હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ મામલે સામાન્ય નાગરિકોથી લઈને રાજનેતાઓમાં પણ ભારે રોષ રાહુલ ગાંધીએ સરકાર સામે નિશાન તાક્યું હતું.

Posted 1 year ago with 22 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ નાસભાગ અંગે કેન્દ્ર સામે નિશાન તાક્યું.

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ મામલે સામાન્ય નાગરિકોથી લઈને રાજનેતાઓમાં પણ ભારે રોષ રાહુલ ગાંધીએ સરકાર સામે નિશાન તાક્યું હતું.
1/2
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ મામલે સામાન્ય નાગરિકોથી લઈને રાજનેતાઓમાં પણ ભારે રોષ રાહુલ ગાંધીએ સરકાર સામે નિશાન તાક્યું હતું.
2/2

Rahul Gandhi reaction on New Delhi Stampede | નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ મામલે સામાન્ય નાગરિકોથી લઈને રાજનેતાઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. રેલવેએ આ મામલે તપાસ કરવા એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવાની જાહેરાત કરી છે કે જેથી કરીને નાસભાગના સાચા કારણો જાણી શકાય. આ દરમિયાન રાહુલ ગાંધીએ સરકાર સામે નિશાન તાક્યું હતું. 

 આ મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ નાસભાગ અંગે કેન્દ્ર સામે નિશાન તાક્યું. તેમણે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે અનેક લોકના મોત અને અનેક લોકોના ઘાયલ થયાના અહેવાલ અત્યંત દુઃખદ છે. કેન્દ્ર અને રેલવે સામે નિશાન તાકતાં રાહુલ ગાંધીએ એક પોસ્ટ કરી જેમાં લખ્યું કે આ ઘટના ફરી એકવાર રેલવેની નિષ્ફળતાને ઉઘાડી પાડે છે. સરકારની અસંવેદનશીલતા છતી થઈ ગઈ છે. શોકાતુર પરિવારો પ્રત્યે મારી ગાઢ સંવેદનાઓ અને ઈજાગ્રસ્તો જલદી સાજા થાય તેવી આશા રાખું છું. 

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ મામલે સામાન્ય નાગરિકોથી લઈને રાજનેતાઓમાં પણ ભારે રોષ રાહુલ ગાંધીએ સરકાર સામે નિશાન તાક્યું હતું.

બેદરકારી અને અવ્યવસ્થા પર શું કહ્યું? 

સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રયાગરાજ જતાં શ્રદ્ધાળુઓની મોટી સંખ્યાને જોતા સ્ટેશન પર મજબૂત વ્યવસ્થા કરવાની જરૂર હતી. સરકાર અને તંત્રએ સુનિશ્ચિત કરવાની જરૂર હતી કે બેદરકારી અને અવ્યવસ્થાને કારણે કોઈએ જીવ ન ગુમાવવો પડે. 

કોંગ્રેસ મહાસચિવ અને કેરળના વાયનાડથી સાંસદ પ્રિયંકા ગાંધીએ પણ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયા એક્સ પર તેમણે લખ્યું કે નવી દિલ્હી રેલવે સ્ટેશને ભીડને કારણે નાસભાગ મચતાં મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકો દટાઈ જતાં મૃત્યુ પામ્યા. આ ઘટના દુઃખદ છે. ઈજાગ્રસ્તો જલદી સાજા થાય તેવી કામના કરુ છું. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન