હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતમાં આગામી છ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી.

Posted 1 year ago with 25 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: આગામી છ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આગામી અઠવાડિયામાં અમદાવાદ, ગાંધીનગર સહીત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે.

ગુજરાતમાં આગામી છ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી.
1/1

ગુજરાતમાં આગામી છ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી 

ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હજુ તો કમોસમી વરસાદે ખમૈયા નથી કર્યા, ત્યાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આગામી છ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આગામી અઠવાડિયામાં અમદાવાદ, ગાંધીનગર સહીત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે.

દેશમાં નિશ્ચિત સમય પહેલા જ ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થયો છે. અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું વહેલું પહોચ્યું છે. 27 મે સુધીમાં કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે. ગુજરાતમાં પણ વહેલા ચોમાસાના એંધાણ છે.

હવામાન વિભાગ દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ સાથે ભારે પવન ફુંકાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાને કારણે રાજ્યમાં વરસાદ થવાની સંભાવના છે. ત્યારે રાજ્યના ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એકે દાસે ગુજરાતના હવામાનની આગાહી કરતા જણાવ્યું કે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. હાલમાં પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા સુધી અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જેના લીધે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. 

આજે રાજ્યના 13 જિલ્લાઓ - અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલી માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતા અઠવાડિયામાં 18-21 મે સુધીમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર અને દીવમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, 22મી મેના રોજ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ; મધ્ય ગુજરાતમાં ખેડા, આણંદ, વડોદરા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર; દક્ષિણ ગુજરાતમાં ભરુચ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લા તથા દીવમાં વરસાદની આગાહી થવાની સંભાવનાઓ છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.