હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV

ફિલ્મ રિવ્યૂ; 'રાઉતુ કા રાઝ' એક રહસ્યમય મર્ડર મિસ્ટ્રી જેને નવાઝુદ્દીન સિદ્દીકીની અભિનય કુશળતા વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવે છે

Posted 2 years ago with 32 views

Story by Ranmesh | 3 mins read

સમાચાર સારાંશ: જો તમને શાંત, સરળ છતાં પણ સારા સસ્પેન્સ વળી કોઈ ફિલ્મ જોવી હોય તો ZEE5 પર 'રાઉતુ કા રાઝ' ચોક્કસ જોશો, તમને પસંદ આવશે.

ફિલ્મ રિવ્યૂ; 'રાઉતુ કા રાઝ' એક રહસ્યમય મર્ડર મિસ્ટ્રી જેને નવાઝુદ્દીન સિદ્દીકીની અભિનય કુશળતા વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવે છે
1/1

ZEE5 પર રીલીઝ થયેલી 'રાઉતુ કા રાઝ' ફિલ્મ એક સસ્પેન્સ છે જેને નવાઝુદ્દીન સિદ્દીકીની અભિનય કુશળતા, કોમિક ટાઈમિંગ, સંવાદ અને વર્તન, તેમજ રાજેશ કુમારના રિએક્શન ટાઈમિંગ વધારે રસપ્રદ બનાવે છે. ફિલ્મ ધીમી પણ રસપ્રદ છે અને વાર્તામાં આવતા વળાંકો દ્વારા દર્શકોને બાંધી રાખે છે. 

ફિલ્મના પ્લોટ વિશે વાત કરીએ તો, વાર્તા ઉત્તરાખંડના નાના અને સુંદર ગામ રાઉતુ કી બેલીની છે જ્યાં છેલ્લા ૧૫ વર્ષથી કોઈ હત્યા નથી થઈ, જેથી ગામના પોલીસવાળાની નોકરી ખૂબ જ આરામદાયક છે પણ એક સવારે, એસ.એચ.ઓ. દીપક નેગી (નવાઝુદ્દીન સિદ્દીકી)ને સબ-ઇન્સ્પેક્ટર ડિમરી (રાજેશ કુમાર) તરફથી એક કોલ આવે છે કે દૃષ્ટિહીનો માટેની એક બોર્ડિંગ સ્કૂલના વોર્ડનની હત્યા થઈ છે. જેને તેઓ પ્રથમ નજરમાં કુદરતી મૃત્યુ માની રહ્યા હતા, તે એક વાર્તા આગળ વધાતાની સાથે એક હત્યાના કેસમાં ફેરવાય જાય છે અને પછી તેમા અનેક સંદિગ્ધો, વિચલિત કરનારી ઘટનાઓ અને લોકલ રાજકારણ પણ જોડતું જાય છે.

ફિલ્મનું દિગ્દર્શન આનંદ સુરાપુર દ્વારા કરવામાં આવ્યું છે અને ઝી સ્ટુડિયોઝની સાથે ઉમેશ કૃ. બંસલ, આનંદ સુરાપુર અને ચિંટુ શ્રીવાસ્તવ દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. જાણવા મળ્યા પ્રમાણે ફિલ્મની સપૂર્ણ સ્ક્રિપ્ટ તૈયાર થતાં લગભગ ૧૦ વર્ષ લાગ્યા હતા અને તેનું શૂટિંગ ૨૦૨૨માં થયું હતું. મૂળ રીતે, આ ફિલ્મનું નામ 'રાઉતી કે બેલી' હતું, જે ગામના નામ પર આધારિત હતું જેની ફિલ્મમાં વાર્તા છે. ફિલ્મનું ટ્રેલર ૧૩ જુલાઈ, ૨૦૨૪ના રોજ લોન્ચ થયું હતું.

જો તમને શાંત, સરળ છતાં પણ સારા સસ્પેન્સ વળી કોઈ ફિલ્મ જોવી હોય તો ZEE5 પર 'રાઉતુ કા રાઝ' ચોક્કસ જોશો, તમને પસંદ આવશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન