હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

રાજ્યમાં વિધિવત ચોમાસું જામ્યું હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું

Posted 2 years ago with 41 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: 24 કલાકમાં રાજ્યના અલગ અલગ કુલ 122 તાલુકામાં મેઘરાજાની સવારીનું આગમન થયું

રાજ્યમાં વિધિવત ચોમાસું જામ્યું હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું
1/4
રાજ્યમાં વિધિવત ચોમાસું જામ્યું હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું
2/4
રાજ્યમાં વિધિવત ચોમાસું જામ્યું હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું
3/4
રાજ્યમાં વિધિવત ચોમાસું જામ્યું હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું
4/4

રાજ્યમાં વિધિવત ચોમાસું જામ્યું હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું

રાજ્યમાં વિધિવત ચોમાસું બેસી ગયું છે ત્યારે ગત 24 કલાકમાં રાજ્યના અલગ અલગ કુલ 122 તાલુકામાં મેઘરાજાની સવારીનું આગમન થયું છે. જેમાં સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ જુનાગઢના વીસાદરમાં નોંધાયો છે. આજે જુનાગઢમાં 109 મીમી જ્યારે કચ્છમાં 97 મીમી વરસાદ હવામાન વિભાગના ચોપડે નોંધાયો છે.

રાજ્યમાં વિધિવત ચોમાસું જામ્યું હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું

જ્યારે બનાસકાંઠા 64 મીમી, પાટણ 60 મીમી, નવસારી 44 મીમી, ભરૂચ 43 મીમી, વડોદરા 48 મીમી, જામનગર 55 મીમી, દેવભૂમિ દ્વારકા 35 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે મોરબી, સુરેંદ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, ગીર સોમનાથમાં સૌથી ઓછો એટલે કે 10 મીમીથી ઓછો વરસાદ નોંધાયો છે. 

બીજી તરફ હવામાન વિભાગે આગામી 27 જૂનથી 30 જૂન સુધી એટલે કે 4 દિવસ માટે વરસાદને લઇને આગાહી કરી છે. જેમાં ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં હવળાથી મધ્યમ વરસાદની આગાહી કરાવામાં આવી છે. જ્યારે રાજ્યના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ અને વડોદરામાં અતિભારે વરસાદની આગાહી સાથે આ બંને જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ

 ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ વરસશે. તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

આગામી 4 દિવસ ગુજરાતમાં કેવો રહેશે વરસાદી માહોલ ? હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 4 દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ જામતાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. ક્યાંક હવળા તો ક્યાંક મધ્યમ અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ, મોરબી, સુરેંદ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્રારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદમાં 30 જૂને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન