હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ચુંટણી ૨૦૨૪, રાજનૈતિક

લોકસભા 2024ની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં આજે 8 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે

Posted 2 years ago with 24 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય પંજાબની તમામ 13, હિમાચલ પ્રદેશની 4, ઉત્તર પ્રદેશની 13, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6 અને ઝારખંડની 3 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

લોકસભા 2024ની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં આજે 8 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે
1/4
લોકસભા 2024ની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં આજે 8 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે
2/4
લોકસભા 2024ની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં આજે 8 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે
3/4
લોકસભા 2024ની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં આજે 8 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે
4/4

લોકસભા 2024ની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં આજે 8 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં વારાણસી બેઠક પણ સામેલ છે

લોકસભા 2024ની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં આજે 8 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં વારાણસી બેઠક પણ સામેલ છે, જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય પંજાબની તમામ 13, હિમાચલ પ્રદેશની 4, ઉત્તર પ્રદેશની 13, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6 અને ઝારખંડની 3 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ હરભજન સિંહે જલંધરના એક મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો. મત આપ્યા પછી, હરભજને કહ્યું કે, 'મને આશા છે કે લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા આવશે અને હું ઈચ્છું છું કે જલંધરમાં વધુમાં વધુ મતદાન થાય.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મતદાન કર્યા બાદ કહ્યું, 'આ લોકશાહીનો તહેવાર છે. આજે ઉત્તર પ્રદેશમાં 13 બેઠકો સહિત 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક આ ચૂંટણીની સૌથી ચર્ચિત બેઠક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત અહીંથી ભાજપના ઉમેદવાર છે. કોંગ્રેસે ફરી એકવાર પોતાના પ્રદેશ અધ્યક્ષ અજય રાયને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે બસપાએ અતહર જમાલ લારીને પોતાનો ચહેરો બનાવ્યો છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019ની લોકસભા ચૂંટણી ભાજપ તરફથી લડી હતી. તેમની સામે કોંગ્રેસે અજય રાયને અને સપાએ શાલિની યાદવને મેદાનમાં ઉતાર્યા હતા. પરિણામો ભાજપની તરફેણમાં આવ્યા અને અહીં વડાપ્રધાને સપાના શાલિની યાદવને 4,79,505 મતોના જંગી માર્જિનથી હરાવ્યા. નરેન્દ્ર મોદીને 6,74,664 વોટ મળ્યા હતા. સપાના ઉમેદવાર શાલિનીને 1,95,159 વોટ અને કોંગ્રેસના અજય રાયને 1,52,548 વોટ મળ્યા હત. ગત ચૂંટણીમાં વારાણસીમાં કુલ 57.13 ટકા લોકોએ મતદાન કર્યું હતું.

હિમાચલ પ્રદેશની હમીરપુર લોકસભા બેઠક પણ ખાસ છે. અહીંથી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પાંચમી વખત નસીબ અજમાવી રહ્યા છે. તેઓ હાલમાં મોદી સરકારમાં રમતગમત, યુવા બાબતો અને માહિતી અને પ્રસારણ મંત્રી છે. અનુરાગ ઠાકુર હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધૂમલના પુત્ર છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે તેમની સામે પૂર્વ ધારાસભ્ય સતપાલ રાયજાદાને મેદાનમાં ઉતાર્યા છે. સાથે જ બસપાએ હેમરાજને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. 2019માં ભાજપના અનુરાગ ઠાકુર હમીરપુર બેઠક પર સફળ રહ્યા હતા. છેલ્લી ચૂંટણીમાં અહીં 72.83 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.