હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, લાઈફ સ્ટાઈલ

દિલ્હીમાં વધતી ઠંડી વચ્ચે પ્રદૂષણનો કહેર, 38 વિસ્તારમાં AQI ભયજનક સપાટી પર યથાવત્.

Posted 8 months ago with 93 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: પહાડો પરથી આવતી ઠંડી હવાઓને લીધે દિલ્હીમાં ઠાર વધ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ, મંગળવારે મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.4 ડિગ્રી ઓછું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 9.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ દિલ્હી આજે સવારે પણ ઘુમ્મસનું વાતાવરણ યથાવત્ જોવા મળ્યું

દિલ્હીમાં વધતી ઠંડી વચ્ચે પ્રદૂષણનો કહેર, 38 વિસ્તારમાં AQI ભયજનક સપાટી પર યથાવત્.
1/1

દિલ્હીમાં વધતી ઠંડી વચ્ચે પ્રદૂષણનો કહેર, 38 વિસ્તારમાં AQI ભયજનક સપાટી પર યથાવત્ 

નવી દિલ્હી: હવામાનમાં આવી રહેલા ફેરફારોને કારણે દેશની રાજધાની દિલ્હીમાં શિયાળાની અસર સ્પષ્ટપણે વર્તાઈ રહી છે. ઉત્તરી પહાડી વિસ્તારોમાં થઈ રહેલા સ્નો ફોલની સીધી અસર દિલ્હીના હવામાન પર જોવા મળી રહી છે, જેના કારણે દિવસ દરમિયાન પણ ઠંડક અનુભવાઈ રહી છે. તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને સાથે જ વાયુ પ્રદૂષણનું સ્તર પણ અત્યંત જોખમી બની ગયું છે.

પહાડો પરથી આવતી ઠંડી હવાઓને લીધે દિલ્હીમાં ઠાર વધ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ, મંગળવારે મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.4 ડિગ્રી ઓછું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 9.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.  આ દિલ્હી આજે સવારે પણ ઘુમ્મસનું વાતાવરણ યથાવત્ જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. 

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, 20 થી 24 નવેમ્બર દરમિયાન દિલ્હીનું વાતાવરણ ઘુમ્મસ ભર્યુ રહેશે. આ પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 24 થી 28 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 8 થી 12 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

ઠંડીની સાથે સાથે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ પણ જોખમી સ્તરે પહોંચી ગયું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) ના આંકડા અનુસાર, બુધવારે દિલ્હીના વઝીરપુર વિસ્તારમાં AQI 446 પર નોંધાયો હતો. જ્યારે આનંદ વિહારમાં 416 AQI નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે 400+ AQIનું સ્તર સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી ગણાય છે. દિલ્હીના 39 કાર્યરત AQI મોનિટરિંગ સેન્ટરમાંથી 38 પર પ્રદૂષણનો રેડ એલર્ટ જોવા મળ્યો હતો, જ્યાં AQI 300 થી 500 ની વચ્ચે રહ્યો હતો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.