હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, રાજનૈતિક

સ્માર્ટ મીટર બાબતે સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાયલબેન સાકરીયાએ સાથી કોર્પોરેટરો સાથે પુણાગામ વિસ્તારની અલગ અલગ સોસાયટીઓમાં મિટિંગ કરી

Posted 2 years ago with 56 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: પાયલ સાકરીયાએ કહ્યું કે "સ્માર્ટ મીટર એ જનતા ને લૂંટવાનું સ્માર્ટ આયોજન છે.સ્માર્ટ મીટરના ફાયદા માં એકજ ફાયદો જણાવવા માં આવી રહ્યો છે જે છે વીજ ચોરી રોકી શકાશે તો શું સમગ્ર જનતા ને આ સરકાર ચોર સમજી રહી છે?

સ્માર્ટ મીટર બાબતે સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાયલબેન સાકરીયાએ સાથી કોર્પોરેટરો સાથે પુણાગામ વિસ્તારની અલગ અલગ સોસાયટીઓમાં મિટિંગ કરી
1/4
સ્માર્ટ મીટર બાબતે સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાયલબેન સાકરીયાએ સાથી કોર્પોરેટરો સાથે પુણાગામ વિસ્તારની અલગ અલગ સોસાયટીઓમાં મિટિંગ કરી
2/4
સ્માર્ટ મીટર બાબતે સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાયલબેન સાકરીયાએ સાથી કોર્પોરેટરો સાથે પુણાગામ વિસ્તારની અલગ અલગ સોસાયટીઓમાં મિટિંગ કરી
3/4
સ્માર્ટ મીટર બાબતે સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાયલબેન સાકરીયાએ સાથી કોર્પોરેટરો સાથે પુણાગામ વિસ્તારની અલગ અલગ સોસાયટીઓમાં મિટિંગ કરી
4/4

સ્માર્ટ મીટર બાબતે સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાયલબેન સાકરીયાએ સાથી કોર્પોરેટરો સાથે પુણાગામ વિસ્તારની અલગ અલગ સોસાયટીઓમાં મિટિંગ કરી 

સ્માર્ટ મીટર બાબતે સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાયલબેન સાકરીયાએ સાથી કોર્પોરેટરો સાથે પુણાગામ વિસ્તારની અલગ અલગ સોસાયટીઓમાં સ્માર્ટ મીટરની વિરુદ્ધમાં મિટિંગોનો દોર ચાલુ કરી દીધો છે.જેમાં છેલ્લા 3-4 દિવસમાં ભૂમિપાર્ક સોસાયટી,રાજલક્ષ્મી સોસાયટી,હરેકૃષ્ણ સોસાયટી,સકર્તા સોસાયટી,અમીપાર્ક સોસાયટી,રાણુંજાધામ સોસાયટી,ગૌતમપાર્ક સોસાયટી,રાધાસ્વામી સોસાયટી,સરદાર કોમ્પલેક્ષ,લક્ષ્મીપાર્ક સોસાયટી,રાધાસ્વામી એપાર્ટમેન્ટ,માતૃશક્તિ સોસાયટી ના લોકો અને આગેવાનો સાથે મિટિંગો કરી ચુક્યા છે. દરરોજ પુણા વિસ્તારની અલગ અલગ સોસાયટીઓ માં સ્માર્ટ મીટર મુદ્દે મિટિંગો કરીને સ્માર્ટ મીટરની વિરુદ્ધમાં સોસાયટીઓના લેટરપેડ ઉઘરાવવામાં આવી રહ્યા છે અને લડાઈમાં સમર્થન મેળવવામાં આવી રહ્યું છે. 

પાયલ સાકરીયાએ કહ્યું કે "સ્માર્ટ મીટર એ જનતા ને લૂંટવાનું સ્માર્ટ આયોજન છે.સ્માર્ટ મીટરના ફાયદા માં એકજ ફાયદો જણાવવા માં આવી રહ્યો છે જે છે વીજ ચોરી રોકી શકાશે તો શું સમગ્ર જનતા ને આ સરકાર ચોર સમજી રહી છે? જે વીજચોરી કરે છે એને પકડો ને શા માટે આખા રાજ્ય ની પ્રજા ને સજા આપો છો. લોકો નો ઠેરઠેર વિરોધ અને વધારે બિલો આવવાની ફરિયાદો હોવા છતાં શા માટે આ મીટરો લગાવવામાં આવી રહ્યા છે? 

જો સ્માર્ટ કરવું જ હોઈ તો પહેલા સિસ્ટમ ને સ્માર્ટ કરવામાં આવે થોડોક પવન કે થોડોક વરસાદ પણ આવે ત્યાં પાવર કટ થઈ જાય છે.પાવર કટ થયા પછી ટોલ ફ્રી નંબરો માં કોલ ઉપાડવા માં આવતા નથી.ગામડાઓ માં ખેડૂતોને અડધી રાતે પાવર મળે ત્યારે પાણી પાવા જવું પડે છે તો ત્યાં સિસ્ટમ ને સ્માર્ટ કરો ને.જનતાને લૂંટવાનું ભાજપ સરકાર જે છડયંત્ર કરીને સ્માર્ટ મીટર લગાવી રહી છે તેની વિરુદ્ધ માં અમે ગુજરાત ની જનતા ની સાથે છીએ અને સ્માર્ટ મીટર ની વિરુદ્ધમાં મજબૂતી થી લડત આપીશું.

સ્માર્ટ મીટર બાબતે સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાયલબેન સાકરીયાએ સાથી કોર્પોરેટરો સાથે પુણાગામ વિસ્તારની અલગ અલગ સોસાયટીઓમાં મિટિંગ કરી

અમે જે જે સોસાયટીઓમાં જઈએ છીએ ત્યાં લોકોમાં સ્માર્ટ મીટર સામે ખૂબ જ રોષ છે અને લોકો આ સ્માર્ટ મીટર નહિ લગાવવા દેવા માટે મક્કમ છે.આમ આદમી પાર્ટી એ ગુજરાત ની જનતા ના હિત માં દરેક જિલ્લા માં સ્માર્ટ મીટર રદ કરવા માટે આવેદન પત્ર આપી રજુઆત કરી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.