હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, રાજનૈતિક, ઇવેન્ટ્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે ગુજરાતને અનેક વિકાસના કામોની પણ ભેટ આપશે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે

Posted 1 year ago with 35 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (16મી સપ્ટેમ્બર) સવારે 10 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રી-ઈન્વેસ્ટ રીન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવશે. આ પછી બપોરે 12 વાગ્યે રાજભવન જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે ગુજરાતને અનેક વિકાસના કામોની પણ ભેટ આપશે   અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે
1/1

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે ગુજરાતને અનેક વિકાસના કામોની પણ ભેટ આપશે 

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે ગુજરાતને અનેક વિકાસના કામોની પણ ભેટ આપશે   અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસ છે. રવિવારે (15મી સપ્ટેમ્બર) અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થતાં જ સ્વાગત કરવામાં આવ્યું છે. તેઓ ગુજરાતને અનેક વિકાસના કામોની પણ ભેટ આપશે. જેમા વંદે ભારત અને મોટેરાથી ગાંધીનગર મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલનો પણ સમાવેશ થાય છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (16મી સપ્ટેમ્બર) સવારે 10 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રી-ઈન્વેસ્ટ રીન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવશે. આ પછી બપોરે 12 વાગ્યે રાજભવન જશે. 

ત્યારબાદ બપોરે 1:30 વાગ્યે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી આપશે. અને સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરશે. તો 3:30 વાગ્યે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે. જ્યાં 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. સાંજે 6 વાગ્યે રાજભવન જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું ગૃહરાજ્ય ગુજરાતમાં ઉષ્માભર્યું સ્વાગત 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ એરપોર્ટ અને રાજભવનમાં ભાવભર્યું સ્વાગત કર્યું

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પદાધિકારીઓ તથા અધિકારીઓએ અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

ત્રણ દિવસના તેમના રોકાણ દરમિયાન તેઓ ચોથા વૈશ્વિક નવીકરણીય સંમેલન અને એક્સ્પો : રિ-ઈન્વેસ્ટ નો શુભારંભ કરાવશે. 

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. ગાંધીનગરના સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી મેટ્રો રેલમાં સવારી કરીને અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેસ-2 નું ઉદ્ઘાટન કરશે. અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમારોહમાં રુ. 8,000 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. છ વંદે ભારત ટ્રેનોનો પણ શુભારંભ કરાવશે.

સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા પછી આજે તેઓ પહેલીવાર ગુજરાત પધાર્યા છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન