હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
દુનિયા, વિશેષ વાંચન

વાંચો ક્યાં સૂર્યગ્રહણ દેખાશે અને ત્યાં ચાર મિનિટ અને નવ સેકન્ડ માટે અંધારું છવાઈ જશે

Posted 2 years ago with 126 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: દર 18 મહિનામાં પૃથ્વીના કોઈને કોઈ હિસ્સામાં સૂર્યગ્રહણ જોવા મળે છે. આઠ એપ્રિલે થનારા સૂર્ય ગ્રહણને લઈને વિશ્વભરમાં લોકો ઉત્સાહિત છે. કારણ કે ઉત્તર અમેરિકાના કેટલાક વિસ્તારોમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાશે અને ત્યાં ચાર મિનિટ અને નવ સેકન્ડ માટે અંધારું છવાઈ જશે

વાંચો ક્યાં સૂર્યગ્રહણ દેખાશે અને ત્યાં ચાર મિનિટ અને નવ સેકન્ડ માટે અંધારું છવાઈ જશે
1/1

વાંચો ક્યાં સૂર્યગ્રહણ દેખાશે અને ત્યાં ચાર મિનિટ અને નવ સેકન્ડ માટે અંધારું છવાઈ જશે

ચંદ્ર સૂર્યની તુલનામાં પૃથ્વી કરતા 400 ગણો વધારે નજીક છે પરંતુ ચંદ્ર આકારમાં સૂર્ય કરતા 400 ગણો નાનો પણ છે. પરિણામ સ્વરૂપે જ્યારે ચંદ્ર પૂર્ણ સંરેખણ બિંદુ પર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે તે સૂર્યને ઢાકી દે છે અને આપણે ગ્રહણ જોઈ શકીએ છીએ.

દર 18 મહિનામાં પૃથ્વીના કોઈને કોઈ હિસ્સામાં સૂર્યગ્રહણ જોવા મળે છે. આઠ એપ્રિલે થનારા સૂર્ય ગ્રહણને લઈને વિશ્વભરમાં લોકો ઉત્સાહિત છે. કારણ કે ઉત્તર અમેરિકાના કેટલાક વિસ્તારોમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાશે અને ત્યાં ચાર મિનિટ અને નવ સેકન્ડ માટે અંધારું છવાઈ જશે.


જોકે આ વખતે સૂર્યગ્રહણ એટલે મહત્ત્વપૂર્ણ છે કારણ કે આ ઘટનાને લાખો લોકો નિહાળી શકશે. એક અનુમાન પ્રમાણે 31 લાખ લોકો આ ગ્રહણને નિહાળી શકશે.


ગ્રહણ દરમિયાન ક્યા-ક્યા પ્રયોગ કરવામાંં આવશે?
અમેરિકાના ઉત્તરી કેરોલિનામાં આવેલી એનસી સ્ટેટ યુનિવર્સિટી અભ્યાસ કરશે કે આ ગ્રહણ વન્ય જીવોને કેવી રીતે અસર કરશે. આ પ્રયોગ ટેક્સાસ રાજ્યાના પ્રાણી સંગ્રહાલયમાં 20 જાનવરો વર્તનનો અભ્યાસ કરશે.

આ સમય છેલ્લા ચંદ્રગ્રહણોની તુલનામાં ઘણો લાંબો છે. આ કારણે જ આ ગ્રહણ દરમિયાન અનેક પ્રયોગો કરવામાં આવશે


નાસાના ઍક્લિપ્સ સાઉન્ડસ્કેપ પ્રોજેક્ટ પણ જાનવરોનાં વર્તનનો અભ્યાસ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ થકી જાનવરોનો અવાજ રેકૉર્ડ કરવા માટે અને ગ્રહણના કારણે સંપૂર્ણ અંધકાર દરમિયાન જાનવરોની પ્રતિક્રિયાને રેકૉર્ડ કરવા માટે માઇક્રોફોન જેવાં નાનાં ઉપકરણો લગાવવામાં આવશે.


આ ઉપરાંત અમેરિકાના વર્જિનિયામાં નાસાના વૉલૉપ્સ બેઝ પરથી ઍક્લિપ્સ બેલ્ટથી દૂર ત્રણ સાઉન્ડિંગ રૉકેટ લૉન્ચ કરવામાં આવશે. ઍમ્બ્રી રિડલ ઍરોનૉટિકલ યુનિવર્સિટીના આરોહ બડજાત્યા આ પ્રયોગનું નેતૃત્વ કરી રહ્યાં છે. આ રૉકેટ સૂર્ય ગ્રહણ દરમિયાન વાયુમંડળમાં થતા બદલાવોને રેકૉર્ડ કરશે.
આ ઉપરાંત ગ્રહણ દરમિયાન વાયુમંડળ અને જળવાયુ પરિવર્તનને રેકૉર્ડ કરવા માટે એક ઍક્લિપ્સ બલુન પ્રોજેક્ટ પણ લાગુ કરવામાં આવશે.


લગભગ 600 ફુગ્ગાઓ વાયુમંડળમાં છોડવામાં આવશે. પૃથ્વીની સપાટીથી 35 કિલોમીટર ઊંચાઈ સુધી ઊડી શકતા આ ફુગ્ગાઓ સાથે વિભિન્ન ઉપકરણો રેકૉર્ડ નોંધશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.