હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, વિશેષ વાંચન

હિટ સ્ટ્રોક સામે હેટ સ્ટ્રોકનું શસ્ત્ર ઉગામો! મનુષ્ય તુમ આગે બઢો, વિનાશ તુમ્હારે સાથ હૈ! ગર્વ કરો, આપણે પૃથ્વીનું તાપમાન વધારવા સક્ષમ થઈ ગયા!

Posted 2 years ago with 115 views

Story by Team Samachar Sathe | 6 mins read

સમાચાર સારાંશ: હું તો કહુ છું કે તેના વાતાવરણ માંથી વૃક્ષોનું નિકંદન કાઢીને તેની 'હવા' જ કાઢી નાંખો, આપણે આર્ટિફિસિયલ ઈંટેલિજેન્સથી નવી હવા (ઑક્સિજન) બનાવી ને તેને જડબાતોડ જવાબ આપીશું!

હિટ સ્ટ્રોક સામે હેટ સ્ટ્રોકનું શસ્ત્ર ઉગામો! મનુષ્ય તુમ આગે બઢો, વિનાશ તુમ્હારે સાથ હૈ! ગર્વ કરો, આપણે પૃથ્વીનું તાપમાન વધારવા સક્ષમ થઈ ગયા!
1/4
હિટ સ્ટ્રોક સામે હેટ સ્ટ્રોકનું શસ્ત્ર ઉગામો! મનુષ્ય તુમ આગે બઢો, વિનાશ તુમ્હારે સાથ હૈ! ગર્વ કરો, આપણે પૃથ્વીનું તાપમાન વધારવા સક્ષમ થઈ ગયા!
2/4
હિટ સ્ટ્રોક સામે હેટ સ્ટ્રોકનું શસ્ત્ર ઉગામો! મનુષ્ય તુમ આગે બઢો, વિનાશ તુમ્હારે સાથ હૈ! ગર્વ કરો, આપણે પૃથ્વીનું તાપમાન વધારવા સક્ષમ થઈ ગયા!
3/4
હિટ સ્ટ્રોક સામે હેટ સ્ટ્રોકનું શસ્ત્ર ઉગામો! મનુષ્ય તુમ આગે બઢો, વિનાશ તુમ્હારે સાથ હૈ! ગર્વ કરો, આપણે પૃથ્વીનું તાપમાન વધારવા સક્ષમ થઈ ગયા!
4/4

હિટ સ્ટ્રોક સામે હેટ સ્ટ્રોકનું શસ્ત્ર ઉગામો!

મનુષ્ય તુમ આગે બઢો, વિનાશ તુમ્હારે સાથ હૈ!
ગર્વ કરો, આપણે પૃથ્વીનું તાપમાન વધારવા સક્ષમ થઈ ગયા!

આઇપીએલમાં હાફ સેંચ્યુરી કરનાર બેટ્સમેનનું અભિવાદન થાય, પરંતુ આ પૃથ્વીનાં તાપમાન નો પારો 50 ડિગ્રી સુધી અડકી જવામાં 'યશસ્વી' સફળતા મેળવતા અને અમથા જ 'બિચારા' અને 'પામર' કહેવાતા મનુષ્યની શક્તિઓની તો જાણે કોઈ જ કદર જ નથી યાર! જો જો કોઈ રખે ને એવું માની લ્યે કે મનુષ્ય વૃક્ષો વાવવા, કે વૃક્ષોનું નિકંદન કઢાતું રોકવા સક્ષમ નથી!

 કદાચ આ ઘમંડી અને છાસવારે 'હવાઓ' કરતી પૃથ્વીને ખબર જ નથી કે આપણી પાસે 'આર્ટિફિસિયલ ઈંટેલિજેન્સ' છે! આપણે ચંદ્ર ખૂંદી વળ્યા છીએ, સીમાડે વીરડા ગાળીને ભલે બેડા ભરીએ છીએ પરંતુ મંગળ ઉપર પાણી છે કે નહી તે તપાસવા ત્યાં રોવર નામનું રમકડું ફેરવી શકીએ છીએ! અરે એ તો ઠીક આપણે આકાશમાં થી અવકાશમાં કલોરો ફ્લોરો ગેસો છોડી, ગુરુત્વાકર્ષણ ની એક બે ત્રણ કરીને પણ ઓઝોનમાં મસ મોટા ગાબડા પાડી શકીએ છીએ! મિત્રો આ અભિમાની પૃથ્વીથી જરા પણ ડરવાની જરૂર નથી! એને તો એમ જ છે કે "જાણે મારા જ આધારે જ આ મનુષ્યો ટકી રહ્યા છે!" હું તો કહુ છું કે તેના વાતાવરણ માંથી વૃક્ષોનું નિકંદન કાઢીને તેની 'હવા' જ કાઢી નાંખો, આપણે આર્ટિફિસિયલ ઈંટેલિજેન્સ થી નવી હવા (ઑક્સિજન) બનાવી ને તેને જડબાતોડ જવાબ આપીશું!

