હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, સોશિયલ મીડીયા

ગજબ ! સોનમ અને પ્રેમી રાજની એક કંપની પણ હતી આ કંપની રાજની માતા ચુન્ની દેવીનાં નામે ખોલવામા આવી હતી

Posted 1 year ago with 12 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: શિલૉંગ પોલિસને પૂછપરછમાં જે વાત જાણવા મળી હતી તે જાણી એ સવાલ પણ થાય છે કે ખરેખર સોનમના પરિવારને રાજ કુશવાહા સાથેના તેનાં આટલા ઘનિષ્ઠ સંબંધોની જાણ ન હતી.

ગજબ ! સોનમ અને પ્રેમી રાજની એક કંપની પણ હતી આ કંપની રાજની માતા ચુન્ની દેવીનાં નામે ખોલવામા આવી હતી
1/1

ગજબ ! સોનમ અને પ્રેમી રાજની એક કંપની પણ હતી આ કંપની રાજની માતા ચુન્ની દેવીનાં નામે ખોલવામા આવી હતી 

ઈન્દોરઃ સોનમ અને રાજા રઘુવંશી કેસમાં રોજ નવા નવા ખુલાસા થાય છે, પરંતુ હાલમાં શિલૉંગ પોલિસને પૂછપરછમાં જે વાત જાણવા મળી હતી તે જાણી એ સવાલ પણ થાય છે કે ખરેખર સોનમના પરિવારને રાજ કુશવાહા સાથેના તેનાં આટલા ઘનિષ્ઠ સંબંધોની જાણ ન હતી. 

ગજબ ! સોનમ અને પ્રેમી રાજની એક કંપની પણ હતી આ કંપની રાજની માતા ચુન્ની દેવીનાં નામે ખોલવામા આવી હતી

એક અહેવાલ અનુસાર પોલીસને પૂછપરછ સમયે એમ જાણવા મળ્યું છે કે રાજ અને સોનમે સાથે મળી એક કંપની પણ ખોલી હતી. આ કંપની રાજની માતા ચુન્ની દેવીનાં નામે ખોલવામા આવી હતી અને તેમાં લગભગ 7થી 8 લાખ રૂપિયા જમા પણ કરવામાં આવ્યા હતા. એવો શક જાહેર કરવામાં આવી રહ્યો છે કે આ પૈસા સોપારી તરીકે રાજાની હત્યા માટે ભાડેથી બોલાવેલા હત્યારાઓને આપવામાં આવ્યા હશે. 

પરિવારને કેમ ભનક ન પડી

સોનમનો પરિવાર પહેલેથી કહેતો આવ્યો છે કે તેમને દીકરી અને રાજના સંબંધો વિશે જાણ ન હતી. સોનમના પિતાની લાકડાની ફેક્ટરીમાં રાજ અકાઉટન્ટ તરીકે જોડાયો હતો અને બે વર્ષથી કામ કરતો હતો. સોનમ પોતાનાથી ત્રણ-ચાર વર્ષ મોટી હોવા છતાં તે સોનમના પ્રેમમાં પડ્યો હતો. સોનમના ભાઈ ગોવિંદના કહેવા અનુસાર તેને એકાદ વાર શક ગયો હતો, પરંતુ રાજ સોનમને દીદી કહેતો હતો અને બન્ને વચ્ચે આમ હોવાનું દેખાતું ન હતું. જ્યારે બીજી એક થિયરી પ્રમાણે સોનમની માતા જાણતી હતી અને સોનમની ઈચ્છા વિરુદ્ધ આ લગ્ન કરાવવામાં આવ્યા હતા. સોનમે કંઈક અજુગતું કરવાની ધમકી પણ આપી હતી, પરંતુ પરિવારને લગભગ ખ્યાલ નહીં હોય કે આવું ઘોર કૃત્ય તેમની દીકરી કરી બેસશે.

હવે પ્રોપર્ટીનો માલિક પણ શકના ઘેરામાં

શિલોંગ પોલીસે ગઈકાલે સોનમ જે ઘરમાં છુપાઈ હતી તે ફ્લેટના એસ્ટેટ બ્રોકર સિલોસ જેમ્સની ધરપકડ કરી છે. હવે તેની સાથેની પૂછપરછમાં એક નવું નામ બહાર આવ્યું છે. આ નામ તે ફ્લેટના માલિક લોકેન્દ્ર તોમરનું છે. લોકેન્દ્રએ સોનમનું એક બોક્સ સળગાવી દીધું હોવાનું અને પુરાવા નષ્ટ કરી દીધા હોવાનું બહાર આવ્યું હતું. સોનમે ઉપયોગમાં લીધેલી ગન વગેરે હજુ મળી નથી આ સાથે રાજાનો સોનાનો ચેઈન, મંગલસૂત્ર વગેરે પણ મળ્યા નથી. હવે લોકેન્દ્ર પાસેથી કંઈ જાણવા મળે છે કે ફરી કોઈ નવું નામ ખુલે છે તે જોવાનું રહ્યું. રાજા રઘુવંશી હત્યાકેસમાં આ આઠમું નામ ખૂલ્યું છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન