હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું સરકારે મણીપુરની સ્થિતિ બાબતે તાકીદ વિચારણા કરવી જોઇએ. સરકારે ચૂંટણીમાંથી બહાર આવી દેશની સમસ્યાઓ પર ધ્યાન આપવાની જરૂર

Posted 2 years ago with 77 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: સરકારે ચૂંટણીમાંથી પરવારી દેશની સમસ્યાઓ પર ધ્યાન આપવાની જરૂર છે તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે નાગપુરમાં રેશીમબાગ ખાતે યોજાયેલાં કાર્યકર્તા વિકાસ વર્ગ દ્વિતિયમાં ભાગ લઈ રહેલાં તાલીમાર્થીઓને સંબોધતાં જણાવ્યું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું  સરકારે મણીપુરની સ્થિતિ બાબતે તાકીદ વિચારણા કરવી જોઇએ. સરકારે ચૂંટણીમાંથી બહાર આવી દેશની સમસ્યાઓ પર ધ્યાન આપવાની જરૂર
1/1

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું સરકારે મણીપુરની સ્થિતિ બાબતે તાકીદ વિચારણા કરવી જોઇએ. સરકારે ચૂંટણીમાંથી બહાર આવી દેશની સમસ્યાઓ પર ધ્યાન આપવાની જરૂર છે  

મણિપુર છેલ્લા એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે. દસ વર્ષ શાંતિ હતી ત્યારે ગન કલ્ચર ખતમ થઈ ગયું હોવાનું લાગ્યું હતું પણ રાજ્યમાં અચાનક બે જૂથો કુકી ઝો એને મૈતેઈ વચ્ચે હિંસા ભડકી ઉઠી છે. સરકારે મણીપુરની સ્થિતિ બાબતે તાકીદ વિચારણા કરવી જોઇએ. 

સરકારે ચૂંટણીમાંથી પરવારી દેશની સમસ્યાઓ પર ધ્યાન આપવાની જરૂર છે તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે નાગપુરમાં રેશીમબાગ ખાતે યોજાયેલાં કાર્યકર્તા વિકાસ વર્ગ દ્વિતિયમાં ભાગ લઈ રહેલાં તાલીમાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું.સંઘના વડાએ શિખામણ આપતાં જણાવ્યું હતું કે ચૂંટણીએ લોકશાહીમાં સર્વસંમતિ સાધવાની આવશ્યક પ્રક્રિયા છે અને સંસદમાં બંને પક્ષોને સ્થાન છે. ચૂંટણી પ્રચાર દરમ્યાન એકબીજાની આકરી ટીકાઓ કરવાની, ટેકનોલોજીનો દુરૂપયોગ કરવાની અને ખોટી માહિતી ફેલાવવાની મથરાવટીની તેમણે ટીકા કરી હતી. ભાગવતે જણાવ્યું હતું કે પરસ્પર અપપ્રચાર કરવામાં આરએસએસ જેવા સ્વૈચ્છિક સંગઠનોને પણ ઘસડવામાં આવ્યા હતા. તેમણે ઉમર્યું હતું કે ચૂંટણી પ્રચાર દરમ્યાન કોઈએ અપપ્રચારથી દૂર રહેવાની દરકાર કરી નહોતી. જેના કારણે બંને જૂથો વચ્ચે ગજગ્રાહ વકર્યો હતો અને તેમાં સંઘ જેવા સંગઠનને પણ ઘસડવામાં આવ્યું હતું.તેમણે કહ્યું હતું કે લોકશાહીમાં ચૂંટણી અનિવાર્ય પ્રક્રિયા છે. આ કોઈ લડાઈ નથી. વિરોધીઓને દુશ્મન ન ગણવા જોઈએ. સંસદમાં ચૂંટાયેલા લોકોએ જ દેશ ચલાવવાનો હોય છે. જે પ્રકારે એકબીજા સામે અપપ્રચાર થયો, જે રીતે પ્રચાર થયો તેનાથી સમાજમાં વિસંવાદ જ સર્જાશે. ભાગવતે ચૂંટણીમાં શિષ્ટાચારના અભાવ બાબતે એફસોસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ચૂંટણી દરમ્યાન એક ચોક્ક્સ ગૌરવ જળવાવું જોઈએ. જે આ વખતે જળવાયું નહોતું. ભાગવતે વિરોધીને સ્થાને પ્રતિપક્ષ શબ્દ વાપરવોનું સૂચન કર્યું હતું તેમણે કહ્યું હતું કે આખરે વિપક્ષ પણ એક પક્ષ છે. તે કોઈ દુશ્મન નથી. તેમના અભિપ્રાયોને પણ ધ્યાને લેવાવા જોઈએ. 

વડાપ્રધાન મોદીએ તેમની બીજી મુદત દરમ્યાન હિંસાગ્રસ્ત મણીપુરની મુલાકાત ન લીધી હોવાથી તેમની ટીકા થઈ છે જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગયા વર્ષે હિંસાગ્રસ્ત રાજ્યની મુલાકાત લઈ ત્યાંથી તેમની ભારત જોડો ન્યાયયાત્રા શરૂ કરી હતી. દરમ્યાન મણીપુરના મુખ્યપ્રધાન એન. બિરેનસિંહ હિંસાગ્રસ્ત જીરીબામ વિસ્તારની મુલાકાતે જઈ રહ્યા હતા ત્યારે તેમના કાફલા પર સોમવારે કોટલેનમાં સશસ્ત્ર હુમલો કરવામાં આવ્યો હતો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન