હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV, સોશિયલ મીડીયા

પ્રાચી દેસાઈની IMDb ઉપર હરણફાળ, ફકત એક અઠવાડીયામાં પોપ્યુલર ઇંડિયન સેલેબ્રીટીની યાદીમાં 198 થી 24 માં ક્રમે પહોચ્યાં તેઓ

Posted 2 years ago with 117 views

Story by Ranmesh | 3 mins read

સમાચાર સારાંશ: IMDb (Internet Movie Database) ઉપર પ્રાચી દેસાઈની હરણફાળ, 'સાયલન્સ 2: ધ નાઈટ ઓવલ બાર શૂટઆઉટ' સાથે તેઓ મેળવી રહ્યા છે વધુને વધુ લોકપ્રિયતા

પ્રાચી દેસાઈની IMDb ઉપર હરણફાળ, ફકત એક અઠવાડીયામાં પોપ્યુલર ઇંડિયન સેલેબ્રીટીની યાદીમાં 198 થી 24 માં ક્રમે પહોચ્યાં તેઓ
1/1

ગુજરાતની ધરતીની દીકરી અને બોલિવુડની જાણીતી અભિનેત્રી, પ્રાચી દેસાઈએ તેઓની અદમ્ય પ્રતિભા અને અભિનય કૌશલ્યથી દરેક પ્રેક્ષકોના હૃદયમાં ખાસ સ્થાન મેળવ્યું છે. તેઓની તાજેતરની ઉપલબ્ધિ પણ આ વાતની સાક્ષી પણ પુરાવે છે તેઓ IMDb (Internet Movie Database) પોપ્યુલર ઇંડિયન સેલેબ્રાઇટીની યાદીમાં ફકત એક અઠવાડીયામાં તેઓ 198 થી 24 માં ક્રમે પહોચ્યાં છે.

પ્રાચીના એક્ટીન્ગ પ્રવાસની શરૂઆત ટેલિવિઝન પરથી થઈ હતી, જ્યાં તેઓએ 'કસમ સે' ધારાવાહિકમાં બાની વાલિયાની ભૂમિકા સાથે ઘણી પ્રશંસા મેળવી. ત્યારબાદ, ફરહાન અખ્તરની 'રોક ઓન!!' ફિલ્મથી તેઓ બોલિવુડમાં ફિલ્મ અભિનેત્રી જોડાયા અને અહિયાં પણ તેઓએ ઘણી લોક પ્રશંસા  મેળવી તેમજ ફિલ્મફેર એવોર્ડમાં તેઓનું Best Female Debut માટે નોમીનેશન પણ થયું. તેઓની ફિલ્મ 'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ'માં તેઓનો અભિનય ખૂબ વખણાયો અને તેના માટે તેઓને IIFA એવોર્ડ પણ મળ્યો.

પ્રાચીની સફળતાની યાત્રા અહીં જ સમાપ્ત થઈ નથી. તેઓએ 'બોલ બચ્ચન', 'આઈ, મી ઔર મેં' અને 'અઝહર' જેવી ફિલ્મોમાં પણ ઉત્કૃષ્ટ અભિનય આપ્યો છે.  ટૂંકા વિરામ પછી સાયલન્સ 1: કેન યુ હિયર ઈટ જેવી OTT ક્રાઇમ થ્રીલરથી તેઓ એક્ટિંગમાં પાછા ફર્યા અને હાલ, 'સાયલન્સ 2: ધ નાઈટ ઓવલ બાર શૂટઆઉટ' અને 'ધૂતા' જેવા તેલુગુ સીરીઝના નવીનતમ પ્રોજેક્ટ્સ સાથે તેઓ તેમના અભિનયને વધુ ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે. તેઓ IMDb પોપ્યુલર ઇંડિયન સેલેબ્રાઇટીની ફકત એક અઠવાડીયામાં 198 થી 24 માં ક્રમે પહોચ્યાં છે તે બતાવે છે કે તેઓએ એક્ટિંગની આ રેસમાં ઘણા ઝડપથી આગળ વધી રહ્યા છે.

પ્રાચી દેસાઈની નવોદિત ટીવી એક્ટરથી ચાલુ થયેલી સફરની આ સફળતા માત્ર તેઓની મહેનત અને કામ પ્રત્યે તેઓના સમર્પણનું પરિણામ છે. તેઓની આ સફળતા અનેક યુવાન કલાકારોને પ્રેરણા આપે છે અને તેમને પોતાના સપનાઓને પૂરા કરવાની હિંમત આપે છે. તેમજ આજ સફળતા મારી અને તમારી જેવા અનેક દર્શકોને તેઓના ભવિષ્યના રોલ અને પ્રોજેક્ટ માટે ઇન્તજારી જગાડે છે.
માહિતી: પ્રાચી દેસાઈનું Instagram અકાઉંટ

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.