હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

અમદાવાદ સહિત 9 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજ્યભરમાં વરસાદ થશે

Posted 1 year ago with 12 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: અમદાવાદમાં આજે મેઘ મહેરબાન થશે. છેલ્લા 24 કલાકથી આવી રહેતા હળવા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમદાવાદીઓ ઘણાં સમયથી વરસાદની રાહ જોઈ રહ્યાં હતાં.

અમદાવાદ સહિત 9 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજ્યભરમાં વરસાદ થશે
1/1

અમદાવાદ સહિત 9 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજ્યભરમાં વરસાદ થશે 

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકથી ધીમી ધારે વરસાદ આવી રહ્યો છે. આજે પણ વહેલી સવારથી વરસાદી વાદળા જોવા મળ્યાં છે. આજે પણ અમદાવાદમાં વરસાદ શરૂ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજ્યભરમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને ગુજરાતના વાત કરવામાં આવે તો, અમદાવાદમાં આજે મેઘ મહેરબાન થશે. છેલ્લા 24 કલાકથી આવી રહેતા હળવા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમદાવાદીઓ ઘણાં સમયથી વરસાદની રાહ જોઈ રહ્યાં હતાં. 

અમદાવાદ સહિત 9 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજ્યભરમાં વરસાદ થશે

છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં વરસાદ સક્રિય 

આજે પણ જો સારો પડે તેનું લાગી રહ્યું છે. સવારે અમદાવાદમાં દરેક વિસ્તારમાં વરસાદી વાદળા જોવા મળ્યાં હતાં. છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં વરસાદ સક્રિય થયો છે. માત્ર બે દિવસમાં રાજ્યના 95 ટકા વિસ્તારમાં સારો એવો વરસાદ નોંધાયો છે. બે દિવસમાં ગુજરાતના 251 પૈકી 221 તાલુકામાં 14 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. 

આજની વાત કરવામાં આવે તો, આજે બુધવાર એટલે 24 કલાક માટે અમદાવાદ, આણંદ, ભરૂચ, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને બોટાદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવી છે. 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આજે અમદાવાદ સહિત રાજ્યના 9 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ઉપરાંત મધ્ય ગુજરાતમાં ખેડા, અમદાવાદના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્માં રાજકોટ, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કાલે બોટાદના ગઢડામાં 14 ઇંચ અને ભાવનગરના પાલીતાણામાં 12 ઇંચ સાથે 22 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન