હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ચુંટણી ૨૦૨૪, રાજનૈતિક

રાહુલ ગાંધીએ કહ્યું BJP-NDA 150 બેઠકો પણ જીતી નહીં શકે.અમે આરક્ષણ પર લગાવાયેલી 50 ટકા લિમિટ પણ હટાવી દઈશું રાહુલે કહ્યું કે, ‘આ ચૂંટણી દેશની લોકશાહી અને બંધારણને બચાવવા માટેની ચૂંટણી છે

Posted 2 years ago with 145 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ભાજપના લોકો બંધારણને ખતમ કરી ગરીબો, દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગ પાસેથી આરક્ષણ છિનવી લેવા માંગે છે, પરંતુ અમે ક્યારે આવું નહીં થવા દઈએ. અમે આરક્ષણ પર લગાવાયેલી 50 ટકા લિમિટ પણ હટાવી દઈશું.’

રાહુલ ગાંધીએ કહ્યું BJP-NDA 150 બેઠકો પણ જીતી નહીં શકે.અમે આરક્ષણ પર લગાવાયેલી 50 ટકા લિમિટ પણ હટાવી દઈશું રાહુલે કહ્યું કે, ‘આ ચૂંટણી દેશની લોકશાહી અને બંધારણને બચાવવા માટેની ચૂંટણી છે
1/2
રાહુલ ગાંધીએ કહ્યું BJP-NDA 150 બેઠકો પણ જીતી નહીં શકે.અમે આરક્ષણ પર લગાવાયેલી 50 ટકા લિમિટ પણ હટાવી દઈશું રાહુલે કહ્યું કે, ‘આ ચૂંટણી દેશની લોકશાહી અને બંધારણને બચાવવા માટેની ચૂંટણી છે
2/2

રાહુલ ગાંધીએ કહ્યું BJP-NDA 150 બેઠકો પણ જીતી નહીં શકે.અમે આરક્ષણ પર લગાવાયેલી 50 ટકા લિમિટ પણ હટાવી દઈશું.

લોકસભા ચૂંટણીમાં વિવિધ પક્ષોના નેતાો દ્વારા ધમધોકાટ પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે મધ્યપ્રદેશના રતલામ પહોંચેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી ભાજપના 400 બેઠકો જીતવાના લક્ષ્યાંક મુદ્દે મહત્વની ટિપ્પણી કરી છે. રાહુલે જનસભાને સંબોધન કરતા કહ્યું કે, ‘ભાજપ નેતાઓએ સ્પષ્ટ કહ્યું છે કે, જો તેઓ ચૂંટણી જીતશે, તો તેવો બંધારણ બદલી નાખશે, તેથી જ તેઓએ 400 બેઠકો જીતવાનો નારો લગાવી રહ્યા છે.’ તેમણે દાવો કર્યો કે, BJP-NDA 150 બેઠકો પણ જીતી નહીં શકે.

રાહુલે કહ્યું કે, ‘આ ચૂંટણી દેશની લોકશાહી અને બંધારણને બચાવવા માટેની ચૂંટણી છે. એક તરફ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને RSS છે, જેઓ બંધારણ ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટી અને ઈન્ડિયા ગઠબંધન (Congress-INDIA Alliance) છે, જેઓ બંધારણ બચાવવામાં લાગ્યા છે. ભાજપના લોકો બંધારણને ખતમ કરી ગરીબો, દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગ પાસેથી આરક્ષણ છિનવી લેવા માંગે છે, પરંતુ અમે ક્યારે આવું નહીં થવા દઈએ. અમે આરક્ષણ પર લગાવાયેલી 50 ટકા લિમિટ પણ હટાવી દઈશું.’
?ref_src=twsrc%5Etfw">May 6, 2024

કોંગ્રેસ નેતાએ હાથમાં બંધારણનું પુસ્તક લઈને લોકોને કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી આને (બંધારણ) હટાવવા માંગે છે અને તેઓ માત્ર શાસન કરવા ઈચ્છે છે. તેઓ તમારા તમામ અધિકારો છિનવી લેવા માંગે છે. આ જ તેમનો ઉદ્દેશ્ય છે અને અમે તેમને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બંધારણના કારણે જ આદિવાસીઓ, પછાત વર્ગના લોકો અને દલિતોને અધિકાર મળ્યા છે. દેશની સરકાર 90 અધિકારીઓ ચલાવી રહ્યા છે, પરંતુ તેમાં એક પણ આદિવાસી નથી. પછાત વર્ગની 50 ટકાથી વધુ વસ્તી છે, પરંતુ તેમાંથી માત્ર ત્રણ જ અધિકારી છે.’

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ‘ભાજપ નેતાઓએ સ્પષ્ટ કહ્યું છે કે, જો તેઓ સત્તામાં આવશે તો આ પુસ્તકને બાજુએ રાખી દેશે. આ માટે જ તેમણે 400 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જોકે તેમને 150 બેઠકો પણ મળવાની નથી. તેમના નેતા આરક્ષણ છિનવી લેવાની વાતો કરે છે, પરંતુ અમે આરક્ષણને 50 ટકાથી ઉપર લઈ જઈશું. અમે કોર્ટ દ્વારા લાગુ કરાયેલ 50 ટકાની મર્યાદા હટાવી દઈશું. અમે દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગના લોકો અને ગરીબોને જેટલું આરક્ષણ જોઈએ તેટલું આપીશું.’

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.