હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ગુજરાત, ચુંટણી ૨૦૨૪

રાજકોટ બેઠક પર ભાજપે પ્રથમવાર સંસદીય ક્ષેત્ર બહારના ઉમેદવાર પસંદ કરવાની સાથે પ્રચારનું રૂપ પણ બદલાયું છે. રાજકોટની મોદીને ગેરેંટી સૂત્રો જોવા મળ્યા

Posted 2 years ago with 48 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: મોટાભાગના મતદારો ઉમેદવારોનો ચહેરો પણ રૂબરૂ જોઈ નહીં શકે : કોંગ્રેસ મુક્ત રીતે બધા લત્તામાં જાય છે ત્યારે ભાજપના રૂપાલા લત્તે લત્તે લોકસંપર્ક છોડી જ્ઞાતિ,જૂથ સંમેલનો, મંદિરમાં જાય છે

રાજકોટ બેઠક પર ભાજપે પ્રથમવાર સંસદીય ક્ષેત્ર બહારના ઉમેદવાર પસંદ કરવાની સાથે પ્રચારનું રૂપ પણ બદલાયું છે. રાજકોટની મોદીને ગેરેંટી સૂત્રો જોવા મળ્યા
1/4
રાજકોટ બેઠક પર ભાજપે પ્રથમવાર સંસદીય ક્ષેત્ર બહારના ઉમેદવાર પસંદ કરવાની સાથે પ્રચારનું રૂપ પણ બદલાયું છે. રાજકોટની મોદીને ગેરેંટી સૂત્રો જોવા મળ્યા
2/4
રાજકોટ બેઠક પર ભાજપે પ્રથમવાર સંસદીય ક્ષેત્ર બહારના ઉમેદવાર પસંદ કરવાની સાથે પ્રચારનું રૂપ પણ બદલાયું છે. રાજકોટની મોદીને ગેરેંટી સૂત્રો જોવા મળ્યા
3/4
રાજકોટ બેઠક પર ભાજપે પ્રથમવાર સંસદીય ક્ષેત્ર બહારના ઉમેદવાર પસંદ કરવાની સાથે પ્રચારનું રૂપ પણ બદલાયું છે. રાજકોટની મોદીને ગેરેંટી સૂત્રો જોવા મળ્યા
4/4

રાજકોટ બેઠક પર ભાજપે પ્રથમવાર સંસદીય ક્ષેત્ર બહારના ઉમેદવાર પસંદ કરવાની સાથે પ્રચારનું રૂપ પણ બદલાયું છે. રાજકોટની મોદીને ગેરેંટી સૂત્રો જોવા મળ્યા 

મોટાભાગના મતદારો ઉમેદવારોનો ચહેરો પણ રૂબરૂ જોઈ નહીં શકે : કોંગ્રેસ મુક્ત રીતે બધા લત્તામાં જાય છે ત્યારે ભાજપના રૂપાલા લત્તે લત્તે લોકસંપર્ક છોડી જ્ઞાતિ,જૂથ સંમેલનો, મંદિરમાં જાય છે 

કાલાવડ રોડ પર પહેલા મોદી સાથે રાજકોટ મક્કમ, અડીખમ એ પ્રકારના સૂત્રોને બદલે હવે 'મોદીની ગેરેંટી' નહીં પણ રાજકોટની મોદીને (જીતાડવાની?) ગેરેંટી એવા સૂત્રો સાથે કાલાવડ રોડ, ટાગોર રોડ સહિતના મુખ્યમાર્ગો પર પ્રચાર શરૂ કરાયો છે.

ઉપરાંત રૂપાલા સામેના વિરોધને પગલે કે અન્ય કારણે પણ રાજકોટના મતદારો પાસે મત મોદીના નામ પર માંગવામાં આવે છે, કોઈ નવા કામની ગેરેંટી નહીં પણ રામમંદિર, ક. 370 સહિત જે જે કામો થયા છે તેના પર મત મંગાય છે. પોસ્ટરોમાં પણ મોદીની તસ્વીરો જ વિશેષ જોવા મળી છે. 
?ref_src=twsrc%5Etfw">May 2, 2024
21 લાખ મતદારો ધરાવતા આ મતક્ષેત્રમાં પ્રથમવાર મતવિસ્તારની બહારના ઉમેદવારોને ભાજપ-કોંગ્રેસની ટિકીટ મળી છે ત્યારે મોટાભાગના મતદારો તો તેમના ઘરે કે તેમના લત્તામાં પણ ઉમેદવારોના એક વખત ચહેરો પણ જોઈ શકશે નહીં.તેનું કારણ એ છે કે કોંગ્રેસના ઉમેદવાર મોડે મોડે નક્કી થયા છે અને ભાજપના ઉમેદવારને ક્ષત્રિયોનો વિરોધ નડી રહ્યો હોય ચૂસ્ત બંદોબસ્ત હેઠળ જ જવું પડે છે. 

કોંગ્રેસના પરેશ ધાનાણી કોઈ બંદોબસ્ત વગર મુક્ત રીતે બધે સભાઓ,મીટીંગો, સ્કુટરમાં કે બળદગાડામાં રેલી કરતા જોવા મળે છે ત્યારે ભાજપના પરસોતમ રૂપાલાએ શરૂઆતમાં મુક્ત રીતે લોકસંપર્ક શરૂ કર્યા બાદ હવે તેઓ મુખ્યત્વે વિવિધ જ્ઞાતિ, સંગઠનો દ્વારા યોજાતા ભોજન સંમેલનો (જેનો ખર્ચ કોણ ચૂકવે તે તપાસનો વિષય છે)માં મહેમાન બનીને જઈ, પ્રચાર કરતા જોવા મળે છે. 

રાજકોટ બેઠક પર ભાજપે પ્રથમવાર સંસદીય ક્ષેત્ર બહારના ઉમેદવાર પસંદ કરવાની સાથે પ્રચારનું રૂપ પણ બદલાયું છે. રાજકોટની મોદીને ગેરેંટી સૂત્રો જોવા મળ્યા

મતદારો જ્યાં રહે છે ત્યાં કાર્યકરો જાય છે પણ ઉમેદવાર ફરકતાં નથી. આ ઉપરાંત રૂપાલા અને ધાનાણી બન્ને લગભગ તમામ મંદિરોમાં દર્શન કરવા જઈ આવ્યા છે અને પૂરા આસ્તિક ,સનાતની હોવાનો અહેસાસ કરાવી રહ્યા છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન