હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ચુંટણી ૨૦૨૪, રાજનૈતિક

રાહુલ ગાંધીએ લોકોને મત આપવા અપીલ કરી લોકો બંધારણ અને લોકશાહીની સુરક્ષા માટે ઉભા થયા : રાહુલ ગાંધી. કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ લખી હતી

Posted 2 years ago with 34 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: રાયબરેલીના ઉમેદાવાર અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, 'આજે મતદાનનો પાંચમો તબક્કો છે. પ્રથમ ચાર તબક્કામાં જ સ્પષ્ટ થઈ ગયું છે કે લોકો બંધારણ અને લોકશાહીની સુરક્ષા માટે ઉભા થયા છે અને ભાજપને પરાજિત કરી રહ્યા છે

રાહુલ ગાંધીએ લોકોને મત આપવા અપીલ કરી લોકો બંધારણ અને લોકશાહીની સુરક્ષા માટે ઉભા થયા : રાહુલ ગાંધી.   કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ લખી હતી
1/1

રાહુલ ગાંધીએ લોકોને મત આપવા અપીલ કરી

લોકો બંધારણ અને લોકશાહીની સુરક્ષા માટે ઉભા થયા : રાહુલ ગાંધી 

લોકસભા 2024ની ચૂંટણીના પાંચમા તબક્કા માટે મતદાન ચાલુ છે. ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકોને મત આપવા અપીલ કરી છે. કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ લખી હતી અને લોકોને ઘરની બહાર નીકળીને મત આપવા અપીલ કરી હતી.

રાયબરેલીના ઉમેદાવાર અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, 'આજે મતદાનનો પાંચમો તબક્કો છે. પ્રથમ ચાર તબક્કામાં જ સ્પષ્ટ થઈ ગયું છે કે લોકો બંધારણ અને લોકશાહીની સુરક્ષા માટે ઉભા થયા છે અને ભાજપને પરાજિત કરી રહ્યા છે

?ref_src=twsrc%5Etfw">May 20, 2024

આ ઉપરાંત કોંગ્રસના પૂર્વ અધ્યક્ષે વધુમાં લખ્યું છે કે, 'લોકો પોતે I.N.D.I.A.ની સાથે મળીને આ ચૂંટણી લડી રહ્યા છે અને દેશભરમાં પરિવર્તનનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. હું અમેઠી અને રાયબરેલી સહિત સમગ્ર દેશને અપીલ કરું છું કે તેઓ મોટી સંખ્યામાં બહાર આવે અને તેમના પરિવારની સમૃદ્ધિ, પોતાના અધિકારો અને ભારતની પ્રગતિ માટે મતદાન કરે.

બીજી તરફ પ્રિયંકા ગાંધીએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. પ્રિયંકા ગાંધીએ લખ્યું છે કે, 'તમારા એક વોટથી ગરીબ પરિવારની મહિલાના ખાતામાં વાર્ષિક એક લાખ રૂપિયા આવશે. દરેક નાગરિકને 25 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળશે. યુવાનોને 30 લાખ સરકારી નોકરીઓ મળશે. યુવાનોને વાર્ષિક 1 લાખ રૂપિયાની એપ્રેન્ટિસશિપ મળશે. SC/ST/OBCને યોગ્ય ભાગીદારી મળશે. તમારો એક મત દેશની લોકશાહી અને બંધારણની રક્ષા કરશે. તેથી તમામ દેશવાસીઓને વધુમાં વધુ મતદાન કરવા અપીલ છે. તમારો એક મત દેશને મોંઘવારી, બેરોજગારી અને આર્થિક સંકટમાંથી મુક્ત કરશે અને દેશને મજબૂત કરશે.'

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન