હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મહારાષ્ટ્રમાં ૬૭ નગરસેવકો બિનહરીફ ચૂંટાવાના મુદ્દે રાજકરણ તપ્યું મનસેની કોર્ટમાં જવાની ચીમકી તો ચૂંટણી પંચે તપાસનો આદેશ આપ્યો

Posted 6 months ago with 73 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: રાજ્યની ૨૯ મહાનગરપલિકામાં ચૂંટણી યોજાય તે પહેલા જ જુદી જુદી મહાપાલિકામાં ૬૭ નગરસેવકો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે

મહારાષ્ટ્રમાં ૬૭ નગરસેવકો બિનહરીફ ચૂંટાવાના મુદ્દે રાજકરણ તપ્યું  મનસેની કોર્ટમાં જવાની ચીમકી તો ચૂંટણી પંચે તપાસનો આદેશ આપ્યો
1/1

મહારાષ્ટ્રમાં ૬૭ નગરસેવકો બિનહરીફ ચૂંટાવાના મુદ્દે રાજકરણ તપ્યું

મનસેની કોર્ટમાં જવાની ચીમકી તો ચૂંટણી પંચે તપાસનો આદેશ આપ્યો 

 રાજ્યની ૨૯ મહાનગરપલિકામાં ચૂંટણી યોજાય તે પહેલા જ જુદી જુદી મહાપાલિકામાં ૬૭ નગરસેવકો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આટલા નગરસેવક બિનહરીફ ચૂંટાઈ આવવા સામે હવે રાજકરણ તપ્યું છે. ભારે હોબાળો થતા રાજ્યના ચૂંટણી પંચે આ પૂરા પ્રકરણની તપાસનો આદેશ આપ્યો છે. આ મુદ્દે રાજ્યના વિરોધીપક્ષો દ્વારા ઉમેદવારોને ધમકાવવા, પૈસાની લાલચ આવવા જેવા આરોપ કરવામાં આવ્યા છે, તો બિનહરીફ ચૂંટાવાના વિરોધમાં મનસેએ કોર્ટમાં જવાની તૈયારી કરી હોઈ રાજ ઠાકરેએ તેમની પાસે પુરાવા હોવાનો દાવો કર્યો હતો.

શુક્રવારે અરજી પાછી ખેંચવાના છેલ્લા દિવસે ૬૭ નગરસેવકો બિનહરીફ ચૂંટાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જોકે તેની સામે હવે આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયા છે. આ પ્રકરણમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના પ્રવક્તા સંજય રાઉતે આરોપ કર્યા બાદ હવે રાજ ઠાકરેની મનસેએ પણ નારાજગી દર્શાવી છે અને મનસે દ્વારા તેમની પાસે પૂરતા પુરાવા હોઈ તેઓ કોર્ટમાં જશે એવો દાવો શનિવારે કર્યો હતો.

પાલિકાની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાવાની પૅટર્ન જો સમયસર રોકી નહીં તો ભવિષ્યમાં ચૂંટણી થવાનું જ બંધ થઈ જશે એવો ડર પણ મનસેએ વ્યક્ત કર્યો હતો. મનસેના નેતા અવિનાશ જાધવે તેમની પાસે તમામ પુરાવા હોઈ તેઓએ રાજ ઠાકરેને સોંપ્યા છે અને તેઓ કોર્ટમાં જશે એનું શનિવારે કહ્યું હતું.

આ દરમ્યાન રાજયમાં આટલી મોટી સંખ્યામાં નગરસેવકો બિનહરીફ ચૂંટાવા સામે શંકા વ્યક્ત થઈ રહી છે ત્યારે રાજ્યના ચૂંટણી પંચે જિલ્લા અધિકારીઓ પાસેથી અહેવાલ મગાવ્યો છે આ જગ્યા બિનહરીફ કઈ રીતે થઈ ગઈ? રાજ્યમાં ભાજપના ૪૫, શિવસેના (શિંદે)ના ૧૯, રાષ્ટ્રવાદી કાૅંંગ્રેસ (અજિત પવાર)ના બે અને અન્ય એક એમ કુલ ૬૭ નગરસેવક બિનહરીફ ચૂંટાયા છે, જેમાં કલ્યાણ-ડોંબિવલીમાં સૌથી વધુ ત્યારબાદ છત્રપતિ સંભાજી નગર, પુણે-પિંપરી ચિંચવડ અને જળગાંવ પાલિકાનો સમાવેશ થાય છે. 

કૉંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોને ધમકાવવું, પૈસાની લાલચ આપવી જેવા આક્ષેપ કરવામાં આવ્યા છે અને એ ફરિયાદ સાથે તેઓએ ચૂંટણી પંચને દખલ લઈને તેની તપાસ કરવાની વિનંતી પણ કરી હતી.

મનસે દ્વારા શનિવારે એવા આક્ષેપ થયા હતા કે શુક્રવારે જે લોકોએ અરજી પાછી ખેંચી છે તેઓે વેચાઈ ગયા છે, તેમના મોબાઈલના ડેટા ચેક થવા જોઈએ. તેમને કોણે ફોન કર્યા હતા? કેટલી વખત ફોન કરવામાં આયા હતા. મતદાન કેન્દ્રના સીસીટીવી ફુટેજ પણ ચેક થવા જોઈએ. તેમને મતદાન તકેન્દ્ર પર કોણ લઈને ગયું હતું. બધી ચૂંટણી પૈસાથી ખરીદી કરી લેવામાં આવી છે. પેસાનો મોટો વ્યવહાર થયો છે. સોમવારે તેના વિરુદ્ધમાં કોર્ટમાં જવાની તૈયારી પણ કરી હોવાનો દાવો મનસેના નેતાએ કર્યો હતો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.