હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં મુખ્ય આરોપી પ્રકાશ જૈનનું પણ મોત, માતાના DNA મેચ થયા. પ્રકાશ જૈન બનાવના દિવસથી ગાયબ હતા

Posted 2 years ago with 345 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ડીએનએ રિપોર્ટમાં ખુલાસો થયો છે. પ્રકાશ જૈન બનાવના દિવસથી ગાયબ હતા. બે દિવસ તેમની કોઇપણ ભાળ ન મળતા પરિવારજનોએ ગુમ થયાની પોલીસ ફરિયાદ લખાવી હતી.

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં મુખ્ય આરોપી પ્રકાશ જૈનનું પણ મોત, માતાના DNA મેચ થયા. પ્રકાશ જૈન બનાવના દિવસથી ગાયબ હતા
1/3
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં મુખ્ય આરોપી પ્રકાશ જૈનનું પણ મોત, માતાના DNA મેચ થયા. પ્રકાશ જૈન બનાવના દિવસથી ગાયબ હતા
2/3
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં મુખ્ય આરોપી પ્રકાશ જૈનનું પણ મોત, માતાના DNA મેચ થયા. પ્રકાશ જૈન બનાવના દિવસથી ગાયબ હતા
3/3

રાજકોટ અગ્નિકાંડ : ગેમ ઝોનના મુખ્ય આરોપી પ્રકાશ જૈનનું પણ મોત, માતાના DNA મેચ થયા

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકોના મોત થયા બાદ હાલ મૃતકોના DNA મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે અગ્નિકાંડના મુખ્ય આરોપી પ્રકાશ જૈનનું પણ આગમાં મોત થયાના સમાચાર સામે આવ્યા છે. ડીએનએ રિપોર્ટમાં ખુલાસો થયો છે. પ્રકાશ જૈન બનાવના દિવસથી ગાયબ હતા. બે દિવસ તેમની કોઇપણ ભાળ ન મળતા પરિવારજનોએ ગુમ થયાની પોલીસ ફરિયાદ લખાવી હતી. 

અગ્નિકાંડના મુખ્ય આરોપી પ્રકાશ જૈનના માતાના ડીએનએ સેમ્પલ લેવામાં અવ્યા હતા અને ગાંધીનગર FSLમાં મોકલવામાં આવ્યાં હતા, જ્યાં કાટમાળમાંથી મળેલા મૃતદેહ સાથે પ્રકાશ જૈનના પરિવારજનના ડીએનએ મેચ થતા અગ્નિકાંડમાં પ્રકાશ જૈનનું પણ મોત થયાની પુષ્ટિ થઇ છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ 19 મૃતદેહોના ડીએનએન મેચ થયા હોવાની વિગતો સામે આવી છે. અત્યાર સુધીમાં 19 લોકોના મૃતદેહ તેમના સ્વજનોને સોંપાયા છે. 

આ ઉપરાંત રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગેમ ઝોનમાં વેલ્ડિંગ કરનાર મહેશ રાઠોડ નામના શખસની અટકાયત કરી છે.

મંગળવારે (28મી મે) આરોપી ધવલ ઠક્કરને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.પી. ઠાકરની કોર્ટમાં હાજર કરાયો હતો, જ્યાં કોર્ટે તેના 13 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મૂળ અમદાવાદનો રહેવાસી ધવલ ઠક્કરે જણાવ્યું કે, હું નિર્દોષ છું. રાજકોટ અગ્નિકાંડમાં પ્રકાશ જૈન મુખ્ય આરોપી છે. 

ગઈકાલે (27મી મે) કોર્ટમાં ત્રણ આરોપીઓને હાજર કરાયા હતા, જ્યાં તેઓએ કહ્યું હતું કે, પ્રકાશ જૈન જ મુખ્ય આરોપી છે અને બધા આરોપીઓએ તેનું જ નામ આપ્યું છે.

આ પહેલા સરકારે રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં આકરી કાર્યવાહી છ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં બે આસિસ્ટન્ટ એન્જિનિયર, બે ડેપ્યુટી એન્જિનિયર અને બે પોલીસ ઈન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. 

ઉલ્લેખનીય છે કે, અગ્નિકાંડ બાદ એવા આરોપો લાગી રહ્યા હતા કે મસમોટા ગેમ ઝોનને કોઈપણ પ્રકારની પરવાનગી કે સુરક્ષાના માપદંડો જેમ કે ફાયર સેફ્ટી, એક્ઝિટ-એન્ટ્રી ગેટ ચેક કર્યા વિના જ મંજૂરી આપી દેવામાં આવી હતી. જેના પગલે આ મોટી હોનારત સર્જાઈ અને મોટી સંખ્યામાં જાનહાનિ પણ થઈ.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.