચૂંટાઇ છે. 140 કરોડ ભારતીયો દેશને વિશ્વના ટોપ થ્રી ઇકોનોમીમાં પહોંચાડવાના સંકલ્પ સાથે કામ કરે છે. આ ઇવેન્ટ પણ એક એક્શન પ્લાન છે. અહીં આગામી 3 દિવસ સુધી એનર્જીના ફ્યુચર, ટેકનોલોજી અને પોલિસી પર ગંભીર ચર્ચા થશે. 

ભારતના ઝડપી વિકાસ માટે અમે દરેક સેક્ટર અને ફેક્ટર તપાસ્યા છે. અમે આગામી ત્રણ વર્ષમાં 7 કરોડ ઘર બનાવવાનું પણ લક્ષ્ય રાખ્યું છે. ગ્રીન એનર્જી માટે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે, જેમાં ભારત આગામી સમયમાં 31 હજાર મેગા વોટ પાવરનું ઉત્પાદન કરશે. પહેલા જ 100 દિવસમાં અમે અમારું વિઝન સાબિત કરી દીધું હતું. અમે શરૂઆતના દિવસોમાં જ અનેક હાઈસ્પિડ કોરિડોરને પણ મંજૂરી આપી દીધી છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.