SHREE RAM શ્રી રામરાજ્ય ની ગેરંટી થી વિકસિત ભારતનો સંકલ્પ સિદ્ધ
દૈહિક, દૈવિક ભૌતિક તાપા, રામ રાજ નહહિં કાહુહિ વ્યાપા
હવે આપણે દ્રઢતા અને વિશ્વાસ પૂર્વક કહી શકીએ છીએ કે રામ રાજયની કલ્પના વર્ષ 2047 માં જરૂર શક્ય થઈ શકે છે.
ઉપરોક્ત ચોપાઈ નો અર્થ થાય છે કે રામ રાજ્યમાં શારીરિક, માનસિક અને અધ્યાત્મિક ત્રણેય દુઃખો ગેરહાજર હતા. જે રાજ્યની કલ્પના આપણે કરતા જ એવી અભિવ્યક્તિ પ્રગટ કરતા કે આ તો યુગ સમાપ્તિ પહેલા શક્ય જ નથી, એ માન્યતા હવે ખોટી પડી રહી છે. હવે આપણે દ્રઢતા અને વિશ્વાસ પૂર્વક કહી શકીએ છીએ કે રામ રાજયની કલ્પના વર્ષ 2047 માં જરૂર શક્ય થઈ શકે છે. પરીકલ્પ્ના થી કલ્પ્ના અને અને હવે સંક્લ્પના માર્ગે ઘસમસી થયેલ આ બાબત રોમાંચ પમાડનાર માત્ર ન બની રહે તે માટે આપણે પણ આપણા સહયોગની માત્રા વધારવી પડશે. એકલા હાથે શ્રી રામ પણ રામ રાજયની સ્થાપના નહોતા કરી શક્યા, એમને પ્રબુદ્ધ, સમૃદ્ધ અને વિશુદ્ધોનો સક્રિય અને મજબૂત સહકાર મળ્યો ત્યારે જ સ્વર્ણિમ સામ્રાજ્યની પ્રાપ્તિ થઈ અને આસુરી શક્તિઓની સમાપ્તિ શક્ય બની, ત્યારે આવો જોઇએ કે એ અપેક્ષીત સહકાર દ્વારા કયા ભવિષ્ય ને આપણે આકાર આપવાનો છે.
આમ તો આ વખત ની શ્રી રામનવમી અયોધ્યામાં પ્રભૂ શ્રી રામનાં જન્મભૂમિ મંદિરનાં નિર્માણ નો સંક્લ્પ પુર્ણ થયો હોવાથી અત્યંત મહત્વપૂર્ણ છે જ, પરંતુ હવે જ્યારે રાષ્ટ્ર શ્રી રામ રાજ્યના નિર્માણ માટે એક અત્યંત મહત્વનો નિર્ણય લેનાર છે. ત્યારે એ ઘડી, એ પળ કે જ્યારે આપણે માત્ર આપણી આંગળીનાં ટેરવાને 'કમળકૃત' કરવાથી આપણા જીવનનું તો સૌથી મોટું યોગદાન આપવાનું જ છે, પરંતુ યુગ પરિવર્તન નાં નિમિત્ત બનવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત કરવાનું છે. કળયુગ ની સમાપ્તિ વહેલી થવાની આ શક્યતા વાસ્તવિકતા બનાવવા માટે જો આપણો મત માત્ર આપણને મહા દાનેશ્વરી ની ઉપાધિ આપતો હોય તો તેનાથી મોટી વાત શું હોઈ શકે!
રાવણ પણ પોતાની પ્રજાને નહોતો લૂંટતો, પરંતુ આ કળયુગી રાવણો ની એક આખે આખી ફોજે આપણી આંખો મીચીને આપણા શારીરિક, માનસિક અને અધ્યાત્મિક હિતો નાં હનન 70 થી વધુ વર્ષો સુધી કર્યા. પરંતુ 2014 માં ભારત વર્ષે કર્યો એક એવો નિણર્ય કે જેણે આપણા હિતોની રક્ષાની ગેરંટી આપી પૂરી પણ કરી. વચન પૂર્તિ થતા જ આપણે ફરી વિકાસમાં વિશ્વાસ અને સાથમાં પ્રયાસ ઉમેરી પ્રપંચ ને ફરી પ્રચંડ એકતા દ્વારા જમીન દોસ્ત કર્યો.
જરાપણ ગફલતમાં ન રહેતા આપણે આ કળયુગી રાક્ષસ નો 'પંજો' મચડી નાંખવાનું દાયિત્વ હજુ પણ નિભાવવું જ પડશે! આ વખતે એક નહિ અનેક રાક્ષસો, અનેક દાનવો અને અનેક પિશાચી માનસીકતાઓ આપણા સામા પક્ષે અક્ષૌહિણી સેના લઈને ઉભી છે, ત્યારે એકલા 'શ્રી રામદૂત' જ નહી આપણી ધર્મ રક્ષક સેનાનો પૂર્ણતઃ સાથ, પ્રયાસ અને વિશ્વાસ જ 'વિક્સિત ભારત' ની જ્યોતને પૂર્ણતઃ વિકાસનું ગંતવ્ય આપશે.
આજનાં આ સૌથી મહત્વના દિવસ એટલે કે શ્રી રામ નવમીનાં પાવન પર્વનાં આપ સૌને ઘણા કરીને 'જય જય શ્રી રામ'.