હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ: 7 આરોપીઓની ડિસ્ચાર્જ અરજીઓ સેશન્સ કોર્ટે ફગાવી

Posted 1 year ago with 28 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: આરોપીઓ તરફથી ડિસ્ચાર્જ અરજીમાં એવી દલીલો કરવામાં આવી હતી કે તેઓ નિર્દોષ છે

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ: 7 આરોપીઓની ડિસ્ચાર્જ અરજીઓ સેશન્સ કોર્ટે ફગાવી
1/1

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ: 7 આરોપીઓની ડિસ્ચાર્જ અરજીઓ સેશન્સ કોર્ટે ફગાવી

રાજકોટ:27 લોકોનો ભોગ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આ કેસના 15 આરોપીઓ પૈકી 7 આરોપીઓએ પોતાની સામેનો કેસ રદ કરવા (ડિસ્ચાર્જ કરવા) માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે નામંજૂર કરી દીધી છે.

જે આરોપીઓની અરજી નામંજૂર થઈ છે તેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

ગેમ ઝોનના માલિક: ધવલ ઠક્કર

ગેમ ઝોનમાં કાફે ચલાવનાર: નીતિન લોઢા

ટીપીઓ (ટાઉન પ્લાનિંગ ઓફિસર): મનસુખ સાગઠિયા

એટીપી (આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર): ગૌતમ જોશી

એટીપી (આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર): રાજેશ મકવાણા

આસિસ્ટન્ટ એન્જિનિયર: જયદીપ ચૌધરી

 ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર: ભીખાભાઈ ઠેબા

આ નિર્ણયનો અર્થ એ છે કે આ સાત આરોપીઓ સામે અગ્નિકાંડ સંબંધિત કાનૂની કાર્યવાહી ચાલુ રહેશે.

આરોપીઓ તરફથી ડિસ્ચાર્જ અરજીમાં એવી દલીલો કરવામાં આવી હતી કે તેઓ નિર્દોષ છે, તેમની સામે કોઇ પૂરાવો ન હોવા છતાં પોલીસે ચાર્જશીટ કર્યું છે. ચાર્જશીટ ફરમાવતી વખતે અદાલતે સંપૂર્ણ પૂરાવાનું પૃથ્થકરણ કરવું જોઇએ. જો એકથી વધુ દ્રષ્ટિકોણ સંભવિત હોય તો આરોપીઓ તરફેના દ્રષ્ટિકોણને લક્ષમાં લઇ આરોપીઓને ડિસ્ચાર્જ કરવા જોઇએ. સાક્ષીઓના નિવેદનમાં સત્યતા જણાતી નથી. જેની સામે આ કેસના સ્પે. પીપી તુષાર ગોકાણીએ એવી દલીલો કરી હતી કે ડિસ્ચાર્જ અરજી અનિર્ણિયીત કરતા સમયે અદાલત માત્ર મર્યાદિત રીતે પૂરાવાઓનું મૂલ્યાંકન કરી શકે છે. આરોપીઓ તરફે સાહેદોની ઉલટ તપાસ કર્યા વિના તે સાહેદ જણાવે છે તેની વિરૂધ્ધની હકીકત પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી આરોપીઓ તરફે માત્ર દલીલમાં જણાવવાથી પ્રોસીક્યુશનના પૂરાવાની વિશ્વસનિયતા પડકારી શકાય નહીં. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન