હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, વેપાર

એફડીના નિયમમાં મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારનો ગ્રાહકોને જ ફાયદો થશે, ચાલો તમે પણ જાણી લો જ્યારે પણ પૈસાની જરૂરિયાત પડશે તો એફડી મેચ્યોરિટી પહેલાં તોડીને પૈસા પાછા મેળવી શકે છે.

Posted 1 year ago with 8 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટની મેચ્યોરિટી પર પૈસા ઉપાડવા સંબંધિત નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

એફડીના નિયમમાં મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારનો ગ્રાહકોને જ ફાયદો થશે, ચાલો તમે પણ જાણી લો જ્યારે પણ પૈસાની જરૂરિયાત પડશે તો એફડી મેચ્યોરિટી પહેલાં તોડીને પૈસા પાછા મેળવી શકે છે.
1/1

FDને લઈને નિયમોમાં ફેરફાર કર્યા RBIએ, અત્યારે જ જાણી લો ફટાફટ...

આપણે ત્યાં મોટાભાગના લોકો પોતાનું ફ્યુચર સિક્યોર કરવા માટે ફિક્સ્ડ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક માર્કેટ, પોસ્ટ ઓફિસ સહિત વિવિધ જગ્યાઓ પર રોકાણ કરે છે. પરંતુ આ બધામાં મોટાભાગના લોકો ફિક્સ્ડ ડિપોઝિટને ઈન્વેસ્ટમેન્ટ અને સેવિંગ્સનો બેસ્ટ ઓપ્શન માને છે. આ એફડીને લઈને દર થોડાક સમયે અલગ અલગ નિયમો બનાવવામાં આવતા હોય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank Of India-RBI) દ્વારા આ એફડીના નિયમમાં મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારનો ગ્રાહકોને જ ફાયદો થશે, ચાલો તમે પણ જાણી લો-

એફડીના નિયમમાં મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારનો ગ્રાહકોને જ ફાયદો થશે, ચાલો તમે પણ જાણી લો જ્યારે પણ પૈસાની જરૂરિયાત પડશે તો એફડી મેચ્યોરિટી પહેલાં તોડીને પૈસા પાછા મેળવી શકે છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટની મેચ્યોરિટી પર પૈસા ઉપાડવા સંબંધિત નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અહીંયા તમારી જાણ માટે કે પહેલાં બેંક દ્વારા 15 લાખ રૂપિયા સુધીની એફડીને સમય પહેલાં તોડવાની સુવિધા આપવામાં આવતી હતી. પરંતુ હવે આરબીઆઈ દ્વારા આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

નવા સુધારિત નિયમ પ્રમાણે હવે આ રકમ 15 લાખ રૂપિયાથી વધારીને એક કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. આનો અર્થ એવો થાય છે કે હવે જ્યારે પણ પૈસાની જરૂરિયાત પડશે તો એફડી મેચ્યોરિટી પહેલાં તોડીને પૈસા પાછા મેળવી શકે છે. 

અહીંયા તમારી જાણ માટે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બે પ્રકારની ફિક્સ ડિપોઝિટ ઓફર આપવામાં આવે છે જેમાં કોલ લેવલ અને નોન કોલેબસનો સમાવેશ થાય છે. નાન કોલેબલ એફડી સ્કીમનો અર્થ એવો થાય છે કે તમે સમય પહેલાં એટલે કે એફડી મેચ્યોરિટી પહેલાં પૈસા ઉપાડી શકશે. જોકે, મેચ્યોરિટી પહેલાં પૈસા ઉપાડતી વખતે બેંક દ્વારા થોડો દંડ પણ વસૂલવામાં આવે છે, પરંતુ કોલ લેવલ એફડી સ્કીમમાં આવી કોઈ જોગવાઈ નથી આપવામાં આવતી. 

હવે આરબીઆઈ દ્વારા થોડાક દિવસ પહેલાં એક સર્ક્યુલર બહાર પાડીને નોન કોલેબલ એફડી સ્કીમમાં સમય પહેલાં પૈસા ઉપાડવાની મર્યાદા 15 લાખ રૂપિયાથી વધારીને એક કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. આનો અર્થ એવો થાય છે કે એક કરોડ કે એનાથી ઓછી રકમની તમામ ડોમેસ્ટિક ટર્મ ડિપોઝિટમાં સમય પહેલાં પૈસા ઉપાડવાની સુવિધા ઉપલબ્ધ કરાવી આપવામાં આવી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે કે આરબીઆઈ દ્વારા મે, 2022માં સતત ઈન્ટરેસ્ટ રેટમાં વધારો કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ હવે બેંકમાં એફડી કરાવવા પર પણ ઈન્ટરેસ્ટિંગ ઈન્ટરેસ્ટ રેટ રજૂ કરવામાં આવ્યા છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.