આ અભિમાની ધરતીને હજુ આપણા એર કન્ડીશનરો ની તાકાત ની ખબર નથી! "અરે ઓ પૃથ્વી, જરા જોઈ લે આ એસીનું રિમોટ અમારા હાથમાં છે, ત્યાં સુધી તારી કોઈ તાકાત કે ઓકાત નથી કે તું અમોને 'ઉની આંચ' પણ લાવી શકે સમજી!!" જા થાય એ કરી લે, અમે જંગલો કાપીને, વૃક્ષો સાફ કરીને ભવનો અને મહામાર્ગો બનાવીશું, અમે નવા વૃક્ષો નહી જ વાવીએ! અમે પામર નહી પરમાત્મા છીએ, તારી નાની બહેન કુમારી પ્રકૃતિ ને સમજાવી દે, એ અમારા થી છે, અમે તેના થી નહી સમજી! સુનામી આવે અને બેચાર કરોડ લોકો ખપી જાય તો એ અમારા યોદ્ધાઓ છે, હવાનાં દબાણો ઘટાડી વાવાઝોડાઓ મોકલીશ તો અમે તેને રૂપકડા નામો આપી વધાવિશું, ભલે અમારા 'વિરલા' ઓના કચ્ચરઘાણ નીકળી જાય, તારી સુકાઈ રહેલ આંતરડા જેવી પ્લેટો ખસકીને ધરતીકંપથી ધણધણી ઉઠે, પરંતુ અમે તારા વશ નહી થઈએ સમજી! અમારે ઝાડવા પાડવા જ છે એટલે પાડવા જ છે, નવા નહી જ વાવીએ એટલે નહી જ વાવીએ, બોલ શું કરી લઈશ! અમે પણ જોઈ લેશું!

યાર આપણે ટ્વીટર અને ફેસબુક ઉપર સતત વૃક્ષ રોપો અભિયાન, પ્રકૃતિ બચાવો આંદોલનો અને જલ બચાવો પ્રકલ્પો ચલાવીએ છીએ તેની કદર જ નથી!! સોશિયલ મીડિયા ઉપર આપણે જે 'ઈ-પરસેવો' પાડીએ છીએ તેને તો આ એનાલોગ પૃથ્વી ઘ્યાને જ નથી લેતી લે! બતાવો તેને 'વર્ચ્યુઅલ પૃથ્વી બચાવો આંદોલન' બંધ થવાની તાકાત!

હિટ સ્ટ્રોક સામે હેટ સ્ટ્રોકનું શસ્ત્ર ઉગામો! મનુષ્ય તુમ આગે બઢો, વિનાશ તુમ્હારે સાથ હૈ! ગર્વ કરો, આપણે પૃથ્વીનું તાપમાન વધારવા સક્ષમ થઈ ગયા!
'કી પેડ પર પૃથ્વી બચાવો, વૃક્ષ વાવો, જંગલો બચાવો જેવા અસંખ્ય સૂત્રો લખી લખીને આપણા આંગળાઓ દુઃખી જાય અને 'સોજો' આ પૃથ્વીને ચડે છે બોલો!!"

હે પૃથ્વી તે કદી તારી જાતને અમારા બનાવેલા સેટેલાઇટ કે સ્પેસ સ્ટેશનો માંથી નિહાળી છે! તારો બ્લુ ભાગ કેવો મસ્ત લાગે છે! ખ્યાલ પણ છે!! તારા ઘમંડને ચકનાચૂર કરી અમે આખી પૃથ્વી ને ગ્રીન માંથી બ્લુ બનાવીશું સમજી! જરૂર પડ્યે અમે હવે ચંદ્ર અને અમારું ગમે તેટલું અમંગળ થાય તો પણ મંગળ પર રહેવા જતા રહીશુ! બાકી તારા અને તારી નાની બહેન પ્રકૃતિના એકપણ નિયમો ને વશ તો નહી જ થઈએ!

કાળા માથાનો આ માનવી આ લીલા માથાની પૃથ્વીને કેવો ભારે પડી શકે છે, તે હજુ તેને ખબર જ નથી! તારા આશરે અમે નથી પડ્યા સમજી, આ સૂર્યમાળામાં અનેક 'ગ્રહો' છે અમે ત્યાં 'ગૃહો' વસાવિશું! અત્યાર સુધી ભલે તું અમારી પોષક બની કોલર ઉંચો કરતી રહી હોય, પરંતુ હવે અમારી પણ ડગરી ચસકી ગઈ છે, અમે શોષક બની તારી ડિગ્રી વિખી નાંખીશું! તને એમ કે હું જરા ગરમ થઈશ એટલે આ મનુષ્ય ડરી જશે એમ! અમે તારા 'હિટ સ્ટ્રોક સામે હેટ સ્ટ્રોક' નું શસ્ત્ર ઉગામિશું; પરંતુ તને વશ તો નહી જ થઈએ!

મિત્રો આપણને જન્મ આપીને આ ધરાને આવેલા અભિમાનને ખંડિત કરવા એકી અવાજે બોલો "મનુષ્ય તુમ આગે બઢો, વિનાશ તુમ્હારે સાથ હૈ!"

હિરેન કોટક
લેખક, વક્તા, વિશ્લેષક, રાજનીતિજ્ઞ
hirenkotak@hirenkotak.com

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.