હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, વેપાર

RBIનો આ નિર્ણય એવા લોકોને નિરાશ કરશે જેઓ લાંબા સમયથી લોન સસ્તી થવાની અને EMIનો બોજ હળવો થવાની આશા રાખતા હતા રેપો રેટ 6.5 ટકાના દરે યથવાત્

Posted 1 year ago with 29 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટને યથાવત્ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો

RBIનો આ નિર્ણય એવા લોકોને નિરાશ કરશે જેઓ લાંબા સમયથી લોન સસ્તી થવાની અને EMIનો બોજ હળવો થવાની આશા રાખતા હતા રેપો રેટ 6.5 ટકાના દરે યથવાત્
1/1

RBIનો નિર્ણય , રેપો રેટમાં કોઈ ચેન્જ નહીં 

રેપો રેટ 6.5 ટકાના દરે યથવાત્

RBIનો આ નિર્ણય એવા લોકોને નિરાશ કરશે જેઓ લાંબા સમયથી લોન સસ્તી થવાની અને EMIનો બોજ હળવો થવાની આશા રાખતા હતા. આ સતત નવમી વખત છે જ્યારે મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટને યથાવત્ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો 

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ ફરી એકવાર વ્યાજદરમાં વધારો નહીં કરવાનો નિર્ણય લેતાં 6.5 ટકાના દરે વ્યાજદર યથાવત્ રાખ્યા છે. દેશમાં વધતી મોંઘવારીને જોતાં આરબીઆઈએ તેની ઓગસ્ટની નાણાકીય સમીક્ષા દરમિયાન રેપો રેટને પહેલાના સ્તર એટલે કે 6.5 ટકાના દરે યથવાત્ રાખવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ સતત નવમી વખત છે જ્યારે મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટને યથાવત્ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લે રેપો રેટમાં ફેબ્રુઆરી 2023માં ફેરફાર કરાયા હતા. 

ગત 25 વર્ષમાં આ બીજી વખત છે જ્યારે કેન્દ્રીય બેન્કે આટલા લાંબા સમય સુધી રેપો રેટમાં કોઈ ચેન્જ કર્યા નથી. ઉલ્લેખનયી છેકે નાણાકીય નીતિ સમિતિ (Monetary Policy Committee)ની બેઠક 6થી 8 ઓગસ્ટ વચ્ચે યોજાઈ હતી. બેઠકના છેલ્લા દિવસે 6 સભ્યોની સમિતિએ 4-2ની બહુમતી સાથે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો હતો. 

આ સાથે સેન્ટ્રલ બેંકે એમ પણ કહ્યું છે કે તે મોનેટરી પોલિસીને લઈને પોતાનું વલણ નરમ રાખશે RBIનો આ નિર્ણય એવા લોકોને નિરાશ કરશે જેઓ લાંબા સમયથી લોન સસ્તી થવાની અને EMIનો બોજ હળવો થવાની આશા રાખતા હતા. 

રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ છેલ્લે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો. એટલે કે દોઢ વર્ષથી પોલિસી વ્યાજ દરમાં કોઈ ફેરફાર થયો નથી. ફેબ્રુઆરી 2023માં યોજાયેલી MPCની બેઠકમાં RBIએ રેપો રેટ વધારીને 6.5 ટકા કર્યો હતો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.