હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રમત-ગમત

RCB એ આખરે પ્રથમ IPL ટાઇટલ જીત્યું! કોહલી નહીં આ ગુજરાતી રહ્યો આરસીબીની ફાઈનલ જીતનો હીરો

Posted 1 year ago with 10 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: આર્ય આઉટ થયા બાદ કૃણાલ પંડ્યાનો ડ્રીમ સ્પેલ શરૂ થયો હતો. તેને સાતમી ઓવરમાં બોલિંગ સોંપવામાં આવી હતી. તેણે પ્રથમ ઓવરમાં માત્ર 3 રન આપ્યા હતા.

RCB એ આખરે પ્રથમ IPL ટાઇટલ જીત્યું! કોહલી નહીં આ ગુજરાતી રહ્યો આરસીબીની ફાઈનલ જીતનો હીરો
1/2
RCB એ આખરે પ્રથમ IPL ટાઇટલ જીત્યું! કોહલી નહીં આ ગુજરાતી રહ્યો આરસીબીની ફાઈનલ જીતનો હીરો
2/2

અમદાવાદઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુએ પંજાબ કિંગ્સને મંગળવારે રાત્રે આઇપીએલ-2025ની ફાઈનલમાં છ રનથી હરાવીને 18 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર ક્રિકેટ જગતની આ સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટનું ટાઈટલ જીતી લીધું હતું. પંજાબને પણ પ્રથમ વખત ટાઇટલ જીતવાની સુવર્ણ તક હતી જે એણે ગુમાવી હતી. બેંગલૂરુએ પ્રથમ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં નવ વિકેટે 190 રન બનાવ્યા હતા જેના જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 184 રન કરી શકી હતી. રજત પાટીદાર પહેલી વાર આરસીબીનો સુકાની બન્યો અને આ ટીમને ટ્રોફી અપાવી હતી.

આ મુકાબલામાં આરસીબીની જીતનો સૌથી મોટો સ્ટાર ગુજરાતી સ્પિન ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા રહ્યો હતો. તેણો પોતાના ડ્રીમ સ્પેલ દ્વારા પૂરી મેચ પલટી નાંખી હતી. તેણે પોતાના 4 ઓવરના સ્પેલમાં માત્ર 17 રન આપ્યા હતા અને 2 વિકેટ લીધી હતી. તેની ચુસ્ત બોલિંગથી આરસીબીએ મેચમાં કમબેક કર્યું હતું. આર્ય આઉટ થયા બાદ કૃણાલ પંડ્યાનો ડ્રીમ સ્પેલ શરૂ થયો હતો. તેને સાતમી ઓવરમાં બોલિંગ સોંપવામાં આવી હતી. તેણે પ્રથમ ઓવરમાં માત્ર 3 રન આપ્યા હતા.

આ પછીની ઓવરમાં જોશ ઈંગ્લિસ અને પ્રભસિમરન સિંહે સૂયશ શર્માની ઓવરમાં 15 રન બનાવ્યા હતા. કૃણાલ પંડ્યાએ તેની બીજી ઓવરમાં માત્ર 4 રન આપ્યા અને પ્રભસિમરન સિંહને આઉટ કરીને પંજાબને બીજો ઝટકો આપ્યો હતો. 

આ પછીની ઓવરમાં રોમારિયો શેફર્ડે પંજાબના કેપ્ટન શ્રેયસને પેવેલિયન મોકલીને મેચ આરસીબી તરફ કરી હતી. કૃણાલે તેની ત્રીજી ઓવરમાં 7 રન આપ્યા હતા. તેની પ્રથમ ત્રણ ઓવર શાનદાર ગઈ હોવાથી તેને સતત ચોથી ઓવર માટે બોલિંગ સોંપવામાં આવી હતી. કૃણાલે અંતિમ ઓવરમાં જોશ ઈંગ્લિસને આઉટ કરીને મેચ પંજાબ પાસેથી છીનવી લીધી હતી. તેના આ શાનદાર પ્રદર્શન બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.