સમાચાર સારાંશ: સોસાયટીમાં અસામાજિક તત્વોના એક ટોળાએ હાથમાં તલવાર, પથ્થર અને અન્ય ઘાતક હથિયાર સાથે સોસાયટીમાં ઘૂસીને ધમાલ મચાવી હતી
AHMEDABAD CRIME CHANAKYPURI અમદાવાદમાં આતંક મચાવનાર બન્યા જાહેરમાં મુર્ઘા અસામાજિક તત્વોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન શિવમ આર્કેડ સોસાયટીમાં મચાવ્યો હતો આતંક પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું કરાવ્યું રિકન્સ્ટ્રક્શન અસામાજિક તત્વોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના શિવમ આર્કેડ સોસાયટીમાં હથિયારધારી અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો હોવાની ઘટના બની છે. સોસાયટીમાં અસામાજિક તત્વોના એક ટોળાએ હાથમાં તલવાર, પથ્થર અને અન્ય ઘાતક હથિયાર સાથે સોસાયટીમાં ઘૂસીને ધમાલ મચાવી હતી. શહેરના ચાણક્યપુરીમાં આવેલી શિવમ આર્કેડ સોસાયટીમાં ગુંડાતત્વોએ રવિવારે આતંક મચાવ્યો હતો.
તલવારો, લાકડીઓ લઇને પહોંચેલા ગુંડાતત્વોએ નાગરિકોને ડરાવ્યા હતા. દારૂની પાર્ટી રોકવાના કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું .
આ તમામ આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવીને સોસાઈટીમાં મુરઘા બનાવ્યા હતા. આ આરોપીમાં અર્જુન ગણેશ સોલંકી , અક્ષય ગોવિંદ ઠાકોર, સંજય ભરત ઠાકોર તથા અન્ય એક સગીરની ધરપકડ કરાઈ હતી .
તમામ આરોપીઓને અમદાવાદ પોલીસે સ્થળ પર લઇ જઈને રહીશોમાં જે ખૌફ અને ડરનો માહોલ સર્જાયો હતો તે દુર કર્યો અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને જો કોઈ ચેલેન્જ આપશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો સંદેશ પણ આપ્યો.
Terrorists open fire in Ahmedabad
Police to crack down on anti-social elements
Attack on Shivam Arcade Society
Police have arrested the accused and initiated a probe into the incident
Police to crack down on anti-social elements
The incident took place at Shivam Arcade Society in Chanakyapuri area of Ahmedabad. A mob of anti-social elements entered the society with swords, stones and other lethal weapons in their hands. Miscreants struck at Shivam Arcade society in Chanakyapuri on Sunday. The goons carrying swords and sticks terrorised the citizens. The attack was carried out due to stopping of a liquor party.
Police have arrested five accused in the case. The incident was also re-constructed with the accused. All the accused were arrested by the police and sent to judicial custody. The accused have been identified as Arjun Ganesh Solanki, Akshay Govind Thakor, Sanjay Bharat Thakor and a minor.
All the accused were taken to the spot by the Ahmedabad police and the fear and fear created among the residents was removed and a message was also given that strict action will be taken if anyone challenges the law and order in Gujarat.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



