સમાચાર સારાંશ: ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું જામ્યું
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ જૂનાગઢના માણાવદરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ. એક જ રાતમાં બારે મેઘ ખાંગા થતાં 8-5 ઇંચ વરસાદ
ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું જામ્યું છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાએ વરસાદી માહોલ બનાવી દીધો છે. હજુ પાંચ દિવસ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે તેવી આગાહી છે.

વલસાડ જિલ્લામાં વરસાદની હેલી જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો .
વાપીમાં સૌથી વધુ વરસાદ
વાપીમાં 5.16 ઈંચ વરસાદ વરસ્યો .
હજુ વલસાડમાં ભારે વરસાદની આગાહી
વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. તમામ જિલ્લામાં ગાજવીજની પણ આગાહી કરવામાં આવી છે.
દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવી છે.સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગરમાં યલો એલર્ટ આપવામાં આવી છે. તમામ જિલ્લાઓમાં ગાજવીજની આગાહી આપવામાં આવી છે.
📍saurashtra
— Weatherman Uttam (@WesternIndiaWX) July 1, 2024
Very Heavy #rain is being seen in some areas of #Saurashtra 🌧#Gujaratweather #Gujarat pic.twitter.com/rwTHdWlU5T
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ
જૂનાગઢના માણાવદરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ.. એક જ રાતમાં બારે મેઘ ખાંગા થતાં 8-5 ઇંચ વરસાદ
સુરતના પલસાણામાં પણ છેલ્લા 24 કલાકમાં 8-5 ઇંચ વરસાદ
સુરતના મહુવામાં સાત ઇંચ, જૂનાગઢના વંથલીમાં સાડા પાંચ ઇંચ, દ્વારકા અને બારડોલીમાં 6- 6 ઇંચ વરસાદ
કુતિયાણા અને ઓલપાડમાં પણ પડ્યો 6 ઇંચ વરસાદ, સુરતમાં છેલ્લા 24 કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ
મોરબી શહેરી વિસ્તારમાં ભારે વરસાદને પગલે ભરાયા પાણી, શનાળા રોડ, હાઉસિંગ બોર્ડ, રવાપર રોડ, સરદારબાગ, મહેન્દ્રપરા, સહિત વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



