હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ગુજરાત, ચુંટણી ૨૦૨૪

પીએમ મોદીએ કહ્યું મને ચા વાળો, દાળભાત ખાનારો કહ્યો પણ પ્રજાએ જવાબ આપ્યો.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા

Posted 2 years ago with 102 views

Story by Team Samachar Sathe | 7 mins read

સમાચાર સારાંશ: હવે કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન 2024ની ચૂંટણીમાં જૂઠ લઇને આવી છે, તેઓ સંવિધાન બતાડે છે, તેઓ ડર બતાવે છે કે, અનામત લઇ લેશે. જોજો તેઓ આ ચૂંટણીમાં પણ અગાઉ કરતા ઓછી બેઠકોમાં સમેટાઇ જશે

પીએમ મોદીએ કહ્યું મને ચા વાળો, દાળભાત ખાનારો કહ્યો પણ પ્રજાએ જવાબ આપ્યો.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા
1/4
પીએમ મોદીએ કહ્યું મને ચા વાળો, દાળભાત ખાનારો કહ્યો પણ પ્રજાએ જવાબ આપ્યો.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા
2/4
પીએમ મોદીએ કહ્યું મને ચા વાળો, દાળભાત ખાનારો કહ્યો પણ પ્રજાએ જવાબ આપ્યો.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા
3/4
પીએમ મોદીએ કહ્યું મને ચા વાળો, દાળભાત ખાનારો કહ્યો પણ પ્રજાએ જવાબ આપ્યો.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા
4/4

Gujarat Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી ગયા છે. આજે તેમણે ગુજરાતની ચૂંટણી માટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી ચૂંટણી મેદાનમાં છે. વડાપ્રધાન મોદીએ મા અંબાના જય જયકારથી જાહેરસભા સંબોધવાનું શરૂ કર્યું હતું.

તેમણે કહ્યું કે, હવે કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન 2024ની ચૂંટણીમાં જૂઠ લઇને આવી છે, તેઓ સંવિધાન બતાડે છે, તેઓ ડર બતાવે છે કે, અનામત લઇ લેશે. જોજો તેઓ આ ચૂંટણીમાં પણ અગાઉ કરતા ઓછી બેઠકોમાં સમેટાઇ જશે. બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. પડોશી રાજ્ય રાજસ્થાનમાં તેમને એક પણ બેઠક મળવાની શક્યતા દેખાતી નથી, જુઓ તેમની આવી સ્થિતિ છે. 

તેમણે અનામત મુદ્દે કોંગ્રેસને આડેહાથ લઈ કહ્યું કે, અમે આવું પાપ કરવા માટે જન્મ્યા નથી. આવા પાપના માર્ગે જવાનું અમારું કામ નથી. કોંગ્રેસ પાર્ટી... તમે કાન ખોલીને સાંભળી લો કે, જ્યાં સુધી મોદી જીવે છે, ત્યાં સુધી ક્યારે ધર્મના આધારે અનામતની રમત રમવા નહીં દઉ. હું કોંગ્રેસને પડકાર ફેંકુ છું કે, જો તેમના (કોંગ્રેસ)માં હિંમત હોય તો તેઓ બોલે કે, ધર્મના આધારે ક્યારેય અનામતનો દુરુપયોગ નહીં કરીએ, બંધારણમાં ફેરફાર નહીં કરીએ, ધર્મના આધારે કોઈને અનામત નહીં આપીએ. હિંમત હોય તો કોંગ્રેસ આવી જાહેરાત કરે, પરંતુ તેઓ આવું ક્યારેય નહીં કરે, કારણ કે દાળમાં કંઈક કાળું છે.

પીએમ મોદીએ કહ્યું મને ચા વાળો, દાળભાત ખાનારો કહ્યો પણ પ્રજાએ જવાબ આપ્યો.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા

ચૂંટણી સભામાં ગુજરાતની વાત કરતા તેમણે કહ્યું કે, મા અંબાના ચરણોમાં આવીને ગુજરાતની પહેલી ચૂંટણી સભા સંબોધન કરવાનો મને મોકો મળ્યો છે. ગુજરાતની ધરતીએ મને જે સંસ્કાર, શિક્ષણ અને લાંબા સમય સુધી મુખ્યમંત્રી રાખીને અનુભવની તક આપી એ બધું આજે દિલ્લીમાં લેખે લાગે છે. અમારો સંકલ્પ વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનાવવાનો છે.

કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વર્ષ 2014માં હું પહેલી વાર લોકસભા ચૂંટણી મેદાનમાં આવ્યો ત્યારે કોંગ્રેસના મુદ્દા હતા કે, આ ચા વાળો, ગુજ્જુ, દાળભાત ખાનારો શું કરવાનો છે. ચૂંટણીમાં તેઓ મારી મજાક ઉડાવતા હતા પરંતુ જનતાએ એવો જવાબ આપ્યો કે, તેઓ એક સમયે 400 બેઠકો જીતતા હતા, જે હવે 40 પર આવી ગઈ છે. 2019ની ચૂંટણીમાં પણ તેઓ કંઈપણ શીખ્યા નહીં અને ચોકીદાર ચોર છે, મોદી ખૂનની દલાલી કરે છે, રાફેલના રમકડાં લઇને ચૂંટણી સભાઓમાં બોલતા હતા. જનતાએ પણ તેનો જવાબ આપી ફરી એવી સ્થિતિ બનાવી કે તેઓ વિપક્ષ પણ બની શક્યા નહીં.
?ref_src=twsrc%5Etfw">May 1, 2024
અર્થતંત્ર મુદ્દે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તમામ લોકો 2019માં માનતા હતા કે બીજી વખત સરકાર નહીં આવે, પરંતુ તમે મને બીજી વખત તક આપી અને હું ફરી દેશની સેવામાં લાગી ગયો. વર્ષ 2024ની ચૂંટણીમાં હું મારા 20-25 વર્ષના અનુભવ લઇને આવ્યો છું. મેં દેશની 10 વર્ષ સેવા કરી છે. મેં દેશના સામાર્થ્યને જાણ્યું છે. હું તે સામર્થ્યનો પૂજારી બની ગયો છું અને આ જ કારણે હું ગેરન્ટી લઇને આવ્યો છું. ગેરન્ટી આપવા માટે હિંમત જોઇએ. મારી ગેરન્ટી છે. આવનારી મારી ત્રીજી ટર્મમાં ભારતને વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવીને રહીશ.

આગામી સરકાર રચવા અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 2014 પહેલા ભ્રષ્ટાચારના જ સમાચાર મળતા હતા અને દેશ નિરાશામાં ડૂબેલો હતો, પરંતુ અમે દેશ માટે મહેનત કરવામાં કોઈ કચાશ છોડી નથી. આમ છતાં 2019માં અમારી સરકાર ન બને તે માટે તમામ પ્રયાસો કરાયા. અમારી સરકારનો 100 દિવસનો પ્લાન તો અત્યારથી જ તૈયાર છે.
વડાપ્રધાનનો 70 વિધાનસભા વિસ્તારો અને 14 લોકસભા મતવિસ્તારને આવરી લેતો ચૂંટણી પ્રચાર

આ પહેલા અમદાવાદ એરપોર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન રાજ્યની 25 લોકસભા બેઠકો માટે બે દિવસમાં 6 જેટલી વિજય વિશ્વાસ માટેની જાહેરસભાઓ કરશે. સુરતની બેઠક પર ભાજપ ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થવાનું છે. આ પહેલા વડાપ્રધાન 70 વિધાનસભા વિસ્તારો અને 14 લોકસભા મતવિસ્તારને આવરી લેતો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. 

ચૂંટણી આચાર સંહિતાના કારણે તેમનું રાત્રી રોકાણ રાજભવનના સ્થાને ગાંધીનગર સરકીટ હાઉસમાં રખાયું છે. આ દરમિયાન તેઓ ભાજપના પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરીને માર્ગદર્શન આપશે અને ગુજરાતની વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરશે, તેવું માનવામાં આવે છે. 

અગાઉ નક્કી થયા મુજબ વડાપ્રધાન 22મી એપ્રિલે રાજકોટથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવાના હતા, પરંતુ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલ (Parshottam Rupala)ના સામે ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj)ના વિરોધને કારણે તેમના ચૂંટણી પ્રવાસ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન ગુજરાતના મતદાર હોવાથી તેઓ મતદાન કરવા માટે ફરી છઠ્ઠી મેએ રાત્રિએ ગુજરાત આવશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.