હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, દુનિયા, રમત-ગમત

ટી-20 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ પહેલા ગયાનામાં વરસાદ શરુ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી આ સેમીફાઈનલ મેચ પર વરસાદનો ખતરો યથાવત

Posted 2 years ago with 61 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયાએ વરસાદમાં ધોવાઈ ગયેલી મેચને બાદ કરતાં તમામ મુકાબલા ભારે આત્મવિશ્વાસ સાથે જીતી બતાવ્યા

ટી-20 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ પહેલા ગયાનામાં વરસાદ શરુ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી આ સેમીફાઈનલ મેચ પર વરસાદનો ખતરો યથાવત
1/1

ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશવાના ઈરાદા સાથે આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગયાનામાં થોડીવારમાં મુકાબલો શરૂ થવાનો છે. રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયાએ વરસાદમાં ધોવાઈ ગયેલી મેચને બાદ કરતાં તમામ મુકાબલા ભારે આત્મવિશ્વાસ સાથે જીતી બતાવ્યા છે. હવે ભારતને 10 વર્ષ બાદ ફરી ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશવાની આશા છે. 

જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડની ટીમને ગત ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઈનલના પુનરાવર્તનની આશા છે, જેમાં તેઓએ ભારતને 10 વિકેટથી હરાવ્યું હતુ. જોકે હાલ બંને ટીમોના ખેલાડીઓનું ફોર્મ જોતા ભારત જ ફાઈનલમાં પ્રેશવા માટે પ્રબળ દાવેદાર મનાય છે.ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી આ સેમીફાઈનલ મેચ પર પણ વરસાદનો ખતરો છે. ગયાના એક દિવસ પહેલા પણ વરસાદ પડ્યો હતો અને બીજી સેમિફાઇનલમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. 

હાલ ગયાનામાં વરસાદ સંતાકૂકડી રમી રહ્યો છે. ગયાનામાં સવારે પણ ભારે વરસાદ થયો હતો અને હવે ફરી વરસાદ શરૂ થયો છે.ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ભારે આત્મવિશ્વાસ સાથે પ્રભાવ પાડ્યો છે. કેપ્ટન રોહિત શર્મા તેમજવન ડાઉન તરીકે ઉતરતા પંતે સ્કોર બોર્ડને ઝડપથી ફરતું રાખ્યું છે. કોહલીને બાદ કરતાં ટીમના બેટ્સમેનોનો દેખાવ પ્રભાવશાળી રહ્યો છે. 

સૂર્યકુમાર અને હાર્દિક પંડ્યા આક્રમક અડધી સદીઓ ફટકારી ચૂક્યા છે. દુબે તેમજ અક્ષર પણ ટીમ માટે ઉપયોગી બેટિંગ કરી ચૂક્યા છે, જેના કારણે ભારતીય બેટિંગ ઈંગ્લેન્ડના બોલરો પર હાવી રહે તેવો અંદાજ છે. ટીમ ઈન્ડિયાના બોલરોનું જોરદાર ફોર્મ અર્ષદીપ, બુમરાહ અને કુલદીપ યાદવની સાથે હાર્દિક પંડ્યાસહિતના ઓલરાઉન્ડરોએ ઘાતક બોલિંગથી ટીમની સફળતામાં યોગદાન આપ્યું છે. ભારતે આ ટી-20 વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાં પ્રવેશવા સુધી કુલ 6 મેચ જીતી છે અને તેમાંથી ચાર વિજય ભારતને પ્રથમ બેટિંગ કરતાં મળ્યા છે. અર્ષદીપ 15, બુમરાહ 11 અને હાર્દિક 8 વિકેટ ઝડપી ચૂક્યો છે. કુલદીપે સુપર- એઈટમાં જાદુ ચલાવ્યો છે. ટીમને જાડેજાના યાદગાર પ્રદર્શનની આશા છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન