હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, દુનિયા

બાંગ્લાદેશમાં દેખાવકારોએ રાષ્ટ્રીય સ્મારકોને નિશાન બનાવ્યા મુજીબનગરમાં સ્થિત વર્ષ 1971 શહીદ મેમોરિયલ સ્થળ પરની પ્રતિમાઓને તોડી પાડવામાં આવી

Posted 2 years ago with 57 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. તેમમે બાંગ્લાદેશની વચગાળાની સરકારને કાયદો અને વ્યવસ્થા બનાવવાની વિનંતી કરી છે.

બાંગ્લાદેશમાં દેખાવકારોએ રાષ્ટ્રીય સ્મારકોને નિશાન બનાવ્યા મુજીબનગરમાં સ્થિત વર્ષ 1971 શહીદ મેમોરિયલ સ્થળ પરની પ્રતિમાઓને તોડી પાડવામાં આવી
1/1

બાંગ્લાદેશમાં દેખાવકારોએ રાષ્ટ્રીય સ્મારકોને નિશાન બનાવ્યા મુજીબનગરમાં સ્થિત વર્ષ 1971 શહીદ મેમોરિયલ સ્થળ પરની પ્રતિમાઓને તોડી પાડવામાં આવી

બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ અને તખ્તાપલટ બાદ દેશના વિવિધ ભાગોમાંથી હીંસા અને તોડફોડની તસવીરો સામે આવી રહી છે. દેખાવકારોએ રાષ્ટ્રીય સ્મારકોને નિશાન બનાવ્યા છે. જેમાં એક રાષ્ટ્રીય સ્મારકને નુકસાન થયું છે. 

બાંગ્લાદેશમાં દેખાવકારોએ રાષ્ટ્રીય સ્મારકોને નિશાન બનાવ્યા મુજીબનગરમાં સ્થિત વર્ષ 1971 શહીદ મેમોરિયલ સ્થળ પરની પ્રતિમાઓને તોડી પાડવામાં આવી

મુજીબનગરમાં સ્થિત વર્ષ 1971 શહીદ મેમોરિયલ સ્થળ પરની પ્રતિમાઓને તોડી પાડવામાં આવી છે. આ મામલે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. તેમમે બાંગ્લાદેશની વચગાળાની સરકારને કાયદો અને વ્યવસ્થા બનાવવાની વિનંતી કરી છે.

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, 'મુજીબનગરમાં શહીદ સ્મારક સંકુલમાં સ્થિત પ્રતિમાઓની આવી તસવીરો જોઈને દુઃખ થાય છે. ભારત વિરોધી બદમાશો દ્વારા તોડવામાં આવી હતી. આ ઘટના ભારતીય સાંસ્કૃતિક કેન્દ્રો, મંદિરો અને હિંદુ ઘરો પર અનેક સ્થળો પર હુમલાઓ થયા છે. કેટલાક આંદોલનકારીઓનો એજન્ડા એકદમ સ્પષ્ટ છે. મોહમ્મદ યુનુસ અને તેમની વચગાળાની સરકાર તમામ બાંગ્લાદેશીઓ અને તમામ ધર્મોના લોકોના હિતમાં કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. ભારત આ કપરા સમયમાં બાંગ્લાદેશના લોકોની સાથે ઊભું છે, પરંતુ આ પ્રકારની અરાજકતાને ક્યારેય માફ કરી શકાય નહીં.

બાંગ્લાદેશના મુજીબનગર સંકુલમાં સ્થિત મૂર્તિઓ એ સમયની છે જ્યારે પાકિસ્તાને 1971ના યુદ્ધ પછી આત્મસમર્પણ કર્યું હતું. જેમાં પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)માં પાકિસ્તાની સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ આમિર અબ્દુલ્લા ખાન નિયાઝીનો સમાવેશ થાય છે, જેણે નિર્ણાયક હાર સ્વીકારી હતી અને 1971માં ઈસ્ટર્ન થિયેટરમાં ભારતીય અને બાંગ્લાદેશી સેનાના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (GOC-in-C) લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંહ અરોરાની હાજરીમાં ઢાકામાં આત્મસમર્પણ પર હસ્તાક્ષર કરતા દર્શાવવામાં આવ્યા છે.

બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. હજારો લોકો ભારત તરફ કૂચ કરી રહ્યા છે. વિરોધીઓ હિંદુઓના ઘરો અને મંદિરો પર હુમલા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓ ભારત આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો અને હિંદુઓ ભારત-બાંગ્લાદેશ સરહદ પર આવી રહ્યા છે. સરહદ પર મોટી સંખ્યામાં BSFના જવાનો તહેનાત છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન