હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘ મહેર . ખેડૂઓમાં ખુશીની લહેર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો નવસારી. જૂનાગઢ, ભરૂચ, ગીર સોમનાથ, સુરતમાં ધોધમાર

Posted 2 years ago with 48 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ગુજરાતમાં ધીમા પગલે ચોમાસું પ્રવેશી રહ્યું છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઘણાં દિવસોથી અવરિત મેઘ મહેર થઈ

દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘ મહેર . ખેડૂઓમાં ખુશીની લહેર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો નવસારી. જૂનાગઢ, ભરૂચ, ગીર સોમનાથ, સુરતમાં ધોધમાર
1/1

દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘ મહેર . ખેડૂઓમાં ખુશીની લહેર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો નવસારી. જૂનાગઢ, ભરૂચ, ગીર સોમનાથ, સુરતમાં ધોધમાર 

ગુજરાતમાં ધીમા પગલે ચોમાસું પ્રવેશી રહ્યું છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઘણાં દિવસોથી અવરિત મેઘ મહેર થઈ રહી છે. ત્યારે આજે (18મી જૂન) પણ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. આ ઉપરાંત નવસારી. જૂનાગઢ, ભરૂચ, ગીર સોમનાથ, સુરત સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. 

અમરેલી જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ધારી, ચક્કરગઢ, દેવભૂમિ દેવળીયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલેદેવભૂમિ દેવળીયાની નદીમાં પૂર આવ્યું છે. બીજી તરફ જૂનાગઢના વિસાવદરમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.

નવસારી જિલ્લા તથા તેની આસપાસના ઉપરવાસમાં વરસાદ વરસતા નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ડેમના 20 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેથી અંબિકા નદીના કિનારે આવેલા 19થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આજે સવારથી જ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદે પધરામણી કરી હતી. સુરત જિલ્લામાં આવેલા પીપલોદ, ઉમરા, રાંદેર, ડુમસ, અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતી. ભરૂચ જિલ્લામાં પણ મેઘરાજાએ પધરામણી કરી હતી. અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં કાપોદ્રા, ગડખોલ, ભડકોદ્રા, પીરમાણ, કોસમડી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે વાવણીલાયક વરસાદ શરૂ થતાં જ જગતના તાતમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.હવામાન વિભાગની આગાહી અનુસાર, 19મી જૂનના રોજ ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે જ્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે 20મી અને 21મી જૂનના રોજ વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે, 'ચોમાસું સક્રિય થઈ ગયું છે અને આગળ પણ વધી રહ્યું છે. અરબી સમુદ્રમાંથી આવતી શાખા મંદ ગતિથી આગળ વધી રહી છે. જેના કારણે આજથી મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે.'

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.