હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, ચુંટણી ૨૦૨૪

રાજકીય પક્ષો ચિંતામાં મુકાયા . કાળઝાળ ગરમી, ઉનાળુ વેકેશન અને સળંગ ત્રણ રજાઓનો સંજોગ સર્જાતાં નેતાઓ ચિંતાગ્રસ્ત બન્યા

Posted 2 years ago with 130 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: જોકે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે. જેને લઈ હવે રાજકીય પક્ષો ચિંતામાં મુકાયા છે. આ સાથે એક બાજુ કાળઝાળ ગરમી, ઉનાળુ વેકેશન અને સળંગ ત્રણ રજાઓનો સંજોગ સર્જાતાં નેતાઓ પણ ચિંતાગ્રસ્ત બન્યા છે.

રાજકીય પક્ષો ચિંતામાં મુકાયા .  કાળઝાળ ગરમી, ઉનાળુ વેકેશન અને સળંગ ત્રણ રજાઓનો સંજોગ સર્જાતાં નેતાઓ  ચિંતાગ્રસ્ત બન્યા
1/4
રાજકીય પક્ષો ચિંતામાં મુકાયા .  કાળઝાળ ગરમી, ઉનાળુ વેકેશન અને સળંગ ત્રણ રજાઓનો સંજોગ સર્જાતાં નેતાઓ  ચિંતાગ્રસ્ત બન્યા
2/4
રાજકીય પક્ષો ચિંતામાં મુકાયા .  કાળઝાળ ગરમી, ઉનાળુ વેકેશન અને સળંગ ત્રણ રજાઓનો સંજોગ સર્જાતાં નેતાઓ  ચિંતાગ્રસ્ત બન્યા
3/4
રાજકીય પક્ષો ચિંતામાં મુકાયા .  કાળઝાળ ગરમી, ઉનાળુ વેકેશન અને સળંગ ત્રણ રજાઓનો સંજોગ સર્જાતાં નેતાઓ  ચિંતાગ્રસ્ત બન્યા
4/4

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી ખરા ઉનાળે યોજાવાની હોય હવે રાજકીય પક્ષોની ચિંતામાં વધારો થયો છે. દેશભરમાં 7 તબક્કામાં યોજાનાર લોકસભા ચૂંટણી આપણે ત્યાં ગુજરાતમાં 7 મે ના રોજ યોજાનાર છે. 

જોકે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે. જેને લઈ હવે રાજકીય પક્ષો ચિંતામાં મુકાયા છે. આ સાથે એક બાજુ કાળઝાળ ગરમી, ઉનાળુ વેકેશન અને સળંગ ત્રણ રજાઓનો સંજોગ સર્જાતાં નેતાઓ પણ ચિંતાગ્રસ્ત બન્યા છે. 

ગુજરાતમાં વર્ષ 1996 બાદ પ્રથમ વાર મે મહિનામાંઆ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાનાર છે. રાજ્યમાં લોકસભાની તમામ 26 બેઠકો પર ચૂંટણીના ત્રીજા તબક્કામાં એટલે કે 7 મેના રોજ મંગળવારના રોજ મતદાન યોજાનાર છે. જોકે આ તારીખ દરમિયાન રાજ્યમાં ખરો ઉનાળો ચાલી રહ્યો હશે. જોકે આ વખતે હવે ભર ઉનાળાએ મતદાન દિવસ, ઉનાળુ વેકેશન અને સળંગ ત્રણ રજાનો સંજોગો સર્જાતા રાજકીય પક્ષો ચિંતામાં મુકાઈ ગયા છે. 

રાજકીય પક્ષો ચિંતામાં મુકાયા .  કાળઝાળ ગરમી, ઉનાળુ વેકેશન અને સળંગ ત્રણ રજાઓનો સંજોગ સર્જાતાં નેતાઓ  ચિંતાગ્રસ્ત બન્યા
જેને લઈ હવે રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ ઘરે ઘરે ફરીને મતદાન કરવાની અપીલ ઉપરાંત જો બહાર જવાનું આયોજન હોય તો મતદાન કર્યા બાદ બહાર ફરવા જજો તેવી અપીલ મતદારોને કરી રહ્યા છે.ચૂંટણી પંચ દ્વારા લોકસભાની તારીખોની જાહેરાત કરતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો તેમજ વિધાનસભાની 6 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. 

 ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ત્રીજા તબક્કામાં 7 મે નાં દિવસે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓ હાલમાં ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીનાં દિવસે લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં 7 મેના દિવસે લોકસભાની ચૂંટણી છે. તમામ 26 બેઠકો પર એક જ દિવસમાં મતદાન થઈ જશે. આ દિવસે લોકો સરળતાથી વોટિંગ કરી શકે તે માટે ગુજરાત સરકારે 7 મેના દિવસે જાહેર રજા જાહેર કરી છે. 

સામાન્ય વહીવટ વિભાગ (જીએડી) દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં એવું જણાવાયું છે કે ઔદ્યોગિક એકમ અથવા મતવિસ્તારની બહાર સ્થિત કંપનીમાં કામ કરતા લોકો જ્યાં તેઓ મતદાર તરીકે નોંધાયેલા છે, તેઓ લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 135 (બી) (1) મુજબ 7 મેના રોજ "પેઈડ હોલિડે" મેળવવા માટે હકદાર રહેશે જેથી તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.

પાંચ વિધાનસભા બેઠકોની પણ પેટાચૂંટણી
લોકસભાની 26 બેઠકોની સાથે પાંચ વિધાનસભા બેઠકોની પણ પેટાચૂંટણી થવાની છે જેમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર સામેલ છે. 

7મેના દિવસે 26 બેઠકો પર વોટિંગ
ગુજરાતમાં 7મા દિવસે 26 બેઠકો પર એમ એક જ તબક્કામાં વોટિંગ થવાનું છે. આ માટે ચૂંટણી પંચે તૈયારીઓ પણ પૂર્ણ કરી લીધી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.