હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

રાજકોટ સજ્જડ બંધ અગ્નીકાંડ મુદ્દે બંધના એલાનને મળી સફળતા .શહેરના અલગ-અલગ વિસ્તારમાં વેપારીઓ અને લોકો સ્વૈચ્છિક બંધમાં જોડાયા

Posted 2 years ago with 85 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સવારથી જ કોંગ્રેસના નેતાઓ લોકોને બંધને સમર્થન આપવાની અપીલ કરી રહ્યા છે

રાજકોટ સજ્જડ બંધ અગ્નીકાંડ મુદ્દે બંધના એલાનને મળી સફળતા .શહેરના અલગ-અલગ વિસ્તારમાં વેપારીઓ અને લોકો સ્વૈચ્છિક બંધમાં જોડાયા
1/4
રાજકોટ સજ્જડ બંધ અગ્નીકાંડ મુદ્દે બંધના એલાનને મળી સફળતા .શહેરના અલગ-અલગ વિસ્તારમાં વેપારીઓ અને લોકો સ્વૈચ્છિક બંધમાં જોડાયા
2/4
રાજકોટ સજ્જડ બંધ અગ્નીકાંડ મુદ્દે બંધના એલાનને મળી સફળતા .શહેરના અલગ-અલગ વિસ્તારમાં વેપારીઓ અને લોકો સ્વૈચ્છિક બંધમાં જોડાયા
3/4
રાજકોટ સજ્જડ બંધ અગ્નીકાંડ મુદ્દે બંધના એલાનને મળી સફળતા .શહેરના અલગ-અલગ વિસ્તારમાં વેપારીઓ અને લોકો સ્વૈચ્છિક બંધમાં જોડાયા
4/4

રાજકોટ સજ્જડ બંધ અગ્નીકાંડ મુદ્દે બંધના એલાનને મળી સફળતા .શહેરના અલગ-અલગ વિસ્તારમાં વેપારીઓ અને લોકો સ્વૈચ્છિક બંધમાં જોડાયા

રાજકોટમાં TRP અગ્નિકાંડને આજે એક મહિનો પૂર્ણ થયો છે. રાજકોટમાં આજે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું , ત્યારે શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

રાજકોટ સજ્જડ બંધ અગ્નીકાંડ મુદ્દે બંધના એલાનને મળી સફળતા .શહેરના અલગ-અલગ વિસ્તારમાં વેપારીઓ અને લોકો સ્વૈચ્છિક બંધમાં જોડાયા

સવારથી જ કોંગ્રેસના નેતાઓ લોકોને બંધને સમર્થન આપવાની અપીલ કરી રહ્યા છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં વેપારીઓ અને લોકો સ્વૈચ્છિક બંધમાં જોડાયા છે. ત્યારે સદર બજાર વિસ્તારમાં કોઈ બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.

જોકે હાલ રાજકોટના અલગ અલગ વિસ્તારમાં વેપારીઓ અને લોકો સ્વૈચ્છિક બંધમાં જોડાઈ રહ્યા છે. બંધને રાજકોટના વેપારીઓએ સમર્થન આપ્યું છે. ત્યારે બંધના એલાન અંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું.શક્તિસિંહે રાજકોટવાસીઓનો આભાર માનતા જણાવ્યું કે, ન્યાય માટે કોંગ્રેસની લડાઇમાં રાજકોટવાસીઓએ સાથ આપ્યો છે. શાળા, ટ્યુશન અને વેપારી એસોસિએશનના સભ્યોએ સ્વયંભૂ બંધ પાડ્યો છે. વેપારી એસોસિએશનના સભ્યોએ પણ અમારી લડાઇને બિરદાવી બંધમાં સમર્થન આપ્યું છે.શક્તિસિંહે સરકાર પર આરોપ લગાવતાં એમ પણ કહ્યું કે, એક મહિના બાદ પણ પીડિતો સાથે સરકારે સંવેદના સાથે વાત કરીને એમ પણ પૂછ્યું નથી કે અમે તમારી માટે શું કરી શકીએ. 

આ લોકશાહીની રીત નથી.રાજકોટમાં કાલાવડ રોડ પર કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. કોંગ્રેસ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવતા કાર્યકરો રસ્તા પર ચક્કાજામ કરતા પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું, ત્યારે વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.કેટલાક કાર્યકરોની અટકાયત કરાતા ચક્કાજામ કરાયો. જેને લઈને પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ, તો વિરોધ કરી રહેલા કેટલાક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી. 

મહત્ત્વનું છે કે, અગ્નિકાંડમાં ન્યાયને લઈને કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે.રાજકોટમાં આજે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યુ છે ત્યારે આજે સવારથી NSUI દ્વારા શાળા કોલેજો બંધ કરાવવામાં આવી રહી છે, બંધના પગલે ચાલુ કોલેજો બહાર બેનરો સાથે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.

રાજકોટમાં આજે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે આજે NSUI દ્વારા શાળા કોલેજો બંધ કરાવાતા પોલીસ એક્શનમાં આવી હતી. 

પોલીસે NSUI ના કાર્યકરોની અટકાયત કરી તમામ કાર્યકરોને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવાયા હતા.કોગ્રેસ નેતા પરેશ ધાનાણી દ્વારા વેપારીઓને અપીલ કરવામાં આવી. પરેશ ધાનાણીએ મોટી ટાંકી વિસ્તારના વેપારીઓને બંધ પાળવા માટે અપીલ કરી. મહત્ત્વનું છે કે, TRP ગેમઝોનમાં પીડિતોને ન્યાય માટે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.