હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, વાઇલ્ડલાઈફ

પોરબંદરના 'બરડા જંગલ સફારી' ફેઝ-૧નો પ્રારંભ કરાયો વન-પર્યાવરણ મંત્રી ના હસ્તે ધનતેરસના પાવન પર્વે સફારીનો શુભારંભ સાસણ ગીર સિવાય હવે 'એશિયાઈ સિંહો'નું બીજું નવું રહેઠાણ એટલે બરડા વન્યજીવ અભયારણ્ય

Posted 1 year ago with 46 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: બરડા ડુંગર વચ્ચે આવેલા કીલેશ્વર મંદિર ના દર્શન માટે કોઈપણ ચાર્જ લેવામાં આવશે નહીં લગભગ ૧૪ દાયકા પછી આ જંગલના વિસ્તાર ફરી એક વખત એશિયાઇ સિંહોની હાજરીનું ગૌરવ અનુભવી રહ્યું છે

પોરબંદરના 'બરડા જંગલ સફારી' ફેઝ-૧નો પ્રારંભ કરાયો વન-પર્યાવરણ મંત્રી ના હસ્તે ધનતેરસના પાવન પર્વે સફારીનો શુભારંભ  સાસણ ગીર સિવાય હવે 'એશિયાઈ સિંહો'નું બીજું નવું રહેઠાણ એટલે બરડા વન્યજીવ અભયારણ્ય
1/1

પોરબંદરના 'બરડા જંગલ સફારી' ફેઝ-૧નો પ્રારંભ કરાયો વન-પર્યાવરણ મંત્રી ના હસ્તે ધનતેરસના પાવન પર્વે સફારીનો શુભારંભ

દેશભરના પ્રવાસીઓ માટેના નવીન આકર્ષણ એવા 'બરડા જંગલ સફારી' ફેઝ-૧નો પ્રારંભ થયો છે ત્યારે વન-પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે ધનતેરસના પાવન પર્વે આ સફારી નો શુભારંભ કરવામાં આવ્યો હતો 

પોરબંદરના 'બરડા જંગલ સફારી' ફેઝ-૧નો પ્રારંભ કરાયો વન-પર્યાવરણ મંત્રી ના હસ્તે ધનતેરસના પાવન પર્વે સફારીનો શુભારંભ  સાસણ ગીર સિવાય હવે 'એશિયાઈ સિંહો'નું બીજું નવું રહેઠાણ એટલે બરડા વન્યજીવ અભયારણ્ય

સાસણ ગીર સિવાય હવે 'એશિયાઈ સિંહો'નું બીજું નવું રહેઠાણ એટલે બરડા વન્યજીવ અભયારણ્ય બન્યું છે જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક કપુરડી નેશ પાસે તેના પ્રવેશ દ્વાર થી 27 કિલોમીટર ની આ સફારી રહેશે જોકે બરડા ડુંગર વચ્ચે આવેલા કીલેશ્વર મંદિર ના દર્શન માટે કોઈપણ ચાર્જ લેવામાં આવશે નહીં લગભગ ૧૪ દાયકા પછી આ જંગલના વિસ્તાર ફરી એક વખત એશિયાઇ સિંહોની હાજરીનું ગૌરવ અનુભવી રહ્યું છે. 

ઉપરાંત આ અભયારણ્યમાં કુલ ૨૨ સસ્તન પ્રાણીઓની પ્રજાતિઓ માટેનું નિવાસસ્થાન છે, જેમાં સિંહ સિવાય દીપડા,જંગલી બિલાડી, ઝરખ, નોળિયો, વીંજનાનું વણીયર, શિયાળ, લોંકડી અને સસલા સામેલ છે. આ ઉપરાંત અભયારણ્ય માં હરણ, સાબર, ચિત્તલ,નીલગાય અને જંગલી ભૂંડ જેવા પ્રાણીઓ પણ વસવાટ કરે છે. તેમજ આ અભયારણ્યમાં પક્ષીઓની ૨૬૯ પ્રજાતિઓનો સમાવેશ થાય છે, જેમાં મોર, તેતર, દૂધરાજ, પીળીચાંચ ઢોંક, બુલબુલ, ચાશ, દેશી નીલકંઠ, શ્વેત કંઠ કલકલિયો જેવા પક્ષીઓ વિચરણ કરતા જોવા મળે છે.

બરડા જંગલ સફારીમાં ભાણવડ -રાણાવાવ તેમજ બરડા વન્યપ્રાણી અભયારણ્યના સૌથી મનોહર વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સફારી દ્વારા પ્રવાસીઓ બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ જૈવવિવિધતાનો રોમાંચક અનુભવ કરશે. આ સફારી ટ્રેઇલ જાજરમાન કીલગંગા નદીના સાનિધ્યમાંથી પસાર થઈ બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ વનસ્પતિસૃષ્ટિ તેમજ વિશિષ્ટ પ્રાણીસૃષ્ટિત નિહાળવાની અનોખી તક આપે છે. ત્યારે વન-પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે ધનતેરસના પાવન પર્વે આ સફારી નો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે પોરબંદર ના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા તેમજ અનેક અધિકારી ઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.